પાકિસ્તાનના સંસદમાં બોલ્યા ઇમરાન ખાન ‘હા, અમે કર્યો પુલવામા હુમલો અને….

પાકિસ્તાને અભિનંદન પાસે બળજબરીથી વિડિઓ બનાવરાવ્યો હતો, જેમાં તે ભારતીય મીડિયાની નિંદા કરતા જોવા મળી રહ્યા છે. અભિનંદનના ફેક વિડીયોના જવાબમાં ભારતીયોએ આપ્યો આ જવાબ, એ જવાબ થઇ રહ્યો છે વાયરલ.

પુલવામામાં થયેલા હુમલા પછી ભારતમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું. આ રોષ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇકથી થોડો શાંત થયો. પણ જ્યારે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન દ્વારા કેદી બનાવી લીધો, ત્યારે એક વખત ફરીથી લોકોના મનમાં પાકિસ્તાન માટે રોષ ઉભો થવા લાગ્યો. અને ભારતના દરેક નાગરિક તેમના મુક્ત થવાની પ્રાર્થના કરવા લાગ્યા.

1 માર્ચના રોજ પાકિસ્તાને મોડી રાત્રે અભિનંદનને મુક્ત કર્યા હતા. પરંતુ તે દરમિયાન પાકિસ્તાનના કારસ્તાન સામે આવી ગયા. જી હાં, પાકિસ્તાને અભિનંદન પાસે બળજબરીથી વિડિઓ બનાવરાવ્યો હતો, જેમાં તે ભારતીય મીડિયાની નિંદા કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે ચિત્ર સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. તો ચાલો આપણે જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

પુલવામામાં થયેલા હુમલા પછીથી જ ભારત આતંકી મસૂદ અજહર ઉપર કાર્યવાહી માટે આતુર છે. પરંતુ પાકિસ્તાન વારંવાર પુરાવા માંગી રહ્યું છે. પાકિસ્તાને પહેલા કહ્યું કે અમને પુરાવા જોઈએ, અને હવે પાકિસ્તાનના પી.એમ. ઇમરાન ખાને જ સંપૂર્ણ પુરાવો આપી દીધો છે.

જી હા, પાકિસ્તાનના પી.એમ. ઇમરાન ખાને પોતાની સંસદમાં પુલવામા હુમલાના જવાબદાર કોણ છે, એ વાત સ્વીકારી છે. પરંતુ કોઈ કાર્યવાહી કેમ નથી કરતું? ચાલો તમને જણાવીએ કે ઇમરાન ખાનના નિવેદનનો ખરેખર સાચો અર્થ શું છે?

ઇમરાને માન્યું – અમે કરાવ્યો પુલવામામાં હુમલો :

પાકિસ્તાનના પી.એમ ઇમરાન ખાનનો એક વિડિઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. આ વિડિઓમાં ઇમરાન ખાન પાકિસ્તાનની સંસદમાં એ કબૂલ કરતા જોવા મળી રહ્યા છે, કે તેમણે પુલવાવામામાં હુમલો કરાવ્યો હતો. તેની સાથે જ આ વીડિયોમાં ઇમરાન ખાન ઘણું બધું કહેતા જોવા મળી રહ્યા છે, જેના કારણે આ વિડિઓ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, ઇમરાન ખાન સ્પષ્ટ રીતે કહે છે કે પુલવામામાં હુમલો પાકિસ્તાન દ્વારા કરાવવામાં આવ્યો છે.

ઇમરાન ખાનનો આ વિડિઓ એડિટ કરવામાં આવ્યો છે. આ વિડિઓ સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓએ એડિટ કર્યો છે, અને ઇમરાન ખાનની મજાક ઉડાવી રહ્યા છે. વાસ્તવમાં, આ વિડિઓમાં ઘણા કટ છે અને કટના કારણે જ ઇમરાન ખાન એ કબુલ કરી રહ્યા છે, કે તેમણે પુલવામામાં ભારતીય જવાનોની ટુકડી ઉપર હુમલો કરાવ્યો છે. જો કે, એ સ્પષ્ટ કરી દઈએ કે આ વિડિઓ ફક્ત પાકિસ્તાન સાથે મજાક કરવા માટે જ બનાવવામાં આવ્યો છે.

અભિનંદનના વીડિયોનો વપરાશકર્તાઓએ લીધો બદલો :

ઇમરાન ખાનના આ વિડિઓ સાથે છેડછાડ એટલા માટે કરવામાં આવી છે, જેથી વપરાશકર્તાઓ અભિનંદનના એડીટ વિડિઓ સાથે બદલો લઇ શકે. યાદ કરાવી દઈએ કે પાકિસ્તાનથી ભારત આવતા પહેલાં અભિનંદનનો આવા પ્રકારનો એક વિડિઓ પાકિસ્તાન દ્વારા રેકોર્ડ કરીને અને એડિટ કરીને વાયરલ કર્યો હતો, જેને પછી ડીલીટ કરી દીધો. પરંતુ હવે સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ ઇમરાન ખાનની મજાક ઉડાવી રહ્યા છે.