ભારત બનાવી રહ્યું છે 2 એન્જીન વાળું સ્ટેલ્થ લડાકુ વિમાન, જાણો આ સ્વદેશી વિમાનની ખાસિયત

ભારત (ઈન્ડિયા) એક એવું વિમાન બનાવી રહ્યું છે જે વર્લ્ડ ક્લાસનું હશે. આ વિમાન વહેલી તકે ભારતના કોઈ એયરબેઝમાંથી ઉડતું જોવા મળી શકે છે. નામ છે એડવાન્સ્ડ મીડીયમ કોમ્બેટ એયરક્રાફ્ટ (Advanced Medium Combat Aircraft) એટલે AMCA. બે એન્જીન વાળું આ વિમાન કોઈપણ ઋતુમાં આકાશમાં ઉડી શકશે. આ ફાઈટર મલ્ટીરોલ એટલે હવામાં સુપરપાવર હશે.

જમીન ઉપર હુમલો અને બોમમારો કરવામાં પણ તેને કોઈ તકલીફ નહિ પડે. આજની તારીખમાં ભારતની વાયુસેના (IAF) ની શક્તિ છે સુખોઈ-૩૦ એમકેઆઈ, મિરાજ ૨૦૦૦, જગુઆર અને તેજસ જેવા લડાયક વિમાન. પરંતુ ટૂંક સમયમાં તેનું સ્થાન લેવા માટે સ્ટેલ્થ લડાયક વિમાન (stealth fighter plane) આવી જશે.

Hindustan Aeronautics Limited અને Aeronautical Development Agency મળીને આ વિમાન બનાવી રહ્યું છે. સ્ટેલ્થ વિમાન હોય છે શું? અને તેની ખાસિયત કેમ દુનિયા માટે સૌથી મોટી અજાયબી છે? તેના વિષે આજે અમે તમને જણાવીશું. પરંતુ પહેલા જાણીએ કે વાયુસેના માટે આ વિમાન જરૂરી કેમ છે?

સ્ટેલ્થ એટલે કે એવું વિમાન જે રડારને દગો આપી શકે. અદ્રશ્ય વિમાન હોવાનો એ અર્થ નથી કે તે તમે આંખોથી ન જોઈ શકો. આ ફાઈટર પ્લેન તમને જોવા મળશે પરંતુ મિલેટ્રીની આંખ એટલે રડારને નહિ જોવા મળે. સ્ટેલ્થનો અર્થ એ નથી કે, આ વિમાન સંપૂર્ણ રીતે અદ્રશ્ય હોય છે. પરંતુ સાધારણ રડારની મદદથી તેને શોધવું અને તેની ઉપર નિશાન લગાવવું મુશ્કેલ રહેશે.

અમેરિકા, રશિયા, ચીન અને જાપાન જ નહિ પરંતુ હવે ભારત પણ પોતાના સ્ટેલ્થ વિમાન ઉપર કામ કરી રહ્યું છે. હવે તમે વિચારી રહ્યા હશો કે, સ્ટેલ્થ વિમાનોના આ એક્સકલુસિવ ક્લબમાં ભારત ક્યારે જોડાશે? ભારત પાસે ક્યારે આવી અદ્રશ્ય શક્તિ આવશે? ખાસ કરીને જયારે સ્વદેશી વિમાન તેજસની ફ્લાઈટ ટેસ્ટીંગ ચાલી રહી છે. તે દરમિયાન ભારતે AMCA એટલે Advanced Medium Combat Aircraft ઉપર કામ શરુ કરી દીધું હતું.

હવે AMCA ની ખાસિયત પણ જાણી લો.

પાંચમી પેઢીના AMCA ઉપર ભારત અને રશિયા ૨૦૦૭ થી કામ કરી રહ્યા છે.

AMCA એક મલ્ટીરોલ સ્ટેલ્થ વિમાન હશે. AESA રડાર સાથે તેમાં બે એન્જીન લાગેલા હશે જે 3D thrust vector control થી સજ્જ હશે.

વિશેષ કોટિંગવાળું વિમાન દુશ્મનના રડારના કિરણોને શોષી લેશે, composite material થી બનેલું વિમાન હળવું અને એવી ડીઝાઈન વાળું હશે જેને ૭ દેશોની રડાર મળીને પણ પકડી નહિ શકે.

AMCA ઉત્તમ Infra Red Search and Track પ્રણાલી સાથે Electro-Optical Targeting System થી સજ્જ હશે.

આ વિમાનમાં લગભગ ૨૦૦૦ કી.ગ્રા. સુધી હથીયાર રાખવાની જગ્યા હશે.

આશા રાખીએ કે ૨૦૩૦ સુધી આ વિમાન ભારતીય વાયુ સેનામાં જોડાવા માટે તૈયાર થઇ શકે છે. એટલે હજુ ભારતીય વાયુ સેનાને સ્વદેશી સ્ટેલ્થ વિમાનથી સજ્જ કરવામાં ૧૦ વર્ષ કે તેનાથી વધુ સમય પણ લાગી શકે છે.

છેલ્લા બે દશકમાં સ્ટેલ્થ ટેકનોલોજીએ હવાઈ યુદ્ધની પદ્ધતિ બદલી નાખી છે. દુનિયાના દરેક પાવરફૂલ દેશ હવે સ્ટેલ્થ લડાયક વિમાન ઈચ્છે છે. અમેરિકાથી લઈને રશિયા અને ચીનથી લઈને ભારત. દરેક શક્તિ આ ટેકનીક પ્રાપ્ત કર્યા પછી વધુ આગળ લઇ જવાના પ્રયાસમાં છે, જેથી દુશ્મનને તેના અવાજની પણ ખબર ન પડે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.