ભારતમાં મળે છે દુનિયાનો સૌથી સસ્તો મોબાઈલ ડેટા અને મલાવીમાં આ છે 1 GB ના અધધ… રૂપિયા

બીજા દેશો કરતા ભારતમાં મોબાઈલ ડેટાની કિંમત ઘણી ઓછી છે, જ્યારે આ દેશમાં કિંમત જાણીને અચરજ થશે.

કોરોના મહામારીમાં વર્ક ફ્રોમ હોમથી લઈને શિક્ષણ વગેરે જેવી દરેક વસ્તુઓ હવે ઇન્ટરનેટ પર આશ્રિત છે. ઓનલાઇન પર વધતી નિર્ભરતાના આ યુગમાં ઇન્ટરનેટ ડેટાની કિંમત ઘણું મહત્વ ધરાવે છે. દુનિયાના અલગ અલગ દેશોમાં આ કિંમત અલગ અલગ છે, પણ તે કેટલી અલગ છે તે જાણીને તમે ચોંકી જશો. સૌથી સસ્તા અને સૌથી મોંઘા ડેટા વચ્ચે 30 હજાર ટકાનું અંતર છે.

ભારતમાં દુનિયાનો સૌથી સસ્તો ઇન્ટરનેટ ડેટા ઉપલબ્ધ છે, તેમજ મલાવીમાં તમને સૌથી મોંઘો ડેટા મળશે. તે વિભિન્ન દેશોમાં પ્રવર્તતી અસમાનતાને જણાવે છે અને તેની અસર ભણતરથી લઈને શોધ સુધી દરેક ક્ષેત્રમાં પડે છે. આવો જાણીએ કે દુનિયાના દેશોમાં શું છે મોબાઈલ ડેટાની કિંમત?

5 વર્ષમાં 1 અરબ નવા ઉપભોગતા :

દુનિયામાં અરબો લોકો રોજ મોબાઈલનો ઉપયોગ કરે છે. મહામારી દરમિયાન પણ મોબાઈલ ડેટા બજારે ઉડવાનું શરૂ જ રાખ્યું છે. છેલ્લા 5 વર્ષોમાં લગભગ એક અરબ નવા લોકોએ મોબાઈલ ડેટા સુધી પહોંચ પ્રાપ્ત કરી છે. તેના વધતા ચલણ છતાં અલગ અલગ દેશોમાં તેની કિંમત અલગ અલગ છે. 155 અલગ અલગ દેશોમાં મોબાઈલ ડેટાની કિંમતના આંકડા કેબલ ડોટ કોમ ડોટ યુકેએ ભેગા કર્યા છે.

સૌથી ઓછી મોબાઈલ ડેટા કિંમતવાળા 5 દેશ : 1 જીબીની સરેરાશ કિંમત (રૂપિયામાં).

ભારત : 6.72 રૂપિયા.

ઇઝરાયલ : 8.21 રૂપિયા.

કિર્ગિસ્તાન : 15.68 રૂપિયા.

ઈટલી : 32.11 રૂપિયા.

યુક્રેન : 34.35 રૂપિયા.

સૌથી વધારે મોબાઈલ ડેટા કિંમતવાળા 5 દેશ : 1 જીબીની સરેરાશ કિંમત (રૂપિયામાં).

મલાવી : 2046.96 રૂપિયા.

બેનિન : 2032.77 રૂપિયા.

ચાડ : 1742.27 રૂપિયા.

યમન : 1193.38 રૂપિયા.

બોત્સવાના : 1035.80 રૂપિયા.

સૌથી વધારે મોબાઈલ ડેટા કિંમતવાળા 3 દેશ આફ્રિકામાં છે.

નેટવર્ક વધવા પાર ઓછો થાય છે ડેટાનો ખર્ચ :

ઉદહરણ તરીકે, 2 મોબાઈલ નેટવર્ક – 973.07 રૂપિયા,

3 મોબાઈલ નેટવર્ક – 684.81 રૂપિયા,

4 મોબાઈલ નેટવર્ક – 392.07 રૂપિયા.

આ કારણે છે મોબાઈલ ડેટામાં ભિન્નતા :

શોધકર્તાઓએ ઘણા પ્રમુખ તત્વોનો ઓળખ કરી છે, જેના દ્વારા મોબાઈલ ડેટાનો ખર્ચ જાણી શકાય છે. તે ચાર કારણ આ પ્રકારે છે.

1. હાલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર : મોટાભાગના મોબાઈલ નેટવર્ક ફિક્સ લાઈન કનેક્શન પર વિશ્વાસ રાખે છે. તેના પરિણામ સ્વરૂપ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા દેશ સસ્તી કિંમતે લોકોને વધારે ડેટા વાળા પ્લાન આપવામાં સક્ષમ હોય છે. ભારત અને ઇટલીમાં એવું જ છે. તેમજ જે દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત નથી, ત્યાં ઉપગ્રહ જેવા મોંઘા વિકલ્પો પર નિર્ભર રહેવું પડે છે, અને આ કારણ સર ખર્ચ ઉપભોગતા પાસેથી વસુલવામાં આવે છે.

2. મોબાઈલ ડેટા પર વિશ્વાસ : જયારે કોઈ ક્ષેત્રમાં મોબાઈલ ડેટા એ ઇન્ટરનેટનો પ્રાથમિક સ્ત્રોત હોય છે, તો તેનો ઉપયોગ દરેક દ્વારા કરવામાં આવે છે. એવામાં તેની ઉચ્ચ માંગ પ્રતિસ્પર્ધી કંપનીઓમાં વૃદ્ધિ કરે છે, અને તેના લીધે કિંમતમાં ઘટાડો થાય છે. કિર્ગિસ્તાન તેનું સારું ઉદાહરણ છે.

3. ડેટાનો ઓછો વપરાશ : જે દેશોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે, ત્યાંના લોકો ડેટાનો ઓછો ઉપયોગ કરે છે. તેના લીધે મોબાઈલ પ્લાન પણ ઓછા ડેટા વાળા હોય છે. આ કારણે પ્રતિ જીબી ખર્ચ વધી જાય છે. મલાવી અને બેનિન જેવા દેશો દ્વારા તેને સમજી શકાય છે.

4. ઉપભોગતાઓની સરેરાશ આવક : પ્રમાણમાં સમૃદ્ધ દેશ મોબાઈલ સેવાઓ માટે વધારે કિંમત લે છે, કારણ કે જનસંખ્યા સામાન્ય રીતે વધારે ચુકવણી કરી શકે છે. સાથે જ ઘણીવાર એક જ નેટવર્ક પ્રોવાઇડર હોવાને કારણે પણ કિંમત વધારે હોય છે. જર્મની, સ્વિટ્ઝરલેન્ડ અને કેનેડામાં આ કારણે જ એક જીબી ડેટાની કિંમત પ્રમાણમાં ઘણી વધારે છે.

ભારતમાં ઓછી કેમ છે ડેટાની કિંમત?

ભારતમાં પ્રતિ જીબી ડેટાની સરેરાશ કિંમત 0.09 ડોલર (લગભગ 6.72 રૂપિયા) છે. ડેટા સસ્તા હોવા પાછળનું સૌથી મહત્વપૂર્ણ કારણ રિલાયન્સ જિઓનું બજારમાં ઉતરવું છે. 2016 માં રિલાયન્સ જિઓને લોન્ચ કરવામાં આવ્યું અને ગ્રાહકોને સૌથી સસ્તા પ્લાન આપવામાં આવ્યા. ત્યારબાદ બીજી કંપનીઓએ પણ પોતાની કિંમતો ઘટાડવી પડી અને આખા દેશમાં કિંમતો ઓછી થઈ ગઈ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.