indian Railways : આ રીતે ઉપયોગ કરો સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇનો

ભારતીય રેલવે એ થોડા સમય પહેલા ફ્રી વાઈ ફાઈ (Wi-Fi) ઉપલબ્ધ કરાવવાની ઘોષણા કરી હતી. આ સેવા અંતર્ગત આખા દેશમાં 1000 થી વધારે રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ ફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેવા ‘રેલવાયર’ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એમનું લક્ષ્ય આખા દેશમાં 4791 સ્ટેશનને વાઈ ફાઈથી જોડવાનું છે. જો તમે પણ આ સેવાનો લાભ ઉઠાવવા માંગો છો, તો અમે તમને આ પોસ્ટમાં જણાવીશું કે કઈ રીતે આ સેવાનો ઉપયોગ કરી શકો છો?

જણાવી દઈએ કે આ સેવા સંપૂર્ણ રીતે ફ્રી આપવામાં આવી રહી છે. તેમજ આ આ વાઈ ફાઈ પર તમને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ થશે. અને ખાસ વાત એ છે કે વધારે ભીડ વાળા સ્ટેશન પર પણ સ્પીડમાં વધારે ફેરફાર નથી જોવા મળતો. ઘણા બધા લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે. અને જો તમે પણ એનો ઉપયોગ કરવા માંગો છો, તો નીચે જણાવેલી રીતે રેલવેના ફ્રી વાઈ ફાઈ સાથે પોતાનો ફોન કનેક્ટ કરીને એનો ઉપયોગ કરી શકો છો. રેલવે સ્ટેશન પરના ફ્રી વાઈ ફાઈ સાથે ફોન કનેક્ટ કરવાની રીત એકદમસરળ છે. આવો તમને એના વિષે જણાવીએ.

કઈ રીતે કરવો રેલવે સ્ટેશન પર મળતી ફ્રી વાઈ ફાઈની સેવાનો ઉપયોગ?

1. બધા યુઝર જેમની પાસે એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શન અને સ્માર્ટફોન છે, તે રેલવાયરની ફ્રી વાઈ ફાઈ સેવાનો લાભ રેલવે સ્ટેશન પર ઉઠાવી શકે છે.

2. જયારે તમે વાઈ ફાઈથી સજ્જ રેલવે સ્ટેશન પર પહોંચો, તો સૌથી પહેલા પોતાના ફોનના વાઈ ફાઈ સેટિંગમાં જાવ અને પછી રેલવાયર નેટવર્કને સિલેક્ટ કરો.

3. ત્યારબાદ પોતાના ફોનના બ્રાઉઝર પર Railwire.co. in વેબસાઈટ ઓપન કરો. ત્યાં તમારો ફોન નંબર દાખલ કરો અને રિસીવ એસએમએસ પર ક્લિક કરો.

4. ત્યારબાદ ફોન પર 4 અંકનો OTP (વન ટાઈમ પાસવર્ડ) આવશે. એને રેલવાયરની વેબસાઈટ પર દાખલ કરી Done પર ક્લિક કરો. તમારો ફોન વાઈ ફાઈ સાથે કનેક્ટ થઇ જશે અને તમે એનો લાભ ઉઠાવી શકશો.

સેવાને મળી રહ્યો છે જનતાનો સારો પ્રતિભાવ :

ફ્રી વાઈ ફાઈની સેવાને અને એને કારણે ભારતીય રેલવેને જનતા તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ભારતીય રેલવે દ્વારા આ સેવાને શરુ કર્યા પછીથી ઘણા એવા કિસ્સા સાંભળવામાં આવ્યા છે, જેમાં લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ઉદાહરણ તરીકે કેરલના એક કુલીએ રેલવે સ્ટેશનની ફ્રી વાઈ ફાઈ સેવાનો ઉપયોગ કરીને કેરલ પબ્લિક સર્વિસ કમિશનનું ભણતર પૂરું કર્યુ છે.

બીજા એક કિસ્સામાં એક મહિલા રીક્ષા ડ્રાઈવરે પોતાના સ્કૂલમાં ભણતા દીકરા માટે, રેલવે સ્ટેશનના ફ્રી વાઈ ફાઈ પરથી શિક્ષણને લગતી માહિતી ડાઉનલોડ કરી છે. અને હવે તે એની મદદથી પોતાના જ્ઞાનમાં વધારો કરી રહ્યો છે. આશા છે કે ભારતીય રેલવે દ્વારા આપવામાં આવી રહેલી આ સેવાનો લાભ વધારેમાં વધારે લોકોને મળશે.