IPLની 8 ટીમોમાં મળી નહિ તક, તો આધાતથી મુંબઈના બોલરે કરી આત્મહત્યા.

મુંબઈમાં એક યુવા ક્રિકેટરે આત્મહત્યા કરી લીધી, મિત્રએ જણાવ્યું આઈપીએલમાં રમવા માંગતો હતો પણ તક જ મળી નહિ

મુંબઈના એક ક્લ્બ ક્રિકેટર સોમવારની રાત્રે પોતાના મલાડ પૂર્વ સ્થિત ઘરમાં મૃત જોવા મળ્યો, એક મિત્રએ જણાવ્યું કે તેણે પોતાની જાતને મારી નાખી, કારણ કે તે આઈપીએલની આઠ ટિમો માંથી કોઈ પણમા જગ્યા બનાવી શક્યો નહિ. મુંબઇનો આ ક્રિકેટર કરણ તિવારી છે, જેને લોકલ ક્રિકેટમાં જુનિયર ડેલ સ્ટેનનું નામ મળ્યું હતું. કરણનું એક્શન અને કદ સાઉથ આફ્રિકન દિગ્ગજ બોલર ડેલ સ્ટેનથી મળતું હતું.

27 વર્ષના કરણને તિવારીના પરિવારે તેને બેડરૂમનો દરવાજો ખોલવાનું કહ્યું હતું, પરંતુ તેણે સીલિંગ ફેનથી લટકીને આત્મહત્યા કરી દીધી. પોલીસ મુજબ, રાતના સાઢા દસ વાગ્યે ગોકુલધામ કો. માં કરણ તિવારીએ આત્મહત્યા કરી છે. પોલીસે ADR (Accidental Death Report) નોંધી લીધી છે. કુરાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, “અમે એડીઆર નોંધી લીધી છે અને કેસની તપાસ ચાલુ છે.”

કુરાર પોલીસના સૂત્રો અનુસાર, 19 સપ્ટેમ્બરે યુએઈમાં શરુ થનારા આઇપીએલમાં જગ્યા ન મળવાના કારણે કરણ ઉદાસ હતો. સૂત્રો અનુસાર “કરણે ઉદયપુરમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડને ફોન કરીને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. તેના મિત્રએ કરણની બહેનને આ સૂચના આપી, જે તે જ શહેરમાં રહેતી હતી. તેની બહેને માતાને જણાવ્યું, પરંતુ ત્યાં સુધી ઘણો સમય થઇ ચુક્યો હતો. કરણ હોસ્પિટલ પોહાચે એ પહેલા જ મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો.”

બીસીસીઆઈના નિયમો અનુસાર ફક્ત તે ખિલાડી જેમને કોઈ ઉંમર વર્ગમાં રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે, તે આઇપીએલ હરાજીમાં પ્રવેશ કરવા પાત્ર છે, પરંતુ કરણે ક્યારેય રાજ્ય માટે પ્રથમ શ્રેણી, લિસ્ટ કે ટી-20 મેચ રમ્યો જ  નહીં. કરણ ઘણી વખત આઇપીએલ ટિમો માટે વાનખેડેમાં પાછલા સીઝમાં બોલિંગ કર્યા કરતા હતા, પરંતુ તેમને એટલા માટે મળ્યો નહિ કારણે કે બીસીસીઆઈના નિયમ પર તે ખરા ઉતર્યા નહિ.

કરણના નજીકના મિત્રોમાંથી એકે જણાવ્યું કે, “તે એક રાજ્યની ટિમ માટે જગ્યા મળવાની આશા કરી રહ્યો હતો, તે તેમાંથી કેટલાક સાથે વાતચીત કરતો હતો. એ ખુબ સારો ક્રિકેટર હતો અને તેણે પોતાની છેલ્લી વોટ્સઅપ સ્ટેટ્સ પર પોતાની બોલિંગ અને બેટિંગનો વિડીયો અપલોડ કર્યો હતો. ચકિત કરી દેનાર વાત એ છે કે તેણે આ કઠોર પગલું ઉઠાવવાનું પસંદ કર્યું.” પોલીસ સૂત્રોએ તે પણ જણાવ્યું કે કરણ ટેન્સનમાં હતો કારણે કે તેની પાસે કોઈ નોકરી પણ નહોતી.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.