જો થાય છે યુરિનમાં બળતરા, તો જાણો તેના લક્ષણ, કારણ અને અચૂક ઉપાય.

આજે અમે પેશાબમાં થતી બળતરા વિષે જણાવીશું, આમ તો આ સમસ્યા મહિલાઓ અને પુરુષો બન્નેમાં થાય છે, પરંતુ મોટાભાગે મહિલાઓમાં વધુ જોવા મળે છે.

પેશાબમાં દુ:ખાવો અને બળતરા થવો એક સામાન્ય બીમારી છે. ઉનાળામાં ઘણી વખત વધુ ગરમ વસ્તુનું સેવન કરવાથી કે પાણી ઓછું પીઅવાથી, શરીરનું તાપમાન વધવાથી પેશાબમાં બળતરા થવા લગે છે. આ તકલીફ ઘણા લોકોને થાય છે, જે મહિના સુધી પણ ચાલી શકે છે અને જલ્દી પણ ઠીક થઇ શકે છે. આ બીમારીને ધ્યાન બહાર કરવું જરાપણ સારું નથી.

આ બીમારીને આયુર્વેદમાં મૂત્ર ક્રચ કહે છે. જેમ બ્લેન્ડર(મૂત્રાશય)માં દુ:ખાવો અને બળતરાનો અનુભવ થવો, તરત આ બીમારીનો ઈલાજ શરુ કરી દો. નહિ તો આ બીમારી ઘણી બીમારીઓનું મૂળ બની શકે છે. નીચે થોડા ઘરેલું ઉપાય જણાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરીને આ બીમારી માંથી છુટકારો મેળવવામાં મદદ કરશે.

પેશાબમાં બળતરા થવાના કારણો :

આ સમસ્યા ૧૮ થી ૫૦ વર્ષ સુધીમાં લોકોમાં ઘણી સામાન્ય વાત હોય છે. આ સમસ્યાને અંગ્રેજીમાં ડીસ્યુરિયા પણ કહે છે. જેમાં પેશાબ કરતી વખતે બળતરા અને દુ:ખાવાનો અનુભવ થાય છે. ક્યારે ક્યારે વધુ પ્રમાણમાં થઇ જાય છે. આ કોઈ બીમારી નથી પણ આ એક મોટી બીમારીના સંકેત હોઈ શકે છે. જેવા કે

મૂત્ર પથ સંક્રમિત :

જો કોઈ વ્યક્તિને મૂત્ર માર્ગ સંક્રમિત થઇ ગયો હોય, જેને કારણે તેના મૂત્ર માર્ગમાં સોજો આવી ગયો હોય, તો તેને મૂત્ર માર્ગમાં સંક્રમિતની બીમારી થઇ શકે છે.

કીડનીની પથરી :

જો કોઈ વ્યક્તિને કીડનીમાં પથરી થઇ ગઈ હોય, જેને કારણે તેની કીડનીમાં દુ:ખાવો રહેતો હોય, તો તે વ્યક્તિ પણ આ બીમારીથી પીડિત હોઈ શકે છે.

ડીહાઈડ્રેશન :

જો કોઈ વ્યક્તિને ડીહાઈડ્રેશનની સમસ્યા છે, જેમ કે તેને વધુ તરસ લાગે છે અથવા ગળું વારંવાર સુકાઈ જાય છે. તો ડીહાઈડ્રેશનને કારણે પણ મૂત્રમાં બળતરા થવાની તકલીફ થઇ શકે છે.

પાણીની ઉણપ :

શરીરમાં પાણીની ઉણપથી થાય છે કે ક્યારે ક્યારે લીવર પ્રોબ્લેમથી પણ થાય છે.

પેશાબમાં બળતરાના લક્ષણ :

પેશાબમાં દુર્ગંધ આવવી.

બ્લેન્ડર(મૂત્રાશય)માં દુ:ખાવો થવો.

પેશાબ વારંવાર આવવો કે ઓછો આવવો.

પેશાબનો રંગ પીળો હોવો.

ટીપું ટીપું પેશાબ થવો.

પેટમાં દુ:ખાવો થવો અને મૂત્ર માર્ગમાં બળતરા થવી.

ઘરેલું રામબાણ ઉપાય :

પેશાબ કરતી વખતે થતા દર્દ અને બળતરાની સમસ્યાને દુર કરવાના અસરકારક ઘરેલું ઉપાયોને જે આ સમસ્યા માંથી આપણેને છુટકારો અપાવશે ડોક્ટર પાસે ગયા વગર.

શુદ્ધ પાણીનો ઉપયોગ :

ગરમીના સમયમાં દુષિત પાણી અને પાણીની શરીરમાં ખામી થવાને કારણે પેશાબનો રંગ પીળો પડી જાય છે અને પેશાબની નળીમાં બળતરા થવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે વધુમાં વધુ ફિલ્ટર પાણી પીવામાં ઉપયોગ કરો જો ફિલ્ટર વોટર ન મળે તો પાણીને સારી રીતે ઉકાળીને દરેક કલાકે એક ગ્લાસ પીવો. જેથી બ્લેન્ડરમાં જમા બેક્ટેરિયા પેશાબના રસ્તેથી નીકળી જાય છે અને પેશાબ કરતી વખતે થતી બળતરા અને દુ:ખાવામાં રાહત મળે છે. વારંવાર પેશાબ આવવાથી શરીરમાં થતી પાણીની ઉણપથી પણ છુટકારો મળે છે.

ફળોનું સેવન :

પેશાબમાં થઇ રહેલી બળતરામાં રાહત મેળવવા માટે આપણે સૌથી વધુ વિટામીન સી થી ભરપુર ફળો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. વિટામીન સી થી ભરપુર ફળોમાં યુરીનની અંદર ઇન્ફેકશન ઉત્પન્ન કરવા વાળા બેક્ટેરિયાને મારે છે, અને મૂત્ર દ્વારા તેને બહાર કાઢી દે છે.

આંબળા :

યુરીન બળતરામાં આંબળા પણ ઘણા ફાયદાકારક હોય છે આંબળામાં વિટામીન સીનું પુષ્કળ પ્રમાણ મળી આવે છે. જે મૂત્રાશય માર્ગમાં થઇ રહેલી બળતરા ઉત્પન કરવા વાળા બેક્ટેરિયાનો નાશ કરે છે.

નારીયેલ પાણી :

નારીયેલ પાણીમાં થોડો એવો ગોળ અને ધાણા પાવડરને મિક્સ કરીને પીવો તેનાથી બળતરા અને દુ:ખાવાની સમસ્યામાં લાભ મળશે.

હળદર :

હળદરની અંદર ઘણા ઔષધીય ગુણોનો ભંડાર મળી આવે છે, હળદર પણ આ બળતરાની સમસ્યામાં કામ આવે છે કેમ કે કુદરતી રીતે જ એન્ટીસેપ્ટિક અને જીવાણું વિરોધી હોય છે. વાટેલી હળદર ઠંડા દૂધ સાથે એક એક ચમચી સવાર સાંજ લેવાથી બ્લેન્ડરમાં જમા બેક્ટેરિયાને પેશાબના રસ્તે બહાર કાઢી દે છે.

બદામ અને ઈલાયચી :

પાંચ ગીરી બદામ અને ૭ કે ૮ ઈલાયચીના થોડા દાણા ભેગા કરીને ચૂર્ણ બનાવી લો અને તે ચૂર્ણને પાણીમાં ભેળવીને પીવો તેનાથી પેશાબમાં થતી બળતરા અને દુ:ખાવામાં જલ્દી આરામ મળશે.

બેકિંગ સોડા :

બેકિંગ સોડાની અંદર જીવાણુંવિરોધી, એન્ટી સેપ્ટિક તત્વ પણ મળી આવે છે. જો એક ચમચી બેકિંગ સોડાને એક ગ્લાસ પાણીમાં ભેળવીને પીવો છો તો, આપણી સૌથી પહેલા એસીડીટી દુર થાય છે અને સાથે જ પેશાબમાં થઇ રહેલી બળતરા પણ ઠીક થાય છે.

ઘઉં :

લગભગ એક મુઠ્ઠી ઘઉંને રાત્રે પાણીમાં પલાળીને મૂકી દો અને સવારે ઘઉંના પાણીને સ્વચ્છ કપડાથી ગાળી લો એક ગ્લાસમાં અને તેમાં સ્વાદ મુજબ સાકર ભેળવી દો અને તે પીવો તેનાથી બળતરામાં ઘણો આરામ મળશે.

ધાણા :

રાત્રે સુતા સમયે લગભગ ૧૦ ગ્રામ ધાણાને પલાળી દો અને તેને સવારે વાટીને પાણીમાં ભેળવી લો અને તેને સ્વચ્છ કપડાથી ગાળી લો અને તેમાં સાકર ભેળવીને દિવસમાં ત્રણ ચાર વખત પીવો. કેમ કે ધાણાની તાસીર ઠંડી હોય છે. જે પેટને ઠંડુ રાખે છે અને તેનાથી પેશાબમાં થયેલા ઇન્ફેકશનમાં આરામ મળે છે.

ચંદન :

૫ થી ૧૦ ટીપા ચંદનનું તેલ લો અને તેને પતાશાની ઉપર નાખીને દિવસ આખામાં ૨ થી ૩ વખત ખાવ તેનાથી પેશાબમાં થઇ રહેલી બળતરામાં આરામ મળશે.

થોડા બીજા ઘરેલું ઈલાજ :

તુલસીના બીજના હિમજરા અને દાણાદાર સાકરને દૂધ સાથે સવાર સાંજ એક બે દિવસ સુધી લેવાથી પેશાબની બળતરા શાંત થઇ જાય છે.

રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણીમાં ૧ ચમચી ધાણા પાવડર ભેળવીને મૂકી દો અને સવારે તેને ગાળીને ગોળ કે સાકાર ભેળવીને પીવો.

દાડમના છોતરા સુકવીને ઝીણા વાટી લો. દરરોજ ૪ ગ્રામ ચૂર્ણ તાજા પાણીમાં બે ત્રણ વખત પેવાથી પેશાબની બળતરા શાંત થઈ જાય છે અને વારંવાર પેશાબ નહિ આવે. તે ૧૦ દિવસ ખાવ અને ચોખાથી દુર રહો.

ઠંડા ખાંડની રાબમાં પાંચ ટીપા ચંદનનું તેલ નાખીને પીવાથી પેશાબની બળતરા અને પીડા મટી જાય છે.

બદામની પાંચ ગીરી અને ૭ નાની ઈલાયચી મીસરી સાથે વાટી લો. તેને એક ગ્લાસ પાણીમાં ઘોળીને પીવાથી દુ:ખાવો અને બળતરા બળતરા ઓછા થવા લાગે છે.

મૂળાના પાંદડાના અડધો કિલો રસમાં ત્રણ માશે કલમી શોરા ભેળવીને પીવાથી પેશાબ ખુલીને આવશે અને બળતરા દુર થઇ જશે.

પાણીનું પ્રમાણ વધારી દો, પાણી, શરીર માંથી સંક્રમણ ફેલાવવા વાળા બેક્ટેરિયા અને શરીરના કચરાને બહાર કાઢી દેશે. સાથે જ ડીહાડ્રેશન માંથી પણ મુક્તિ અપાવશે. તમે ધારો તો પાણી યુક્ત ફળોનું સેવન પણ કરી શકો છો.

નારીયેલ પાણી પીવાથી પણ પેશાબની બળતરા દુર થઇ જાય છે. શરીરમાં થતી પાણીની ખામી પૂરી થવા સાથે સાથે અનેક મિનરલ્સ પણ મળી જાય છે.

પેશાબ કરતી વખતે દુ:ખાવો કે પછી વારંવાર ઉઠીને પેશાબ જવું પડે. કોઈ પણ સ્થિતિમાં ૧ ગ્લાસ પાણીમાં ૧ ચમચી બેલીંગ સોડા ભેળવીને પીવાથી પેશાબમાં રહેલા એસીડીટી ઓછી થઇ જાય છે. જેથી તકલીફમાં આરામ મળે છે.

જો તમને કીડનીમાં પથરીને કારણે પેશાબમાં બળતરા થઇ રહી છે અને દુ:ખાવો થાય છે, તો બીયર પીવાથી લાભ મળી શકે છે. તેનાથી સ્ટોન ઓગળીને શરીર માંથી બહાર નીકળી જશે. આ ઉપાય કરતા પહેલા ડોક્ટર સાથે ચર્ચા વિચારના જરૂર કરો.

થોડા દિવસો સુધી હુંફાળું પાણી પીવો. તેનાથી પેશાબ કરતી વખતે થતા દુ:ખાવામાં આરામ મળશે. કાચા દૂધમાં થોડું પાણી ભેળવીને પીવાથી પણ ફાયદો થાય છે. તે ઉપરાંત પાણીમાં થોડી એવી ફટકડી નાખીને દિવસમાં ૩ વખત પીવાથી દુ:ખાવો ઠીક થઇ જાય છે.