ઈ.સ 1462 પછી રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે દુલર્ભ સંયોગ, રાખો આ વાતોનું ધ્યાન.

ઈ.સ 1462 પછી 3 ઓગસ્ટ, 2020 એ બની રહ્યો છે દુર્લભ સંયોગ, ગુરુ અને શનિ પોતાની રાશિમાં થશે વક્રી, આ વાતોનું રાખો ધ્યાન

ગુરુ શનિ વક્રી : તે વર્ષે 22 જુલાઇના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે રક્ષાબંધન ઉપર રાહુ મિથુન રાશિમાં, કેતુ ધન રાશિમાં છે.

ગુરુ શનિ વક્રી : આ વખતે રક્ષાબંધન ખૂબ જ વિશેષ છે. આ અત્યંત દુર્લભ સંયોગો વચ્ચે આવી રહી છે. તેની અસર પણ ઊંડી રહેશે. આગામી 3 ઓગસ્ટે રક્ષાબંધન ઉપર 29 વર્ષ પછી શુભ સંયોગ ઉભો થઇ રહ્યો છે. સૌથી અગત્યની બાબત એ છે કે 558 વર્ષ પછી શ્રાવણ મહિનાની પુનમ ઉપર ગુરુ અને શનિ તેમની રાશિમાં પાછા આવશે. સોમવાર 3 ઓગસ્ટ સાથે શ્રાવણ મહિનાની છેલ્લી તિથી પુનમ છે. આ તિથી ઉપર રક્ષાબંધન ઉજવવામાં આવે છે.

આ વખતે રક્ષાબંધન ઉપર વિશેષ યોગ ઉભા થઇ રહ્યા છે સવારે 9:30 વાગ્યે ભદ્રા રહેશે. ભદ્રા પછી જ બહેનોએ તેમના ભાઈના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધવું જોઈએ. 9.30 પછી આખો દિવસ રાખડી બાંધી શકાય છે. 3 તારીખના રોજ સવારે 9.30 વાગ્યા પછી દિવસ આખો શ્રવણ નક્ષત્ર રહેશે. પુનમ ઉપર પૂજા કર્યા પછી તમારા ગુરુના આશીર્વાદ પણ જરૂર લો.

રક્ષાબંધન ઉપર ગુરુ પોતાની રાશી ધનમાં અને શનિ મકર રાશિમાં પાછા ફરશે. આ દિવસે ચંદ્ર ગ્રહ પણ શનિની સાથે મકર રાશિમાં રહેશે. શતાબ્દી વર્ષના પંચાંગ મુજબ આવા યોગ 558 વર્ષ પહેલાં 1462 માં બન્યા હતા. તે વર્ષે 22 જુલાઈના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

આ વખતે રક્ષાબંધન ઉપર રાહુ મિથુન રાશિમાં, કેતુ ધન રાશિમાં છે. 1462 માં પણ રાહુ-કેતુની આ સ્થિતિ હતી. સાથે જ શ્રાવણ માસનો સોમવાર અને પુનમ એક સાથે હોવાથી આનંદ યોગ સર્વાર્થ સિદ્ધ યોગ શ્રાવણ યોગ ઉભા થઇ રહ્યા છે, જે આજથી 29 વર્ષ પહેલા 1991 માં ઉભો થયો હતો, આ વર્ષે રક્ષાબંધન ઉપર ભદ્રાનો પડછાયો પણ નહિ રહે.

વિધિ પૂર્વક સવારે પૂજા કરો

રક્ષાબંધનના દિવસે વહેલી સવારે ઉઠી જવું જોઈએ. સ્નાન કર્યા પછી દેવો-દેવતાઓની પૂજા કરો. પિતૃ માટે ધૂપ ધ્યાન કરો. આ શુભ પ્રવૃત્તિઓ પછી પીળા રેશમી કપડામાં સરસીયું, કેસર, ચંદન, ચોખા, દુર્વા અને તમારી શક્તિ અનુસાર સોનું અથવા ચાંદી મુકીને દોરો બાંધીને રક્ષાસૂત્ર બનાવો.

ત્યાર પછી, ઘરના મંદિરમાં એક કળશ સ્થાપિત કરો. તેના ઉપર રક્ષાસૂત્ર મૂકો, તેની પદ્ધતિપૂર્વક પૂજા કરો. પૂજામાં ફૂલહાર ચડાવો. કપડાં અર્પણ કરો, ભોગ ચડાવો, દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા કર્યા પછી જમણા હાથના કાંડા ઉપર બંધાવી લેવું જોઈએ. બહેનો સુકા નાળિયેરનો દડો ન રાખે, પાણી વાળું નાળિયેર આપે.

દીર્ધાયુ આયુષ્માનનો શુભ સંયોગ

બ્રાહ્મણો તેમના યજમાનો માટે આ રક્ષાસૂત્ર ધારણ કરાવે છે અને શ્રાવણી ઉપા કર્મ પણ કરે છે. આ વર્ષે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. સ્વર્ણ પદક પ્રાપ્ત કરવા માટે જ્યોતિષાચાર્ય ડો. પંડિત ગણેશ શર્માના જણાવ્યા અનુસાર ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર વર્ષ રક્ષાબંધન આ વખતે ઘણો જ વિશેષ હશે, કેમ કે આ વર્ષે રક્ષાબંધન ઉપર સર્વાર્થ સિદ્ધી અને દીર્ઘાયુ આયુષ્યમાનના શુભ યોગ બની રહ્યા છે. રક્ષા બંધન ઉપર આ શુભ સંયોગ 29 વર્ષ પછી આવે છે.

ભાઈ અને બહેન આ બાબતોનું વિશેષ ધ્યાન રાખે

સાથે જ આ વર્ષે ભદ્રા અને ગ્રહણનો પડછાયો પણ રક્ષાબંધન ઉપર પડતો નથી. જે ભાઈ બહેનો કોરોનાને લીધે દૂર છે, તે ઉતાવળ ન કરે, જ્યાં છે ત્યાંથી રક્ષાબંધનની ઉજવણી કરો. વિડિઓ કોલ, ઓડિયો કોલ દ્વારા એક બીજાને જુવો, પ્રાર્થના કરો, લાંબા આયુષ્યની કામના કરો. આ વખતે શ્રાવણ પુનમ સાથે મહિનાનું શ્રાવણ નક્ષત્ર પણ આવી રહ્યું છે, તેથી ઉત્સવની શુભતા ઘણું વધી જાય છે. શ્રાવણી નક્ષત્રનો સંયોગ આખો દિવસ ચાલશે.

રાખડી બાંધવાનો શુભ સમય

રાખડી બાંધવાનો શુભ સમય આ રીતે રહેશે કુંભ, સિંહ, વૃશ્ચિક ચોઘડિયામાં રાખડી બાંધવી શુભ રહેશે સવારે 9.30 થી બપોરે 10.30 સુધી, બપોરે 1.30 થી સાંજના 7.30 સુધી, અને રાત્રે 10.30 થી 12 વાગ્યા સુધી રાખડી બાંધવી અને બંધાવવી શુભ અને લાભદાયક રહેશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.