શું સ્મોલ ફાઈનેંસ બેંકોમાં એકાઉન્ટ ખોલાવવું છે સુરક્ષિત? જાણો કેમ વધારે વ્યાજ આપે છે આ બેન્ક.

બીજી બેંકો કરતા કેમ વધુ વ્યાજ આપે છે સ્મોલ ફાઈનેંસ બેન્ક, જાણો ખાતું ખોલાવવું સુરક્ષિત છે કે નહિ. આજકાલ સરકારી અને પ્રાઇવેટ સેક્ટરની મોટાભાગની બેંક જમા રકમ ઉપર ઘણું જ ઓછું વ્યાજ આપે છે. સેવિંગ્ઝ એકાઉન્ટ (Savings Account) ઉપરાંત ફિક્સ્ડ ડીપોઝીટ (FD) અને રીકરીંગ ડીપોઝીટ (RD) માં પણ પહેલાની સરખામણીમાં વ્યાજ દર ઓછા થઇ ગયા છે. અને અમુક સ્મોલ ફાઈનેંસ બેંક (Small Finance Bank) સેવીગ્ઝ એકાઉન્ટ ઉપર 7 ટકા સુધી વ્યાજ આપી રહ્યા છે.

જયારે સરકારી ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈંડીયા (SBI) સેવિંગ્ઝ એકાઉન્ટ ઉપર 3 ટકાથી પણ ઓછું વ્યાજ આપી રહી છે. તેવામાં લોકોનો વિશ્વાસ સ્મોલ સેવિંગ્ઝ બેંકો ઉપર ડગમગવા લાગે છે. લોકો વિચારે છે કે શું આ બેંકોમાં ખાતું ખોલવવું સુરક્ષિત રહેશે. આજે 20 ઓક્ટોબર, 2020ના રોજ Equitas Small Finance Bank આઈપીઓ લઈને આવી રહ્યા છે. આ સમયે જાણો કેટલી સુરક્ષિત છે સ્મોલ ફાઈનેંસ બેંક.

શું છે સ્મોલ ફાઈનેંસ બેંક : કેન્દ્ર સરકારે વર્ષ 2015માં 10 સ્મોલ ફાઈનેંસ બેંકોને લાયસન્સ આપ્યા હતા. આમ તો મોટી બેંકોની સરખામણીમાં સ્મોલ ફાઈનેંસ બેંકોની કામગીરીઓ મર્યાદિત હોય છે. એવી બેંકોનો 50 ટકા લોન પોર્ટફોલિયો 25 લાખ રૂપિયા સુધીની શ્રેણીમાં હોવો જોઈએ. તેનો અર્થ એ છે કે તે બેંક મોટી લોન નથી આપી શકતી. તેથી તેની સામે સમસ્યાઓ નથી આવતી. આમ પણ જોવામાં આવે તો મોટી સરકારી કે પ્રાઈવેટ બેંકોએ આપેલી મોટી લોનની વસુલાતમાં તકલીફ પડે છે. તેમાં છેતરપીંડીની સંભાવના વધુ રહે છે.

રીઝર્વ બેંક ઓફ ઇંડિયા કરે છે જાળવણી : આ સ્મોલ ફાઈનેંસ બેંકોની જાળવણી રીઝર્વ બેંક ઓફ ઇંડિયા (RBI) કરે છે. કેન્દ્રીય બેંક તરફથી આ બેંકો માટે ઘણા કડક નિયમો લાગુ કરવામાં આવે છે. આ નિયમોને કારણે જ સ્મોલ ફાઈનેંસ બેંકોમાં બચત ખાતું ખોલાવવું કે રોકાણ કરવું સુરક્ષિત છે.

કેટલી રકમ રહે છે સુરક્ષિત : સ્મોલ ફાઈનેંસ બેંકોમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ એટલી જ સુરક્ષિત રહે છે, જેટલી સ્ટેટ બેંક ઓફ ઇંડિયા (SBI) કે બીજી કોઈ સરકારી બેંક કે પ્રાઈવેટ બેંકોમાં. આમ તો સ્મોલ ફાઈનેંસ બેંક સીધી રીઝર્વ બેંક ઓફ ઇંડિયા (RBI)ની દેખરેખ હેઠળ કામ કરે છે.

ઇન્શ્યોરન્સ હેઠળ થાય છે જમા રકમ : સ્મોલ ફાઈનેંસ બેંક પણ પીયુસી અને બીજી પ્રાઈવેટ બેંકોની જેમ રીઝર્વ બેંક તરફ થી યાદીમાં આવતી બેંકો તરીકે ક્લાસીફાઈડ હોય છે. એટલા માટે સ્મોલ ફાઈનેંસ બેંકોમાં 5 લાખ રૂપિયા સુધીની ડીપોઝીટ ઇન્શ્યોરન્સ એંડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (DICGC) ના ડીપોઝીટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ હેઠળ વીમા વાળી હોય છે.

શું સુરક્ષિત છે આ બેંકોમાં રોકાણ : સ્મોલ ફાઈનેંસ બેંકોમાં ફિક્સ્ડ ડીપોઝીટ કે કોઈ પણ બીજા રોકાણ પીએસયુ અને પ્રાઇવેટ સેક્ટરની બીજી બેંકોની જેમ જ સુરક્ષિત રહે છે. જો તમે ફિક્સ ડીપોઝીટમાં પૈસા રોકાણ કરો છો, તો એક જ બેંકમાં બધા પૈસા જમા ન કરો. સારું એ રહેશે કે અલગ અલગ સ્મોલ ફાઈનેંસ બેંકોની એફડી સ્કીમમાં પૈસા રોકાણ કરો. સ્મોલ ફાઈનેંસ બેંકમાં પણ 5 લાખ રૂપિયા સુધીની રકમ ડીઆઈસીજીસી ની ડીપોઝીટ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામ હેઠળ વીમા હેઠળ હોય છે. એટલા માટે એક બેંકમાં 5 લાખ રૂપિયા સુધીની રકમનું રોકાણ કરવું સુરક્ષિત રહે છે.

કેમ આપે છે આ બેંક વધુ વ્યાજ: સરકારી કે મોટી પ્રાઇવેટ બેંકો પાસે ઘણી રોકડ રહેલી હોય છે. એટલા માટે વધુ જમા રકમ મેળવવામાં તેનું વ્યાજ ઘટી જાય છે. અને સ્મોલ ફાઈનેંસ બેંકો સાથે તેનાથી એકદમ ઉલટું હોય છે. વધુ જમા રકમ મેળવવા માટે સ્મોલ ફાઈનેંસ બેંક ડીપોઝીટ ઉપર વધુ વ્યાજ આપે છે. એટલા માટે સ્મોલ ફાઈનેંસ બેંકોમાં રોકાણ કરવું સુરક્ષિત છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.