લગ્ન પછી કેટલી બદલાઈ ગઈ છે ઈશા અંબાણી. ૧૩ માં દિવસે પતિ-સાસુ સાથે આ લુક મા જોવા મળી.

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલ ૧૨ ડીસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. એમના લગ્નમાં બોલીવુડ અને બીજા ક્ષેત્રોની તમામ મોટી વ્યક્તિઓ પહોંચી હતી. માનવામાં આવી રહ્યું છે ઈશા અંબાણીના લગ્ન ન માત્ર આ વર્ષના પરંતુ દશકના સૌથી મોટા લગ્ન છે. લગ્ન પછી ઈશા અંબાણી પહેલી વખત પબ્લિક અપીયરેંસમાં સ્પોટ કરવામાં આવી.

ખાસ કરીને હાલમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલના (Dhirubhai Ambani International School) એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઘણી સેલીબ્રીટીઝએ ભાગ લીધો. મુકેશ અંબાણી પોતાના આખા પરિવાર સાથે અહિયાં પહોંચ્યા હતા. જણાવી દઈએ કે આ સ્કુલમાં બોલીવુડ સહીત બીજા ક્ષેત્રના કેટલાય મોટા વ્યક્તિઓના બાળકો ભણે છે.

મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી તો હતી જ અને ઈશા પણ પતિ આનંદ પીરામલ સાથે જોવા મળી. તે દરમિયાન આનંદ પીરામલની માં અને ઈશાની સાસુ સ્વાતી પીરામલ પણ હાજર હતી. લગ્ન પછી ઈશા પહેલી વખત કોઈ પ્રોગ્રામમાં હાજરી આપવા પહોંચી હતી. ઈશા એકદમ સિમ્પલ લુકમાં હતી. તેણે ફલોરલ ડ્રેસ પહેર્યો હતો.

ઈશા ઉપરાંત તેના ભાઈ આકાશ અંબાણી પણ ત્યાં આવ્યા હતા. આકાશની સંબંધી શ્લોકા મેહતા પણ જોવા મળી. આકાશ અને શ્લોકા હાથમાં હાથ નાખીને જોવા મળ્યા. જણાવી દઈએ કે આકાશ અને શ્લોકાની સગાઈ આ વર્ષે જુલાઈમાં થઇ હતી. સગાઈનું ફંક્શન મુકેશ અંબાણીના મુંબઈમાં આવેલા ઘર એન્ટિલીયામાં થયું હતું. જેમાં બોલીવુડના તમામ કલાકારો આવ્યા હતા.

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી પણ જોવા મળ્યા. તે પહેલા એન્યુઅલ ફંક્શનમાં એશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. આરાધ્યાએ સ્કુલમાં એક પરફોર્મન્સ આપ્યું હતું. સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન દીકરીનો વિડીયો બનાવી રહ્યા હતા.

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ ઘણી પ્રખ્યાત સ્કુલ છે. એનું સંચાલન પોતે નીતા અંબાણી કરે છે. અને ભારતના મોટા મોટા શહેરોમાં તેની શાખાઓ આવેલી છે. ઉચ્ચ સ્તરનું શિક્ષણ ત્યાં આપવામાં આવ્યું હોવાથી લોકો પોતાના બાળકોને આ સ્કુલમાં મોકલે છે. એ વાત પણ છે કે આ સ્કુલની ફી મધ્યમવર્ગના લોકો અને ગરીબોને પરવડે એમ નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.