હવે પાકિસ્તાનમાં પાંદડું પણ હલશે તો પડી જશે ખબર કારણ છે આપણું ઈસરો, પાકિસ્તાન ક્યાં શું થાય છે બધું HDમાં દેખાશે

પાકિસ્તાનમાં જો પાંદડું પણ હલે છે તો ભારતની સેનાને એની ખબર પડી જાય છે. અને એવું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) ના સેટેલાઇટ દ્વારા શકય થાય છે. ઈસરોના સેટેલાઇટ પાકિસ્તાનના ખૂણે ખૂણાની ખબર રાખે છે અને સેનાને જણાવે છે.

આંકડા અનુસાર, પાકિસ્તાનના કુલ 8.8 લાખ વર્ગ કિલોમીટર માંથી 7.7 લાખ વર્ગ કિલોમીટર વિસ્તારની દેખરેખ ઈસરો કરે છે. અને એમનું એચડી મેપિંગ કરી સેનાના કમાંડરો સુધી પહોંચાડે છે. એટલું જ નહિ, આ સેટેલાઇટ એચડી ક્વોલિટીના ફોટા સેના સુધી પહોંચાડે છે. જેનો ઉપયોગ સેનાની જમાવટ અને રક્ષા રણનીતિ માટે કરવામાં આવે છે.

જણાવી દઈએ કે ઈસરો આ સમયે 14 દેશોના કુલ 55 લાખ કિલોમીટર ભાગ પર નજર રાખે છે. પરંતુ ચીન વિષે સ્પષ્ટ જાણકારી ઉપલબ્ધ નથી.

પાકિસ્તાનમાં ઘૂસીને બે સફળ સર્જિકલ સ્ટ્રાઇક કર્યા પછી કહેવાનો અર્થ એ છે કે, આતંક ફેલાવતા આંતકવાદીઓને છુપાડીને રાખવા માટે પાકિસ્તાન ભલે ગમે એટલું જુથ્થું બોલે, પણ એમની પળ પળની જાણકારી ભારત પાસે હોય છે.

ભારતીય સેનાને આ શક્તિ ઈસરોને કારણે મળી છે. જેણે હાલના વર્ષોમાં સ્પેસ ટેક્નોલીજીમાં દુનિયામાં ભારતનું નામ જમાવ્યું છે. આજે આપણા સેટેલાઇટ પાકિસ્તાનની 87% જમીનના ખૂણે ખૂણાની જાણકારી ભેગી કરવા સક્ષમ છે, અને એ પણ હાઈ ડેફિનેશન ક્વોલિટી વાળા ફોટા અને વિડીયો સાથે.

એક ખુશ ખબર એ છે કે પાકિસ્તાન માંથી ગઈ કાલે રાત્રે આપણા રીયલ લાઈફ હીરો એવા પાયલટ અભિનંદન પાછા ભારત આવી ગયા છે. તેમજ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઈસરોનું હેડક્વાર્ટર બેંગલૂરૂમાં છે. તે અંતરિક્ષ વિભાગ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે અને જે સીધા ભારતનાં પ્રધાનમંત્રીને રિપોર્ટ મોકલે છે. ભારતમાં ઈસરોનાં કુલ 13 સેન્ટર છે. આ સંસ્થા આપણી સેનાને દરેક સંભવ મદદ કરે છે.

તેમજ ઈસરોની સ્થાપના ડૉ. વિક્રમ સારાભાઈએ સન 1969 માં સ્વતંત્રતા દિનનાં દિવસે કરી હતી. ડૉ. વિક્રમ સારાભાઈને અંતરિક્ષ કાર્યક્રમનાં જનક પણ માનવામાં આવે છે. જાણીને આનંદ થશે કે અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન, ચીન સહિત ભારત દુનિયાનાં તે 6 દેશોમાં સામેલ છે, જે પોતાની જમીન પર સેટેલાઈટ બનાવવા અને તેને લૉન્ચ કરવાની ક્ષમતા રાખે છે. પાકિસ્તાન પાસે એવી કોઈ શક્તિ નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.