માયાભાઈ દ્વારા જાદવ ભાભા ની સ્ટાઈલ માં પાર્વતીજી ની મોજડી

maya bhai ahir

વાહ માયા ભાઈ વાહ
લોક સાહિત્ય જગત અને ભજનનો હરતો ફરતો ભંડાર એટલે માયાભાઈ. મુળનામ માયાભાઈ વિરાભાઈ આહિર, મહુવા તાલુકાના બોરડા ગામ પાસેનો આહિરોનો નેસ, કુંડવી ગામ, પ્રાથમિક અને માધ્યમિક ૧૦ ધોરણ સુધીનું જ ભણતર અનુક્રમે કુંડવીમાં-બોરડામાં અને ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું. જીભનાં ટેરવે ‘માં સરસ્વતી’નો વાસ એવો કે લોક સાહિત્યની ખળખળ વહેતી ગંગા જ જોઈ લ્યો. લોકસાહિત્યની શરૂઆત: સૌ પ્રથમ લોકસાહિત્યનો કાર્યક્રમ મહુવાનાં આંગણે અને બીજો કાર્યક્રમ ભાવનગરમાં કર્યો, અને તેની સુવાસ ગુજરાત અને ભારતના સીમાડાઓ વટાવી પરદેશમાં પણ પહોંચી. છેલ્લા ૧૨ વર્ષમાં ૩૦૦૦ જેટલા કાર્યક્રમો આપી ચૂકયા છે.

વિદેશ માં પણ ઈંગ્લેન્ડ, યુ.એસ.એ., આફ્રિકા, કેનેડા અને દુબઈમાં કાર્યક્રમો આપી ચૂકયા છે. કલાકારો લોક સાહિત્યને જીવાડતા નથી પણ લોક સાહિત્ય કલાકારોને જીવાડે છે. તાલ, સૂર અને સ્વરનો ત્રિવેણી સંગમ એટલે લોક સાહિત્યની ગંગા-યમુના અને સરસ્વતી છે. અને એટલે જ તેઓ માને છે કે ભલે લોક સાહિત્યકારો માથે ન હોય નળીયા તો પણ તેને તો ડાયરો એટલે મોજે દરિયા. વિચારમંત્ર : લોક સાહિત્યના કાર્યક્રમો દ્વારા દેશ-દાઝ ઉભી કરવી, ભારતીય સંસ્કૃતિની સેવા કરવી, ભારતની એકતા, અખંડીતતા જાળવી રાખવા, લોક સાહિત્યના વારસાની જાળવણી કરતા-ગાતા અને વહેતા રહેવું એ જ જીવનમંત્ર છે. લોક કલાકારોને સંદેશો : સૌરાષ્ટ્રની ભાતગિળ લોક સાંસ્કૃતિનું જતન કરવા માટે તેની સાચી પરખ કેળવવી અને તેના સથવારે જીવનમાં આગળ વધવું.

વિડીયો