જગન્નાથ પુરીમાં દરેક ગુજરાતી યાત્રીઓ માટે AC રૂમો પણ મફત મળશે જાણો બધીજ વિગત

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, આપણા દેશમાં ઘણી સંસ્થાઓ એવી છે જે સમાજ કલ્યાણ અને લોકોને મદદરૂપ થાય એવા કાર્યો કરે છે. ઘણી સંસ્થાઓ ભૂખ્યાને ભોજન અને જરીયાતમંદને વસ્ત્રો આપવાનું કામ કરે છે. અને ઘણી સંસ્થાઓ ગરીબ બાળકોને મફતમાં કે રાહત દરે ભણતર પૂરું પાડવાનું કામ કરે છે. તમારામાંથી ઘણા લોકો એવા હશે જે આવી કોઈ સંસ્થા સાથે જોડાયેલા હશે અને લોક કલ્યાણનું કામ કરતા હશે.

મિત્રો, આજે અમે તમારા માટે એવી જ એક ખાસ જાણકારી લઈને આવ્યા છીએ. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા એક ખાસ પ્રોજેક્ટ વિષે જણાવવામાં આવી રહ્યું છે. તેમનો આ પ્રોજેક્ટ લોકોની સહાયતા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જગન્નાથપુરીમાં દુનિયાના કોઈપણ વ્યક્તિ માટે ફ્રી માં જમવાનું તથા AC રૂમમાં રહેવાનું, તેમજ અનેક બાળકોને એક પણ પૈસો લીધા વગર ભણાવવાનું કાર્ય કરવામાં આવશે. પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી દ્વારા આ એક ખુબ સરસ કાર્ય થઇ રહ્યું છે, તો આવો તેના વિષે થોડી જાણકારી આપીએ.

જગન્નાથપુરીમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા એક મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેના પરિસરમાં આ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

18 એકર જમીનમાં મંદિરની સાથે સાથે ત્યાં રોકાવા, જમવા અને વિદ્યાર્થીઓના ભણવાની સગવડ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, હાલ 200 લોકો રહી શકે એટલી સગવડ તો થઈ ગઈ છે. અને લોકો સેવાનો લાભ લઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ બાકીનું કામકાજ પણ પૂરું થઈ જશે.

સંપૂર્ણ કામ પૂરું થઈ ગયા પછી અહીના મંદિરની લંબાઈ 245 ફૂટ અને પહોળાઈ 268 ફૂટ, તેમજ ઉંચાઈ 165 ફૂટ હશે.

આ ભવ્ય મંદિરના પરિસરમાં લોકોને રહેવા અને જમવાની વ્યવસ્થા ફ્રી માં આપવામાં આવશે. તેમજ 2000 કોલેજિયન વિદ્યાર્થીઓને મફતમાં ભણાવવામાં આવશે.

અહીં યાત્રિકો માટે 596 રૂમ બનાવવામાં આવ્યા છે. અને એકસાથે 2000 વિદ્યાર્થીઓ રોકાઈ શકે એવી હોસ્ટલ બનાવવામાં આવી રહી છે.

તેમજ મંદિર પરિસરમાં 2 મોટા કથા મંડપ, એસી હોલ અને 2 વિશાળ ભોજનાલય છે.

આ મંદિર રેલ્વે સ્ટેશનથી 5 કિલોમીટર દુર છે. અને જો તમે અગાઉથી જાણ કરીને જશો તો સ્વયંસેવકો તમને ત્યાંથી મંદિરે લઈ પણ જશે અને પાછા મુકી પણ જશે. એ પણ મફત સુવિધા.

આવી સુવિધાઓથી સજ્જ આ હિંદુ મંદિર કેટલાય પ્રવાસીઓને આશરો આપશે, એમને જમવાનું પૂરું પાડશે અને વિદ્યાર્થીઓને ફ્રી માં ભણતર પૂરું પાડશે. તેમજ અહીં સભા અને કથાઓ થશે જેનાથી લોકોમાં ભક્તિ ભાવ બન્યો રહે અને એમનું જીવન પ્રભુમય રહે.

એડ્રેસ :

SHREE SWAMINARAYAN TEMPLE – JAGANNATH PURI

Puri-Konark Marine Dr,

Mohanipur, Odisha 752002

PHONE : (915)2288671, +91 80000 58506/5

WHATSAPP : +91 80000 58506

EMAIL : purimandir@gmail.com

શ્રી સ્વામીનારાયણ મંદિર – જગન્નાથ પૂરી

પૂરી-કોનાર્ક મરીન ડ્રાઈવ,

મોહાનીપુર, ઓડિશા 752002

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

ફોટો :