જૈન-ગુજરાતી સમાજનો હુકમ, લગ્ન કરવા હોય તો કરો પરંતુ તે પહેલા કોઈ…..

લગ્નને લઈને જૈન-ગુજરાતી સમાજે લીધા આ મોટા નિર્ણય, લગ્ન કરો પણ પહેલા કોઈ….

કહેવાય છે કે સમયની સાથે ચાલવું જોઈએ અને માણસને જે નાની વાતોથી ખુશી મળે છે તે કરવી જોઈએ. તેમાં બસ એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તેનાથી કોઈને મુશ્કેલી ન થાય. પરંતુ અમુક એવા પણ લોકો છે જે સમયની સાથે ચાલવા નથી માંગતા, તેમના પોતાના તર્ક છે. કાંઈક એવા પ્રકારના સમાચાર ભોપાલથી સાંભળવા મળી રહ્યા છે. અહીંના જૈન અને ગુજરાતી સમાજની પંચાયતે લગ્ન પહેલા પ્રી વેડિંગ શૂટ અને લેડીઝ સંગીત કાર્યક્રમોમાં કોરિયોગ્રાફર બોલાવીને ડાંસ શીખવા-શીખવાડવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પ્રકારનો બેન લગાવવા પાછળ બંને સમાજનો તર્ક એ છે કે, તે અમારી સંસ્કૃતિ વિરુદ્ધ છે. તેના કારણે સમાજમાં ઘણા પ્રકારની સમસ્યા થઈ રહી છે. ગુજરાતી સમાજના કાર્યકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભોપાલના લગ્નમાં પ્રી-વેડિંગ શૂટ અને કોરિયોગ્રાફી નહિ થાય. ભોપાલ ગુજરાત સમાજના અધ્યક્ષ અને ગુજરાતી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી સંજય પટેલે કહ્યું કે, ગુજરાતી સમાજના કાર્યકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે પ્રી-વેડિંગ શૂટ કરાવવામાં આવી રહ્યા છે તેના પર પ્રતિબંધ લાગવો જોઈએ.

સાથે જ તેમણે કહ્યું કે, જે મહિલા સંગીતના નામ પર કોરિયોગ્રાફરની એંટ્રી થઈ રહી છે, તેને પણ અટકાવવા માટે અમે સમાજના સભ્યોને નિવેદન કરીશું. આ નિર્ણયને વખાણવામાં આવ્યો છે, જે નહિ માને તેમને સમાજથી અલગ કરીને બહિષ્કાર કરવામાં આવશે.

રાજધાની ભોપાલના જૈન સમાજ પંચાયતે તેની શરૂઆત કરતા પ્રી-વેડિંગ, કોરિયોગ્રાફી અને જાનમાં મહિલાઓના ડાંસ કરવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. જૈન સમાજના અધ્યક્ષ પ્રમોદ હિમાંશુ જૈનનું કહેવું છે કે, તેમના ગુરુઓએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો અને તેને અશ્લીલ ગણાવતા તેના પર પ્રતિબંધ લગાવવાની સલાહ આપી હતી.

આ વાત પર અમલ કરતા તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય સમાજની પંચાયતે લીધો છે. હવે જૈન સમાજના કોઈ લગ્નમાં ન તો પ્રી-વેડિંગ શૂટ થશે અને ન તો લગ્નમાં કોઈ પરિવાર કોઈ બહારના વ્યક્તિને ડાંસ શીખવવા માટે બોલાવશે, અને ન તો મહિલાઓ ડાંસ કરશે. આ નિર્ણય સમાજના દરેક લોકો માટે છે. તેમજ સિંધી પંચાયતના અધ્યક્ષ અને રિટાયર્ડ આઈએએસ ભગવાન દેવે કહ્યું કે, પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ અમે પણ તૈયાર કરી લીધો છે, જેને આગલી પંચાયત બેઠકમાં મુકવામાં આવશે.

ઘણીવાર જોવામાં આવ્યું છે કે, પ્રી-વેડિંગ શૂટ પછી લગ્ન તૂટી જાય છે અને સમાજમાં આખા પરિવારે શરમ અનુભવવી પડે છે. પંચાયતોએ ભલે જ નિર્ણય સંભળાવ્યો હોય પણ યુવા આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. યુવા છોકરીઓનું કહેવું છે કે, તેમની આઝાદી છે કે તેઓ પોતાના લગ્નમાં શું ઈચ્છે છે. તેના પર પ્રતિબંધ લગાવવો ખોટું છે. જો પ્રતિબંધ લગાવવો જ છે તો દહેજ લેવા અને માંગવા પર લગાવો જોઈએ. આ રીતના નિર્ણયથી દેશ આગળ વધવાની જગ્યાએ પાછળ જશે.

આ માહિતી વાયરલ ક્લિક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.