જયપુરના આઈટીઆઈ અને બીટેકના વિધાર્થીઓએ એમેઝોનને લગાડ્યો કરોડોનો ચૂનો, આ રીતે કરતા ફ્રોડ

લખનઉ, દુનિયાની સૌથી મોટી શોપિંગ વેબસાઈટ એમેઝોન પરથી તમે આંખ બંધ કરી શોપિંગ કરો છો. તેને જ બીટેક અને આઈટીઆઈ પાસ ઠગોએ ચૂનો લગાવ્યો. ડીલીવરી કેન્સલ કરાવીને આ છેતરપીંડી કરનારા લોકો કંપનીના પેકિંગમાંથી કિંમતી બ્રાન્ડેડ વસ્તુ કાઢીને બજારમાં વેચી દેતા અને તેની જગ્યાએ નકલી વસ્તુ ભરીને મોકલાવી દેતાં હતા.

આ આખી રમતમાં તેમણે લાખ-દસ લાખ નહિ પરંતુ ૨૦ કરોડ રૂપિયાથી વધુની હેરાફેરી કરી નાખી. ગંધ આવવાથી કંપનીએ તેની વિરુદ્ધ લખનઉમાં એફઆઈઆર નોંધાવી હતી. તેની ઉપર કાર્યવાહી કરતા ક્રાઈમ બ્રાંચે રવીવારે બે જણાની ધરપકડ કરી લીધી.

પકડવામાં આવેલા છેતરપીંડી કરવા વાળા લોકોમાં જયપુરના રહેવાસી અને બીટેક કરી ચુકેલા રોહિત સોની, અને આઈટીઆઈ કરી ચુકેલા રાહુલ સિંહ રાઠોડ છે. બંને અહિયાં આલમબાગમાં ભાડાના મકાનમાં રહીને ખોટાધંધા કરી રહ્યા હતા. તેની પાસેથી આઈસોપ્યોર પ્રોટીનના ૧૧ ડબ્બા, ગોલ્ડ સ્ટેન્ડર્ડ પ્રોટીનના નવ પેકેટ, ૨૯ સીમકાર્ડ, ૭ મોબાઈલ ફોન (જેમાં ચાર સીમકાર્ડ વાળો મોબાઈલ ફોન છે), એમેઝોનના ખોટા સ્ટીકર અને સ્માર્ટ વોચ જપ્ત કરવામાં આવી છે.

આ ટુકડીમાં રાજસ્થાનના બીજા સભ્ય પણ જોડાયેલા છે જેની શોધ ચાલુ છે. એમેઝોન કંપનીના અધિકારી શશાંક સિંહે જણાવ્યું કે, ૨૯ સપ્ટેમ્બરના રોજ એસએસપી પાસે ફરિયાદ કરી હતી. ૧૨ ઓક્ટોબરની રાત્રે ૧૨ વાગ્યે ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં રીપોર્ટ નોંધવામાં આવ્યો હતો.

આવી રીતે કરતા હતા છેતરપીંડી :

બંને છેતરપીંડી પહેલા ખોટા સરનામાં અને મોબાઈલ નંબર દ્વારા એમેઝોન પરથી ૧૩ હજાર રૂપિયાનો વે-પ્રોટીન પાવડર, ૪૦ હજારની કિંમતની એપ્પલ વોચ, આઈ પોડ, મોંઘા ઈયર ફોન સહીત કિંમતી વસ્તુના ઓર્ડર આપતા હતા. કંપની પાસેથી ડીલીવરી થયા પછી ઓર્ડર કેન્સલ કરી દેતા અને માલ પાછો મોકલી દેતા હતા. અહિયાથી તેમનો ખેલ શરુ થતો.

આરોપીઓ એમેઝોનના પેકિંગમાંથી અસલી માલ કાઢીને આબેહુબ નવું પેકિંગ કરી તેના જેવી બ્રાંડનો ડુપ્લીકેટ માલ મુકીને પાછા મોકલી દેતા. પ્રોટીન પાવડર સહીત અસલી વસ્તુ લોકોને ઓછા ભાવમાં વેચી દેતા. કંપનીને જ્યારે ખબર પડે તો, તે પોતાનું સરનામું અને મોબાઈલ નંબર બદલી નાખતા.

બીજા રાજ્યોમાં પણ કરી ચુક્યા છે છેતરપીંડી :

સાઈબર ક્રાઈમ બ્રાન્ચના નોડલ ઓફિસર અને સીઓ હજરતગંજ અભય કુમાર મિશ્રએ જણાવ્યું કે, આરોપીઓ ૨૦૧૭ થી મહારાષ્ટ્, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, બિહાર, છતીસગઢ, યુપી સહીત ઘણા રાજ્યોમાં આ ગોરખધંધા કરીને ૨૦ કરોડ રૂપિયા કમાઈ ચુક્યા છે. પ્રોટીન ઉપરાંત એપ્પલની સ્માર્ટ ઘડિયાળો, ડીજીટલ ગીફ્ટ કાર્ડ અને બીજી મોંઘી વસ્તુ પણ ઓર્ડર કેન્સલ કરીને આવી રીતે હેરાફેરી કરી પાછી મોકલતા હતા.

પોલીસ શું કહે છે?

એસએસપી કલાનિધિ નૈથાનીના જણાવ્યા મુજબ, એમેઝોન કંપનીની ફરિયાદ ઉપર એફઆઈઆર નોંધવામાં આવી હતી. બંને છેતરપીંડી કરનારાઓએ કંપનીના ડબ્બામાં અસલી પ્રોડક્ટની જગ્યાએ નકલી પ્રોડક્ટ સપ્લાઈ કરીને ૨૦ કરોડથી વધુની છેતરપીંડી કરી છે. ટુકડીનો સંબંધ રાજસ્થાન સાથે જોડાયેલો છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.