જામ ટોયલેટ ને ઠીક કરવા આવ્યો પ્લંબર, જયારે પાઇપ ખુલ્યો તો નજારો જોઈ ઉડી ગયા બધાના હોશ

આ દુનિયા ઘણી મોટી છે, એ કોઈને જણાવવાની જરૂર નથી. આ દુનિયામાં ક્યારે ક્યારે એવી વસ્તુ પણ થાય છે, જેને જોઇને પોતાની આંખો ઉપર વિશ્વાસ નથી આવતો. એ બધા લોકો જાણે છે કે સમાજ પહેલાની અપેક્ષાએ ઘણો બદલાઈ ગયો છે. આજે પહેલા કરતા વધુ અપરાધ થવા લાગ્યા છે. આજકાલના અપરાધી ઘણા રીઢા પણ થઇ ગયા છે. તેમાંથી અમુક અપરાધી એટલા વધુ રીઢા છે કે પોતાનો ગુન્હો છુપાવવા કોઈપણ હદે જઈ શકે છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવેલ છે, જે જાણ્યા પછી તમારા હોંશ ઉડી જશે.

ઘટના વિષે જાણતા પહેલા અમે તમને પહેલા એ જણાવીશું કે આ ઘટના સામે કેવી રીતે આવી. આજકાલ દરેક જગ્યાએ સ્વચ્છતાની દ્રષ્ટિથી ટોયલેંટ બનાવવામાં આવી રહ્યા છે. તમે પણ તેનો ઉપયોગ કરતા હશો. તમે જોયું હશે કે ક્યારે ક્યારે ટોયલેંટના પાઈપ જામી પણ જાય છે. એવી સ્થિતિમાં તમારે પ્લમ્બર બોલાવવો પડે છે. કેમ કે એક માત્ર પ્લમ્બર જ હોય છે જે ટોયલેંટના જામી ગયેલ પાઈપને ઠીક કરી શકે. અમે જે ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ તે પણ એક પ્લમ્બર ને કારણે જ સામે આવેલ છે.

 

તમારી જાણકારી માટે જણાવી આપીએ કે હાલમાં જ કેરલના પલક્કડ માં એક ડોક્ટરના ઘરના ટોયલેંટમાંથી બે દિવસની બાળકોનું શબ મળેલ છે. આ ઘટના પછી થી આખા વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. આ બાબતનો ખુલાસો તે સમયે થયો જયારે ડોકટરના ઘરનું ટોયલેંટ જામ થઇ ગયું હતું. જામ ટોયલેંટને ઠીક કરાવવા માટે ડોકટરે એક પ્લમ્બર ને બોલાવરાવ્યો હતો. પ્લમ્બરે ડોકટરના ઘરના ટોયલેંટની જામ પાઈપ ને ઠીક કરવા માટે જેવો પાઈપ ને ખોલ્યો અને સાફ કર્યો તો તેણે બાળકીનું શબ જોયું.

 

બાળકીનું શબ જોઇને જ પ્લમ્બરે ડોક્ટરને જણાવેલ અને ડોકટરે તરત તેની સુચના પોલીસને આપી દીધી. મીડિયા રિપોર્ટર મુજબ પલક્કડ ના ડોક્ટર અબ્દુલ રહેમાન અને તેમની પત્ની પોરીંથામન્ના પોતાના જ ઘરમાં એક કલીનીક ચલાવતા હતા. કલીનીકની સાફ- સફાઈ દરમિયાન ઘરની મેડ એ જોયું કે કલીનીકનું ટોયલેંટ નું કમોડ જામ થઇ ગયું છે. કમોડમાં પુરુ પાણી ભરાઈ ગયું છે અને તે દુર પણ નથી થઇ રહ્યું. તે જોયા પછી મેડ એ તરત તેની જાણકારી ડોક્ટરને આપી. ડોકટરે જામ ટોયલેંટને ઠીક કરાવવા માટે પ્લમ્બરને બોલાવ્યો.

 

જયારે પ્લમ્બર ટોયલેંટની સફાઈ કરી રહેલ હતો, ત્યારે તેને ખબર પડી કે એક નવજાત બાળકીનું માથું કમોડની પાઈપમાં ફસાઈ ગયેલ છે. ત્યાર પછી તરત તેણે પોલીસને જણાવેલ. પોલીસે પોતાની શરુઆતની તપાસમાં કહ્યું કે એવું લાગી રહેલ છે કે ડોક્ટરની કલીનીકમાં આવનારી કોઈ મહિલાએ પોતાના નવજાત બાળકીને ફ્લ્શ કરેલ હશે. આમ તો આ કેસની તપાસ કરવામાં આવી રહેલ છે. આ કેસના મૂળ સુધી પહોચવા માટે પોલીસ ડોક્ટર ની પણ પૂછપરછ કરી રહેલ છે. પોલીસે ડોક્ટરને છેલ્લા દિવસોમાં આવેલ તમામ દર્દીઓ વિષે પૂછપરછ કરી. તેમાંથી કેટલી મહિલાઓની પ્રેગનેન્સી તારીખ નજીક હતી, તેની પણ માહિતી લીધી.