અભી અભી, જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ અને અમૃતસરના ઍરપોર્ટ બંધ કરાવ્યા, અજિત ડોભાલ…

આ વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં આપણા 40 જવાનો શહીદ થયા હતા. એના વળતા જવાબમાં ભારતીય વાયુ સેનાએ 26 ફેબ્રુઆરીના રોજ આતંકી કેમ્પ પર બોમ્બ ફેંકીને એમનો સફાયો કર્યો હતો. આ મુદ્દે પાકિસ્તાન બોખલાયું હતું અને એમના તરફથી ગુજરાતમાં ડ્રોન મોકલવામાં આવ્યા હતા, જેને ભારતીય સેનાએ તોડી પાડ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સ્થિતિ વધારે તણાવ પૂર્ણ થતા હાઈ એલર્ટ કરવામાં આવી છે. આવો તમને એનાથી માહિતગાર કરી દઈએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ, અમૃતસરના એયરપોર્ટ પર સુરક્ષાના કારણથી એયરસ્પેસને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અને બીજા વિમાનના ઉડાણ પર પણ રોક લગાવવામાં આવી છે. જમ્મુ અને શ્રીનગરમાં એયરસ્પેસને અનિશ્ચિત સમય માટે સસ્પેન્સ કરી દેવામાં આવી છે. લેહ, જમ્મુ, શ્રીનગર તથા પઠાનકોટમાં એયરપોર્ટને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. આવું કરવા પાછળનું કારણ આપણી જ સુરક્ષા છે.

તેમજ ઘણી બધી વાણિજિયક ફ્લાઇટનું ઉડાણ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. જમ્મુ અને કશ્મીરના બડગામમાં સેનાનું Mi-17 હેલિકોપ્તર ક્રેશ થઇ ગયું છે. ત્યાંથી બે શબ મળ્યા છે. સમાચાર એજંસી PTI ના અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ અને કશ્મીરના પુંછ અને રાજૌરી સેક્ટરો માંથી પાકિસ્તાની લડાકુ વિમાનોએ ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર રહેલા તણાવ વચ્ચે ગૃહમંત્રી રાજનાથ સિંહે ગૃહ મંત્રાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક શરુ કરી છે. બેઠકમાં ભાગ લેવા લેવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એન.એન.એ) અજિત ડોભાલ, રૉ પ્રમુખ, ગૃહ સચિવ અને અન્ય પ્રમુખ અધિકારીઓ પહોંચ્યા છે. આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલાથી બોખલાયેલા પાકિસ્તાન તરફથી 15 કરતા વધારે જગ્યાઓ પર સીઝફાયર ઉલ્લંઘન કરવાની ઘટના સામે આવી છે.

જો કે ભારતીય વાયુ સેનાએ જવાબ આપતા નિયંત્રણ રેખાની પેલે પાર આવેલી પાકિસ્તાની પાંચ ચોકીઓ ધ્વસ્ત કરી દીધી. આ કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિક ઈજાગ્રસ્ત થયા છે. એક રક્ષા અધિકારીએ આ જાણકારી આપી છે. એક રક્ષા PRO એ કહ્યું કે, ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી છે અને અમારા ગોળીબારમાં પાંચ ચોકીઓને ગંભીર નુકશાન પહોંચ્યું છે અને પાકિસ્તાનની સેનાના ઘણા જવાન ઘાયલ થયા છે. અને જાનહાની થઇ છે.

અને હાલમાં જ સીમા ઓળંગી ભારતમાં ઘૂસેલા પાકિસ્તાનના લડાકૂ વિમાન F-16 ને ભારતે વળતી કાર્યવાહી કરતા ફુંકી માર્યું હોવાના અહેવાલ છે. એએનઆઈ ના રિપોર્ટ અનુસાર, આ વિમાનમાંથી પેરેશૂટ બહાર નીકળતું જોઈ શકાયું હતું, અને ફાઈટર જેટ ક્રેશ થઈ જમીન પર પડ્યું હતું.

તેમજ ગુજરાતના મુખ્ય મંત્રીએ પણ આવી પરિસ્થિતિ માટે ગુજરાત પોલીસને સેના, BSF, કોસ્ટગાર્ડ અને સંબંધિત એજન્સીઓ સાથે તાલમેલ રાખીને કામ કરવા માટેના આદેશ આપ્યા છે. આ સિવાય મુખ્યમંત્રીએ કોસ્ટગાર્ડને એ પણ સુચિત કર્યુ છે કે, ભારતીય માછીમારોને આંતરાષ્ટ્રીય સમુદ્ર સરહદની નજીક રાખવામાં આવે જેથી તેમને સુરક્ષિત અને કોઈ વાંધા વગર પાછા લાવી શકાય.