જાણ કર્યા વગર પિતાએ ઘરમાં લગાવ્યા CCTV કેમેરા, બીજા જ દિવસે આવી હાલતમાં જોવા મળી દીકરી.

સુલતાનપુર જીલ્લાના કરેલી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના

દીકરીની વાસ્તવિકતા જાણીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

ઘરમાં માત્ર ત્રણ લોકો હતા. પતિ પત્ની અને દીકરી. પિતા વેપારી હતા અને દીકરી દસમાં ધોરણની વિદ્યાર્થીની અને માં ગૃહિણી. ઘરમાં વેપારીની તિજોરીમાંથી રોજ રૂપિયા ગુમ થઇ રહ્યા હતા. તેણે ઘણી વખત પૂછ્યું પરંતુ જાણવા ન મળ્યું.

છેવટે વકીલ મિત્રની સલાહથી વેપારીએ છાનામાના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવરાવી દીધા. એક રૂમમાં પિતાએ દીકરીને એવી હાલતમાં જોઈ કે પોતાને વિશ્વાસ આવી રહ્યો ન હતો. દીકરીને બોલાવીને પૂછ્યું તો જે સત્ય સામે આવ્યું, તે જાણીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

બીજા દિવસે પૈસા ગુમ થયા એટલે વેપારીએ સીસીટીવી કુટેજના રેકોર્ડ ચેક કર્યા તો તેની આંખોએ જે જોયું, તો તેને વિશ્વાસ આવી રહ્યો ન હતો. તેણે જોયું કે તેની દીકરી તિજોરીમાંથી પૈસા કાઢીને ગણી રહી છે. ત્યાર પછી તેણે દીકીરીને બોલાવીને રૂપિયા ચોરવાનું કારણ પૂછ્યું.

દીકરીએ રડતા રડતા જણાવ્યું કે તેની સ્કુલમાં ૧૨માં ધોરણના એક વિદ્યાર્થીએ દગાથી તેનો વિડીયો બનાવી દીધો છે, જેને તેણે ઈન્ટરનેટ ઉપર નાખવાની ધમકી આપી રહ્યો છે. એમ ન કરવાના બદલામાં તે પૈસા માંગે છે.

દીકરીએ જણાવ્યું કે ગુનેગાર યુવક ઈન્ટરનેટ ઉપર વિડીયો ન નાખી દે તેના માટે પહેલી વખત તેણે ઘરમાં ચોરી કરી તેને પૈસા આપ્યા. ત્યારથી તે વિદ્યાર્થી વિદ્યાર્થીનીને સતત બ્લેકમેલ કરી પૈસા પડાવી રહ્યો છે. મજબુરીમાં પિતાની તિજોરીમાંથી પૈસા કાઢીને તેને આપે છે.

એક લાખ જેટલી રકમ પડાવી :-

પોલીસના જણાવ્યા મુજબ, વિધાર્થીનીને બ્લેકમેલ કરનારા યુવકએ વિદ્યાર્થીની પાસેથી પહેલા ૫૦ હજાર રૂપિયા લીધા. ત્યાર પછી ૨૫ હજાર અને હવે ૫૦ હજારની માંગણી કરી. ત્યાર પછી આખી ઘટના સામે આવી. વિદ્યાર્થીનીના પિતાએ કરેલી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ અત્યાર સુધીમાં વિદ્યાર્થીની પાસેથી લગભગ એક લાખ રૂપિયાથી વધુ રકમ પડાવી ચુક્યો છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.