જાણી લો, આ છે અરબપતિઓના મનપસંદ 7 પુસ્તકો, થશે ખુબ ફાયદો.

શું તમે જાણો છો કે હંમેશા આપણે જીવનમાં આગળ વધવા માટે અને કંઈક વિશેષ બનવા માટે શું શું કરવું પડે છે? કદાચ જાણતા હો, તો જીવનમાં આગળ વધવા માટે માત્રને માત્ર એક જ એવો વિકલ્પ છે, જેની સામે બધા તુચ્છ જેવા લાગે છે. અને તે છે સારા પુસ્તકોનું વાચન. જે મહાપુરુષો અને મહાન વ્યક્તિઓ પોતાના જીવનમાં આગળ વધ્યા છે તેમાંના મોટા ભાગના પુસ્તકોના વાચનથી જ આગળ આવ્યા છે.

તમે વાંચેલું અને તમને ગમતું પુસ્તકનું નામ કોમેન્ટમાં આવશ્ય લાખો, તો ખબર પણ પડે કે મોબાઈલ સિવાય પણ તમે પુસ્તકને પણ વાંચો છો. જેટલા પણ તમારા મનગમતા પુસ્તક હોય તેના નામ અવશ્ય લાખો.

તેમાંથી એક પુસ્તકને જિંદગી બદલવા વાળું મનાય છે Warren Buffett

કહેવાય છે કે નવા આઈડિયા અને નજરિયા પ્રત્યે મગજ ખોલવાની સૌથી સારી રીતે વાંચવું પણ સમાવિષ્ટ છે. વાંચવાથી માત્ર લોકોનું જ્ઞાન જ નથી વધતું, પણ તેમનામાં વિનમ્ર રહેવાની અને સતત શીખતા રહેવાની આદત પણ ડેવલપ થાય છે. તે જ કારણ છે કે દુનિયાના મોટામાં મોટા બીઝનેસમેનની દિનચર્યા વગર પુસ્તક વાંચ્યે પૂરી નથી થતી.

બીલ ગેટ્સથી લઈને જેફ બેજોસ અને વોરેન વફેથી લઈને માર્ક જુકરબર્ગ સુધી નિયમિત રીતે પુસ્તક વાંચે છે અને લોકોને પણ પુસ્તક વાંચવા માટે પ્રેરિત કરે છે. બીઝનેસ મેગેઝીન Entrepreneur એ એવી સાત પુસ્તકોની લીસ્ટ બનાવી છે. જેને દુનિયાના મોટા ભાગના કરોડપતિ 30 વર્ષ થતા પહેલા વાંચે છે અને તેનાથી તેમને બીઝનેસમાં સફળતા મળે છે.

1. How to Win Friends and Influence People

Dale Carnegie ની લખેલી આ પુસ્તક વોરેન બફેની પ્રિય પુસ્તકોમાં સમાવિષ્ટ છે. વોરેન બફે પોતાના ઓફીસમાં પોતાના કોલેજના ડીપ્લોમાં નહોતા ટાંગતા પણ તેમની પાસે એક સર્ટીફીકેટ છે જેમાં લખેલુ છે કે તેમણે Dale Carnegie કોર્સ કર્યો છે. તેમનું કહેવું છે કે ડેલ કાર્નીજીના લેખન અને કોર્સે તેમની જિંદગી બદલી દીધી. આ પુસ્તક શીખવે છે કે લોકોની સાથે મજબુત પ્રોફેશનલ રિશ્તા કેમ બનવવા. તેનાથી તમને પોતાની ઓફીસમાં લોકોથી સારી રીતે ડીલ કરતા શીખવે છે.

2. Sapiens

આ પુસ્તક વાચવા માટેની ભલામણ બીલ ગેટ્સ, માર્ક જુક્રબર્ગ અને બરાક ઓબામાં આપી ચુક્યા છે. Sapiens: A Brief History of Humankind ને યુવ્લ નોહ હરારીએ લખી છે. આ પુસ્તકમાં માણસ ઇવોલ્યુશન અને ડેવલપમેન્ટને ઘણી બારીકાઇથી ચર્ચા કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આજે જે દુનિયા છે તે ત્યાં સુધી કેવી રીતે પહોચી. તે કેવા કલાકાર હતા જેમણે સોસાયટી(સમાજ)ને બદલવા મજબુર કર્યા. આ પુસ્તકને વાચીને તમે સમજી જશો કે સમાજમાં કોઈ ફેરફાર લાવવા માટે માણસે પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ.

૩. Thinking Fast and Slow

નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત Daniel Kahneman લખેલા આ પુસ્તક બિજનેશ સર્કલ્સમાં ઘણું લોકપ્રિય છે. આ પુસ્તક કહે છે કે જયારે માણસ નફો અને ફાયદામાં ફસાયેલો રહે છે, તો તે અતાર્કિત બની જાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પોતાના પૂર્વાગ્રહોની જાણકારી રાખવી અને તે જાણવું કે કઈ વાત સાથે તમારા નિર્ણય ઉપર અસર પડશે, તેનાથી તમારી તર્ક ક્ષમતા વધશે અને તમે ઉત્તમ નિર્ણય લઇ શકશો.

4. Influence: The Psychology of Persuasion

આ અમેરિકા બિજનેશ મેગ્નેટ અને ઇન્વેસ્ટર ચાર્લી મંગર (Charlie Munger) ની પસંદગીના પુસ્તકો માંથી એક છે. તેને Robert Cadini એ લખ્યું છે. આ પુસ્તકમાં રોબર્ટ એ Daniel Kahneman ના Thinking Fast and Slow પુસ્તકમાં આપેલા ઘણા વિચારોને અમલમાં લાવવાની તરકીબ બતાવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જરૂરી નથી કે તમારી કંપની કે તમારા મિત્રો તમારા વિચાર સાથે સહમત થાય. તેવામાં જો તમે તમારી વાત કહેવાની રીતોને થોડું એવું બદલી લો, તો તેમાં ઘણો ફરક પડે છે અને લોકો તમારાથી પ્રભાવિત થઇને પોતાની નિર્ણય સુધી બદલી લે છે.

5. Originals, How Non-Conformists Move the World

આ પુસ્તક ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલર રહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે લોકો નવા આઈડિયા ઉપર કામ કરીને જીવી શકે છે અને કેવા લીડર એક સાથે આવીને કામ કરી શકે છે. તેને Adam Grant એ લખ્યું છે. તેમાં એડમે તે લોકો વિષે જણાવ્યું છે, જેમણે ઓરીજીનલ આઈડિયાથી પોતાને સફળ બનાવ્યા. તેમાં દુનિયામાં પેદા થયેલા ઘણા મૂળ વિચાર વાળા લોકોએ ચર્ચા કરી છે.

6. The Power of Habit : Why We Do What We Do in Life and Business

આ પુસ્તકને ઈન્વેસ્ટીગેતીવ રિપોર્ટરે Charles Duhigg લખી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કેવા લોકોની ટેવો તેનું જીવન બદલી દે છે. સફળ લોકો પોતાની ટેવો ઉપર ધ્યાન આપે છે અને પોતાની ટેવો અને નેગેટીવ વર્તનને બદલે છે. આ પુસ્તકમાં ચાર્લ્સ એ એવી સરળ રીત બતાવી છે, જેનાથી લોકો પોતાની ખામીઓ દુર કરી શકે છે અને એવું જીવન જીવી શકે છે. જ્યાં એ ટેવો જીવનમાં દખલ ન કરે.

7. The Alchemist

Paulo Coelho ના લખેલા આ પુસ્તક તે લોકોએ વાંચવું જોઈએ. જે સપના જુવે છે અને તેને પુરા કરવાની હિંમત ધરાવે છે. તે પુસ્તક બતાવે છે કે જયારે કોઈ માણસ પોતાના સપનાની શોધમાં નીકળે છે, તો તેના રસ્તામાં કેવી રીતે અડચણો આવે છે અને તે કેવી રીતે તેને પાર કરી શકે છે. જો તમે ખરેખર કોઈ વસ્તુને દિલથી મેળવવા માગો છો, તો રસ્તાની મુશ્કેલીઓ પોતાની જાતે અવસરમાં બદલાઈ જાય છે. તે પુસ્તક ઘણા પ્રસિદ્ધ લોકોની પસંદગીમાં જોડાયેલું છે.

તમારું પણ કોઈ ફેવરેટ પુસ્તક હોય તો તેનું નામ કોમેન્ટમાં લાખો, જેથી બીજાને પણ એમાંથી પ્રેરણા મળે.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.