જાણો હોલિકા દહનના દિવસે ક્યાં સુધી છે ભદ્રા, આ સમયમાં ના કરવું જોઈએ હોલિકા દહન.

20મી માર્ચના દિવસે છે હોલિકા દહન જાણો ક્યાં છે શુભ મુહુર્ત :-

હોળીનો તહેવાર ખૂબ જ નજીક છે અને આ વર્ષે ધૂળેટીનો તહેવાર 21મી માર્ચે ઉજવવામાં આવશે. તે પહેલાં 20મી માર્ચે હોલિકા દહન કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સરસવના તેલમાંથી બનાવેલા લેપને પોતાના વાળ અને શરીર પર લગાવી પછી તેને ઉખેડી એક કાગળમાં ભેગું કરી તેને હોલિકાની પવિત્ર અગ્નિમાં હોમી દે છે તે વ્યક્તિના શરીરની ગંદકી અને તેની આસપાસ રહેલ બધી નકારાત્મક શક્તિઓ તે અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે અને સાથે જ આમ કરવાથી તે વ્યક્તિના ઘરમાં સુખ – શાંતિ આવે છે.

કયારે પણ હોલિકા દહન ભદ્રા કાળમાં કરવામાં આવતું નથી. 20મી માર્ચે સવારે 10.45 કલાકથી રાત્રે 8.59 કલાક દરમિયાન ભદ્રા કાળ હોવાથી હોલિકા દહન રાત્રે 9.00 કલાક પછી કરવામાં આવશે.

હોળાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કામ ન કરવા :-

હોળીના આગામી દિવસે દુલ્હંડીનો પર્વ માતંગ યોગમાં ઉજવવામાં આવશે. તેમાં પૂર્વ ફાગુન અને ઉત્તરા ફાગુન નક્ષત્ર આવે હોય છે. સ્થિર યોગ હોવાને કારણે હોળીનો તહેવાર શુભ માનવામાં આવે છે. ફાગણ શુક્લ પક્ષના આઠ દિવસ હોળાષ્ટક હોય છે એટલે કે 14મી માર્ચથી હોળાષ્ટક ચાલુ થશે અને ફાગણ દિવસે સમાપ્ત થશે. આ આઠ દિવસો દરમિયાન કોઈ પણ શુભ કામ કરવામાં આવતા નથી.પછી હોલિકા દહન થાય છે અને બીજા દિવસે હોળી ઉજવાય છે. આ દિવસે એક બીજા પર રંગ, ગુલાલ અને અબીલ લગાવી હોળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

હોલિકા દહનની કથા વિના હોળીનો તહેવાર અધૂરો કહેવાય. બધાને જાણ હોવી જોઈએ કે આપણે હોળીનો તહેવાર કેમ ઉજવીએ છીએ?

સતયુગમાં એક રાજા હતો હિરણ્યકશિપ. એ ભગવાન બ્રહ્માની પૂજા કરતો હતો પણ વિષ્ણુ ભગવાનથી તેને નફરત હતી કારણ કે ભગવાન વિષ્ણુએ તેના ભાઈને માર્યો હતો. તેથી હિરણ્યકશિપએ તેની સંપૂર્ણ પ્રજાને આદેશ આપ્યો હતો કે કોઈએ પણ ભગવાન વિષ્ણુના નામના જપ કરવા નહીં, પણ હિરણ્યકશિપને જ પોતાના ભગવાન માનવા.

પ્રહલાદ અને હોલિકા અગ્નિમાં સાથે બેઠા. :-

બીજી બાજુ તેમનો પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો મોટો ભગત હતો. પ્રહલાદ પોતાના પિતાની નહિ પણ ભગવાન વિષ્ણુંની ભક્તિ કરતો હતો. રાજાએ કેટલીય વાર પોતાના પુત્રને મારવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ક્યારેય સફળ ના થયો. રાજાની એક બહેન હતી જેનું નામ હતુ હોલિકા. જેને અગ્નિમાં પણ બળી ના શકે તેવું વરદાન હતું. રાજાએ બહેનને પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાનું કહ્યું. હોલિકાને તો વરદાન હતું તો તે સુરક્ષિત રહેશે અને પ્રહલાદ બળીને મૃત્યુ પામશે.

હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને બેસી ગઈ અને અગ્નિ પ્રગટાવી દીધી. હોલિકાને વરદાન તો હતું, પણ દુરાચાર અને અધર્મ કરવાના કારણે ભગવાન વિષ્ણુએ તેને દંડ આપ્યો અને હોલિકા અગ્નિમાં બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો. આમ અધર્મ પર ધર્મનો વિજય થયો. ત્યાર બાદથી જ લોકો હોલિકા દહન કરતા આવ્યાં છે.

હોલિકાનો બીજો પણ અર્થ થાય છે, માનવામાં આવે છે કે છડ્યા વગરનું અનાજ અને આ અનાજને સંસ્કૃતમાં હોલકા કહે છે અને આ હોલિકા શબ્દ હોલકાથી લેવામાં આવેલું છે. આ હોલકા અનાજથી હવન કરવામાં આવે છે, અને આ જ હવનની રાખને લોકો તેમના માથા પર લગાવે છે. જેથી કે એ લોકો પર કોઈનો પણ ખરાબ પડછાયો ના પડે. આ હવનની રાખને ભૂમિ હરિના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. ફાગણની સંધ્યાએ અગ્નિ પ્રગટાવી રક્ષાગણના મંત્રોના જાપ કરવામાં આવે છે. તેમાં લોકો અગ્નિ દેવને પ્રસાદ ચઢાવે છે. બીજા દિવસે એકબીજાને રંગ લગાવી એકબીજાની બધી ભૂલોને માફ કરી દે છે.