જાણો કેદારનાથ ધામમાં થયેલા ચમત્કારો વિષે, જોનારને પણ ન આવ્યો વિશ્વાસ.

વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના દ્વાર ગુરુવાર નવ મેંના રોજ તીર્થયાત્રીઓ માટે ખુલી ગયા. તો આવો જાણીએ કે બાબા કેદારનાથ ધામમાં એવા ક્યા ચમત્કાર થયા. જે તીર્થયાત્રીઓને દર વખતે પોતાની તરફ આકર્ષે છે.

કેદારનાથ મંદિર શ્રી કેદારનાથ દવાદશ જ્યોર્તિલિંગો માંથી એક માનવામાં આવે છે. મંદિર ૩૫૯૩ ફૂટની ઊંચાઈ ઉપર બનેલું છે. એટલી ઊંચાઈ ઉપર આ મંદિર કેવી રીતે બનાવ્યું હશે, તે આજે પણ ચમત્કાર માનવામાં આવે છે. તેની કલ્પના આજે પણ નથી કરી શકાતી.

વર્ષ ૨૦૧૩ માં આવેલા વાવાઝોડા દરમિયાન સૌથી મોટો ચમત્કાર જોવા મળ્યો. કહેવામાં આવે છે કે જે સમયે પુર હોનારત આવ્યું અને તીર્થયાત્રીઓ સહીત ત્યાની એક એક વસ્તુ ત્યાંથી તણાઈ ગઈ તે સમયે બાબાના આ મંદિરમાં જરા પણ આંચ આવી ન હતી. એક મોટો પથ્થર મંદિરની પાછળ આ પાણી સાથે આવ્યો અને મંદિરથી થોડે પાછળ અટકી ગયો. આ બધું કેવી રીતે થયું તેને લોકો ચમત્કાર જ માને છે.

વર્ષ ૨૦૧૭ માં દ્વાર બંધ હોવાના સમયે ગર્ભગૃહના દ્વાર બંધ કરવામાં ઘણી તકલીફ થઇ. દરવાજા ઉપર ચાંદીનું કામ થવાથી દરવાજાને આંકળા ન લાગી શક્યા. પરંતુ ત્યારે ત્યાં ક્ષેત્રપાલ ભકુંડ ભૈરવનું અહવાન કરવામાં આવ્યું. ત્યાં દેવતા દ્વારા આંકળાને સ્પર્શ કરાવતા જ તે બીજા આંકળા સાથે જોડાઈ ગયો. જોનાર તેને એક ચમત્કારથી ઓછું નથી માનતા.

વર્ષ ૨૦૧૮ માં કેદારનાથમાં બરફવર્ષા પછી અદ્દભુત દ્રશ્ય જોવા મળ્યું. જુન મહિનામાં ત્યાં બ્રહ્મકમળ ખીલી ગયું. આમ તો આ ફૂલ જુલાઈ-ઓગસ્ટમાં ખીલે છે. કેદારનાથના દ્વાર ખુલતા સમયે બ્રહ્મકમળથી જ તેમની પૂજા થાય છે. એટલું જ નહિ બ્રહ્મવાટિકામાં બરફવર્ષાથી જાતે જ ઓમની આકૃતિ બની ગઈ. તે જોઈને બધા લોકો ચકિતથી ગયા.

ત્યાંના શિવલિંગમાં પણ લોકો અસીમિત શક્તિઓ માને છે. કેદારનાથ ધામમાં ભગવાન શિવના દર્શનાર્થે ગયેલા લોકો હંમેશા મંદિરના ગર્ભગૃહમાં અનુભવાતી અસીમિત શક્તિની વાત કરે છે. શિવલિંગની અલૌકિક ઉર્જા આ ધામને વિશેષ બનાવે છે. આ ઉર્જાને ઘણી વખત અહિયાં આવવા વાળા ભક્તોએ પણ અનુભવ્યું છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.