જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

પૂર્વ જન્મના પાપથી છુટકારો મેળવવા માટે અજા અગિયારસના દિવસે આ શુભ મુહૂર્તમાં કરો પૂજા

અજા એકાદશી 2020 તારીખ હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે અજા એકાદશી 15 ઓગસ્ટ શનિવારે છે.

અજા એકાદશી 2020 તારીખ : હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે અજા એકાદશી 15 ઓગસ્ટ શનિવારે છે. અજા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને વિધિ વિધાન દ્વારા પૂજવામાં આવે છે, તેમના આશીર્વાદથી વ્યક્તિને આ જન્મ અને પૂર્વ જન્મના પાપોથી મુક્તિ મળે છે.

દંતકથા અનુસાર, અજા એકાદશીના વ્રતનું પાલન કરવાથી, સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની તમામ વેદનાઓ દૂર થઈ ગઈ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અજા એકાદશીની કથા સાંભળવાથી અશ્વમેધ યજ્ઞ સમાન ગુણ પ્રાપ્ત થાય છે. ચાલો આપણે જાણીએ કે અજા એકાદશીના દિવસે વ્રત અને પૂજા કરવાનું મુહૂર્ત કયું છે?

અજા એકાદશી મુહૂર્ત

શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની શરૂવાત 14 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગે અને એક મિનિટથી શરૂ થાય છે, જે 15 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે ને 20 મિનિટ સુધી છે. વ્રતમાં સૂર્યોદય વ્યાપીની તિથિ માન્ય હોય છે, તેથી 15 ઓગસ્ટના રોજ અજા એકાદશીનો ઉપવાસ રાખવાની સલાહ આપવામાં આવે છે.

અજા એકાદશી : પારણાનો સમય

બીજા દિવસે સૂર્યોદય પછી જ એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. એકાદશીના વ્રતના પારણાનો સમય રવિવાર, 16 ઓગસ્ટે 8 વાગેને 29 મિનિટ સુધીનો છે. પારણામાં, વિશેષ કાળજી લેવામાં આવે છે કે બારસ તિથિના સમાપન પહેલાં પારણા કરવામાં આવે છે. પારણાંના દિવસે બારસ તિથિ બપોરે 1 વાગ્યે અને 50 મિનિટ પર સમાપ્ત થાય છે. તેથી, આપેલ સમયમાં ઉપવાસના પારણાં કરવામાં આવે છે.

એકાદશીના વ્રત દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો

1) એકાદશીના વ્રત દરમિયાન ભાતનો ઉપયોગ ન કરવો કે ન ખાવા.

2) એકાદશી એટલે કે દશમીની રાત્રે મસૂરની દાળનું સેવન ન કરો.

3) ઉપવાસ દરમિયાન ચણા, અને પાંદડાવાળા શાક વગેરેનું સેવન ન કરવું.

4) ઉપવાસના દિવસે મધ ખાવા પર પણ પ્રતિબંધ હોય છે.

5) ઉપવાસના એક દિવસ પહેલા માંસ, દારૂ, લસણ, ડુંગળી વગેરેનું સેવન ન કરો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.