જો ઘરમાં મચ્છર અને માખી નો ત્રાસ છે તો બસ એક ખાલી બોટલ તેને કાયમને મેટે ભગાડી દેશે. જુઓ વિડીયો ને વાંચો ઉપાય

 

મિત્રો વરસાદની સીઝન ચાલી રહી છે એવામાં મચ્છર માખી અને ગરોળી તમને ઘરમાં ખુબ જ પરેશાન કરતી હશે પણ આજનો આ વિડિઓ જોયા પછી તમે આ બધાથી નિશ્ચિત થઇ જશો. આજ અમે તમને જણાવશું કે કેવી રીતે આ બધાને ભગાડીશું.

 

ઘરગથ્થુ ઉપાયો થી ભગાડો માખી અને મચ્છર…

સામાન્ય રીતે મહિલાઓ ઘરમાં ગંદકી અને બીમારીઓ ફેલાવવા વાળા કીડા મકોડા અને અન્ય જીઓ થી પરેશાન રહે છે, પરંતુ તમે ધારો તો પણ તેને રોકી નહીં શકો. પરંતુ તેને ધ્યાન બહાર ન કાઢી શકાય કેમ કે આ આપણી તંદુરસ્તી માટે નુકશાનકર્તા હોય છે.

જો તમે પણ ઘરમાં રહેલા ઉંદર,મચ્છર,ગરોળી,માખી,વંદા અને માંકડ થી પરેશાન છો અને તેને ભગાડવાના કોઈ ઉપાયો નથી સુજતા તો અહીંયા આપેલા ઘરેલુ ઉપાયો ને અપનાઓ. આ ઉપાયોની ખાસ વાત એ છે કે આ તમારા માટે સંપૂર્ણં સુરક્ષિત પણ છે. તો વાર કોની આવો આ ઉપાયો વિષે જાણીએ.

વંદાથી રાહત

ખાસ કરીને લોકોને વંદાથી ડર લાગે છે ખાસ કરીને મહિલાઓને તો તેને જોઈને જ ગભરાઈ જાય છે. વંદાથી રાહત મેળવવા માટે લસણ,ડુંગળી અને મરી ને સરખા પ્રમાણમાં વાટીને પેસ્ટ બનાવી લો.

હવે આ પેસ્ટમાં પાણી નાખી એક મિશ્રણ તૈયાર કરી લો. હવે આ મિશ્રણને કોઈ બોટલમાં નાખીને ,તે જગ્યાએ છંટકાવ કરો જે જગ્યાએ વંદા વધુ પ્રમાણમાં આવે છે. તેની તીવ્ર ગંધથી તે ભગવા લાગશે. જલ્દી રાહત મેળવવા માટે આ ઉપાયને થોડા દિવસો સુધી નિયમિત રૂપથી ચાલુ રાખો.

મચ્છરોથી રાહત

લસણની તીખી વાસ મચ્છરને ઘરમાં આવતા અટકાવે છે. આ ઉપાયનો ઉપયોગ કરવા માટે તમે લસણની થોડી કળીઓ વાટીને પાણીમાં ઉકાળી લો અને જે રૂમને તમે મચ્છર મુક્ત કરવા માંગો છો ત્યાં ચારે બાજુ છાંટો.

જેમ કે આ દુર્ગંધ હોઈ શકે છે પરંતુ તેના લીધે મચ્છર ભાગી જાય છે. જો તમે પણ મચ્છરોથી પરેશાન છો તો આ ઉપાય થી મચ્છરોથી છુટકારો મેળવી શકો છો.

વિડીયો