જાણો મોટી મોટી હોટલોમાં પણ થાય છે શરમજનક કામ, તમારાથી કઈ વાતોને છુપાવે છે હોટલ વાળા

દરેકના જીવનમાં કોઈને કોઈ વખત એવો સમય જરૂર આવે છે જ્યારે તેને હોટેલમાં રોકવાની જરૂર પડે છે. ઘણી વખત આપણે મજબુરીને લીધે આ હોટેલમાં રોકાઈએ છીએ, તો કેટલાક કિસ્સાઓમાં આપણે વેકેશન માણવા ખાસ કરીને ઘર માંથી બહાર નીકળી એ છીએ અને એક સુંદર આલીશાન હોટેલમાં આનંદ કરીએ છીએ. જ્યારે આપણે કોઈ હોટેલમાં જઈએ છીએ ત્યારે ત્યાંની બહારની ચમક દમક જોઈને જ દંગ રહી જઈ એ છીએ અને એક હજારથી લઈને 10 હજાર રૂપિયા સુધી તેમનું ભાડું ભરી દઈએ છીએ.

હોટેલની સેવા અને બહારની સફાઈ જોઈને તમને લાગે છે કે તમે યોગ્ય હોટેલની પસંદગી કરી છે. પરંતુ આજે અમે તમને હોટેલ વાળાના થોડા એવા રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે કોઈપણ હોટેલમાં રોકાતા પહેલા દસ વાર વિચાર કરશો. આ કંઈક એવા રહસ્ય છે. જે એક હોટેલવાળાનું નામ ન જણાવવાની શરત ઉપર અમારા કોઈ ખાસ મિત્ર એ શેર કરી છે.

હોટેલના આ રહસ્ય સામાન્ય ગ્રાહકને ખબર નથી હોતી

1. હોટેલમાં જ્યારે પણ આપણે રાત રોકાઈએ છીએ ત્યાં ત્યાંના મુલાયમ બેડ અને સોફા કામળાને જોઈ ખુશ થઇ જઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ રૂમમાં હજુ સુધી ન જાણે કેટલા લોકો રોકાયેલા હતા, જે આ રજાઈ અને ગાદલા ઉપર, જાત જાતના કૃત્યો કરતા હતા. એવામાં હોટેલમાં રાખવામાં આવેલ રજાઈ ગાદલા ઘણા પ્રકારના જીવાણુઓથી ભરેલા હોય છે. તેને હોટેલનો સ્ટાફ ઘણા અઠવાડિયામાં એક વાર જ ધુવે છે.

જો તમે હોટેલ વાળાને તેને બદલવાનું કહો છો, તો તે બીજા રૂમમાં રાખવામાં આવેલા જૂના ગાદલા અને રજાઈ લાવીને પાથરી દે છે. તમને લાગે છે કે તમારા માટે સાફ સ્વચ્છ રજાઈ ચાદર આવે છે પરંતુ તે બીજા રૂમની ગંદી રજાઈ ચાદર જ હોય છે.

2. મોટી મોટી હોટેલમાં ક્યારેય પણ કાચના ગ્લાસને પાણીથી સાફ નથી કરવામાં આવતા. તે લોકો બસ ફર્નીચર સાફ કરવા વાળા સ્પ્રેથી ગ્લાસને લુછી દે છે. આ રીતે તે ગ્લાસમાં સારી ચમક આવી જાય છે. પરંતુ આ રસાયણવાળા સ્પ્રેથી લૂછવામાં આવેલા ગ્લાસથી પાણી પીવામાં આવે છે, તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ઘણી વખત તો જ્યારે તમે વેઈટરને ટિપ નહીં આપો, તો તે બદલો લેવા માટે બાથરૂમના પાણીથી ગ્લાસ ધોઈ આપે છે.

3. હોટેલ વાળા ક્યારે પણ સુરક્ષા ગાર્ડ ઉપર પૈસા ખર્ચવાનું પસંદ નથી કરતા. તે માત્ર શો માટે ગેટ ઉપર એક બે લોકોને બેસાડી દે છે. તેવામાં તમારી વસ્તુઓની સુરક્ષાનું ધ્યાન તમારે જ રાખવાનું હોય છે.

4. હોટેલમાં જ્યારે પણ રૂમ બુક કરાવવાનો હોય, તો સવારે નવા કસ્ટમર આવવાની શક્યતા હોય છે, રાત્રે તમારી પાસે ક્યાંય રોકાવાનું વધુ ઓપ્શન નથી હોતો.

5. જો કે બધી હોટેલ વાળા આમ નથી કરતા પરંતુ કેટલીક હોટલમાં રૂમમાં હેડન કૅમેરો લાગેલા હોય છે. તેવામાં જ્યારે પ્રેમી જોડી આ રૂમમાં રોમાંસ કરે છે તો તેનું એમએમએસ બની જાય છે. હોટેલ વાળા આ વિડિઓ ક્લિપને પછી વેચી દે છે. તેવામાં તમે જ્યારે પણ કોઈ હોટેલમાં રોકાવા અને કોઈ પર્સનલ કામ કરો, તે પહેલા રૂમને સારી રીતે ચેક કરી લો કે ક્યાંક કૅમેરા નથી છુપાવ્યાને.