જાણો શું કહે છે તમારા બર્થમાર્ક(જન્મ નિશાન) તમારા જીવન વિષે.

હેલ્લો મિત્રો તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજે એસ્ટ્રોલોજી સેક્શનમાં હું તમને જણાવવાની છું શરીર ઉપર બર્થમાર્ક વિષે. ઘણી બધી મહિલાઓના શરીર ઉપર બર્થમાર્ક જોવા મળે છે.

આ બર્થમાર્ક્સ શરીરના કોઈ પણ ભાગ ઉપર જોવા મળે છે અને નાના કે મોટા કોઈ પણ આકારમાં જોવા મળે છે. આ બર્થમાર્ક વિષે ઘણા પ્રકારની ધારણાઓ સાંભળવા મળે છે અને તેમાંથી થોડી વાતો એવી છે, જે સાંભળીને તમે કદાચ ચકિત રહી જશો. આવો જાણીએ આ બર્થમાર્ક સાથે જોડાયેલી એવી જ થોડી ધારણાઓ વિષે.

પેટ ઉપર બર્થમાર્ક :-

જો તમારા પેટ ઉપર બર્થમાર્ક છે, તો તે દર્શાવે છે તમે તમારી ઈચ્છા અને પોતાની અપેક્ષાઓને લઇને ઘણું વધુ વિચારે છે. તમે એ વાત ઉપર પણ ઘણું ધ્યાન આપો છો કે બીજા તમારી સાથે કેવા પ્રકારનું વર્તન કરી રહ્યા છે અને જો કોઈ તમારી સાથે ખીજાઈને સામે આવે છે, તો તમે તેને અનુરૂપ જવાબ પણ આપો છો.

મોઢાની પાસે બર્થમાર્ક :-

જો મોઢા પાસે બર્થમાર્ક દર્શાવે છે કે તમારી પાસે ધન-સંપત્તિ અને ખુશીઓ આવશે. તે એ વાતનો સંકેત છે કે તમે સંવેદનશીલ છો અને નાની નાની વસ્તુ પણ તમને ઊંડાણપૂર્વક અસર કરે છે.

બ્રેસ્ટ ઉપર બર્થમાર્ક :-

જો તમને ડાબા બ્રેસ્ટ ઉપર કોઈ નિશાન દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તમને દરેક બાબતમાં સફળતા મળશે. અને તમારી સેંસ ઓફ હ્યુમર પણ ઘણું સારું છે. અને જો જમણા બ્રેસ્ટ ઉપર બર્થમાર્ક હોય, તો તે એ વાત તરફ ઈશારો કરે છે કે તમારું નસીબ ઘણું સારું છે.

છાતી ઉપર બર્થમાર્ક :-

જો તમારી છાતી વચ્ચે બર્થમાર્ક છે, તો તેનો અર્થ એ છે કે તમને ફાઈનેશિયલ પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડી શકે છે.

પડખા ઉપર બર્થમાર્ક :-

તમારો મોટાભાગનો સમય ઘરની અંદર પસાર થશે, જેમાં તમે બાળકોની સારસંભાળ લેશો અને ડીસીપ્લીન મેન્ટેન કરવા ઉપર ધ્યાન આપશો.

ગાલ ઉપર બર્થમાર્ક જો જમણા ગાલ ઉપર બર્થમાર્ક હોય તો તે દર્શાવે છે કે તમે ઘણા બધા પેશનેટ છો. અને જો આ બર્થમાર્ક ડાબા ગાલ ઉપર છે તો તે વાત તરફ સંકેત કરે છે કે તમને ફાઈનેંશીયલ પ્રોબ્લેમ આવશે અને તેને કારણે તમે ચિંતામાં રહેશો.

પીઠ ઉપર બર્થમાર્ક :-

તેનો અર્થ એ છે કે તમે ઘણા ઈમાનદાર છો અને સ્પષ્ટ રીતે તમારી વાતો કહેવામાં વિશ્વાસ ધરાવો છો. તે સંકેત એ વાત તરફ ઈશારો કરે છે કે તમે ઘણા ખુલ્લા મનના છો.

આજનો આર્ટીકલ તમને જરૂર પસંદ આવ્યો હશે, તે તમારા મિત્રો અને સબંધી ઓ ને જરૂરથી શેર કરશો.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.