શિંગોડા માંસપેશીઓને મજબુત કરે છે, તે યુવાન રાખવાની સંજીવની છે. શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે

તમને ખબર નહી હોય કે શિંગોડા શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે અને માંસપેશીઓને મજબુત કરે છે, તે યુવાન રાખવાની સંજીવની છે.

* સિંગોડા એક ત્રિકોણ આકારનું ફળ હોય છે. તે સ્વાસ્થ્ય માટે પોષ્ટિક અને વિટામીનયુક્ત ફળ છે. સિંગોડાના લોટનો પણ ઉપયોગ કરી શકાય છે. સિંગોડા પાકા અને કાચા બન્ને રીતે ખાઈ શકાય છે. સિંગોડામાં વિટામીન એ, બી અને સી ખુબ જ પ્રમાણમાં મળી આવે છે. તે ખનીજ લવઝા અને કાર્બોહાઈડ્રેટ યુક્ત પણ હોય છે. સિંગોડામાં રહેલા આયુર્વેદિક ગુણ જે તમારા સ્વાસ્થ્યને લાભ પહોચાડી શકે છે.

* સિંગોડામાં ટેનિન, સિટ્રીડ એસીડ, એમીલોજ પ્રોટીન, ફેટ, ફાસ્ફોરાઈજેલ, થાયમાઇન, વિટામિન્સ-એ, સી અને મેગેનીઝ વગેરે તત્વ રહેલા હોય છે.

સિંગોડામાં રહેલા લાભ :

* પોલીયોના દર્દી તેને કાચા કે જ્યુસ બનાવીને લઇ શકે છે. તે શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢીને ઘણી મદદ કરે છે.

* આંખોની રોશની વધારવમાં પણ સિંગોડા લાભદાયક હોય છે. કેમ કે તેમાં વિટામીન એ સારા પ્રમાણમાં મળી આવે છે.

* જે વ્યક્તિને કોઈ ઘા વાગ્યો હોય અને લોહી ખુબ નીકળી રહ્યું હોય તો તેને ખુબ સિંગોડા ખાવા જોઈએ, તેમાં લોહી ઘટ્ટ કરવાનો ગુણ પણ મળી આવે છે.

જો તમારી માંસપેશીઓ નબળી છે કે શરીર નબળું હોય તો તમે નિયમિત સિંગોડાનું સેવન કરો આમ કરવાથી શરીરની નબળાઈ દુર થઇ જાય છે.