જાણો ટોયલેટ સીટ કરતા સ્માર્ટફોનમાં જોવા મળે છે નવ હજાર ગણા વધારે ગંદા બેક્ટેરિયા. કેવી રીતે વાંચો

સ્માર્ટફોન અને કીબોર્ડનો જો તમે કરો છો ઉપયોગ તો થઇ જાવ સાવચેત, કેમ કે ટોયલેટ સીટથી વધુ ગંદી હોય છે આ બન્ને વસ્તુ.

આજના સમયમાં સ્માર્ટફોન અને કોમ્પ્યુટરનો ઉપયોગ દરેક કરે છે અને દરેક ઓફીસમાં કોમ્પ્યુટર ઉપર જ કામ કરવામાં આવે છે. પરંતુ આ બન્ને વસ્તુ આરોગ્ય માટે ઘણી નુકશાનકારક હોઈ શકે છે અને આ વસ્તુને સ્પર્શ કરવાથી જ તમને ઘણા પ્રકારની બીમારીઓ લાગી શકે છે. હાઈજીનની બાબતમાં સ્માર્ટફોન અને કોમ્પ્યુટરના કીબોર્ડને ઘણું ગંદુ માનવામાં આવે છે અને હાલમાં જ થયેલા સંશોધનમાં એ વાત સાબિત થઇ ગઈ છે.

ખાસ કરીને એક બ્રિટીશ કંપની એ ઓફીસની હાઈજીનને લઇને એક શોધ કરી હતી, અને આ શોધમાં જાણવા મળ્યું છે કે કામ કરવા વાળા સ્થળ ટોયલેટથી પણ વધુ ગંદી હોય છે અને કીબોર્ડમાં ઘણા ગંદા બેક્ટેરિયા રહેલા હોય છે, જે તમને બીમાર કરી શકે છે.

છેવટે કેમ ગંદુ હોય છે કીબોર્ડ :-

ખાસ કરીને આપણે ડેસ્ક ઉપર બેસીને કામ કરીએ છીએ. ઘણી વખત આપણે ત્યાં જ બેસીને ખાવાનું ખાઈ લઈએ અને એમ કરવાથી ખાવાના રેસા ડિસ્ક ઉપર પડી જાય છે. આવી રીતે ખાવાની વસ્તુ ઘણી વખત ડેસ્ક ઉપર પડી જાય છે. જેથી ડેસ્ક ગંદી થઇ જાય છે અને ડેસ્ક ઉપર રાખેલી વસ્તુ ઉપર બેક્ટેરિયા લાગી જાય છે. અને કામ કરતી વખતે આપના હાથની મદદથી તે બધા બેક્ટેરિયા કીબોર્ડ ઉપર પણ લાગી જાય છે. આપણે આપણા હાથને સારી રીતે સાફ કરી લઈએ છીએ પણ કીબોર્ડ ઉપર તે બેક્ટેરિયા રહી જાય છે.

જેને લઇને ડેસ્ક અને કીબોર્ડમાં ટોયલેટથી પણ વધુ ગંદા બેક્ટેરિયા મળી આવે છે. વર્ષ ૨૦૧૬ માં સીબીટી નગ્ગેટસ દ્વારા પણ ઓફીસની હાઈજીનને લઇને શોધ કરવામાં આવી હતી અને આ શોધમાં જાણવા મળ્યું હતું કે ઓફીસમાં રહેલી મોટાભાગની વસ્તુ ઉપર બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત ફ્લુ થવાથી જયારે આપણે છીંક લઈએ છીએ તો નાક માંથી નીકળતા બેક્ટેરિયા પણ કીબોર્ડમાં જમા થઇ જાય છે. જે આગળ જઈને તમને વધુ બીમાર કરી દે છે.

ટોયલેટ સીટથી વધુ બેક્ટેરિયા હોય છે ફોનમાં :-

ટોયલેટ સીટની સરખામણી એ સ્માર્ટફોન વધુ ગંદા હોય છે અને તમે જો સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો? તેમાં ટોયલેટ સીટની સરખામણીમાં નવ હજાર ગણા ગંદા બેક્ટેરિયા મળી આવે છે અને તે બેક્ટેરિયા એટલા ખતરનાક હોય છે કે તે તમને બીમાર કરી શકે છે. ખાસ કરીને આપણે ફોનનો ઉપયોગ ગંદા હાથથી પણ કરી લઈએ છીએ અને ફોનને ગંદી જગ્યા ઉપર રાખી દઈએ છીએ જેને કારણે તે ફોનમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા લાગી જાય છે.

કેવી રીતે બચવું આ બેક્ટેરિયાથી?

તમારા કીબોર્ડ અને ફોનની સાફ સફાઈ ઉપર તમે ધ્યાન આપો અને રોજ તેને સાફ કરો. તમે કોમ્પ્યુટર કે કીબોર્ડનો ઉપયોગ કરતા પહેલા તેને કોઈં કપડાથી સારી રીતે સાફ કરો. એવી રીતે રોજ ફોનને પણ કપડાથી સાફ કરો અને ફોનને ગંદી જગ્યા ઉપર પણ ન રાખો. તે ઉપરાંત જો તમને બાથરૂમમાં ફોન લઇ જવાની ટેવ છે, તો તેને તરત બદલી લો. બસ થોડી એવી સફાઈ કરવાથી તમે આ ખતરનાક બેક્ટેરિયાથી તમારા કીબોર્ડને બચાવી શકો છો અને તેને સાફ હોવાથી તમારું આરોગ્ય પણ સારું રહે છે.