કંસના સસરા ભગવાન શ્રીકૃષ્ણને મારવા માટે વારંવાર કરતા હતા મથુરા પર આક્રમણ, પણ દર વખતે….

કંસના વધ પછી તેના સસરા શ્રીકૃષ્ણને મારવા માટે કરતા હતા મથુરા પર વારંવાર આક્રમણ, વાંચો આખી કથા. મહાભારતના મુખ્ય પાત્રોમાંથી એક જરાસંધ પણ હતા. મગધના રાજા જરાસંઘ કંસના સસરા હતા. શ્રીકૃષ્ણએ કંસનો વધ કર્યો, ત્યારબાદ જરાસંઘે શ્રીકૃષ્ણ સાથે બદલો લેવા માટે ઘણી વાર મથુરા પર આક્રમણ કર્યું હતું. શ્રીકૃષ્ણ અને બલરામ તેને દર વખતે પરાજિત કરી દેતા હતા. પણ તેને મારતા ન હતા.

એકવાર બલરામે શ્રીકૃષ્ણને પૂછ્યું કે, આપણે જરાસંઘને મારી કેમ નથી રહ્યા. ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું કે, જરાસંઘ પોતાના જેવા અધર્મી રાજાને લઈને યુદ્ધ કરવા આપણી સામે આવી જાય છે. આથી આપણે તે અધર્મી રાજાઓને મારવા માટે ક્યાંય જવાની જરૂર નથી પડતી. જો આપણે જરાસંઘને જ મારી નાખીશું, તો આવા અધર્મીઓને મારવા માટે આપણે પોતે પૃથ્વીના ખૂણે ખૂણા સુધી જવું પડશે. જરાસંઘ આપણું જ કામ સરળ કરી રહ્યો છે. જયારે દુનિયાના બધા અધર્મી રાજા મરી જશે, તો આપણે જરાસંધનો પણ અંત કરી દઈશું.

jarasandh
jarasandh

આ છે જરાસંઘના જન્મની કથા : મગધના રાજા બૃહદ્રથની બે રાણીઓ હતી. એક ઋષિએ રાજા બૃહદ્રથને એક કેરી આપતા કહ્યું હતું કે, આ કેરી તમારી રાણીને ખવડાવી દેજો તેનાથી તમારા ઘરે સંતાનનો જન્મ થશે. રાજા તે કેરીના બે ટુકડા કરીને પોતાની બંને રાણીઓને ખવડાવે છે. ત્યારબાદ બાદ બંને રાણીઓ અડધા-અડધા બાળકને જન્મ આપે છે. અધૂરા બાળકોને રાજા વનમાં ફેંકાવી દે છે.

તે સમયે વનમાં રહેતી જરા નામની રાક્ષસી તે બંને અધૂરા બાળકોને પોતાની શક્તિની મદદથી જોડી દે છે, અને તે બાળક જીવિત થઈ જાય છે. પછી જરા રાક્ષસી તે બાળકને રાજા બૃહદ્રથને સોંપી દે છે. જરાએ તે બાળકના બે ટુકડા જોડ્યા હતા એટલે તે બાળકનું નામ જરાસંધ રાખવામાં આવ્યું.

ભીમે કર્યો હતો જરાસંઘનો વધ : શ્રીકૃષ્ણએ જરાસંધનો વધ કરવાની એક યોજના બનાવી હતી. યોજના અનુસાર ભીમ અને જરાસંધ વચ્ચે મલ્લયુદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. તે યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલ્યું હતું. ભીમ જ્યારે પણ જરાસંઘના શરીરના બે ટુકડા કરતો ત્યારે તે બંને ભાગ ફરીથી જોડાઈ જતા હતા.

વારંવાર એવું થતું રહ્યું. ત્યારે શ્રીક્રુષ્ણએ ભીમને સંકેત આપ્યો કે, તે જરાસંધના શરીરના બંને ભાગને અલગ-અલગ દિશાઓમાં ફેંકે. શ્રીકૃષ્ણનો સંકેત સમજીને ભીમે એવું જ કર્યું અને જરાસંધ માર્યો ગયો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.