જયારે ખૂબ વધારે ગુસ્સો આવે ત્યારે માણસે ફક્ત આ એક કામ કરી લેવું જોઈએ, ગુસ્સો શાંત થઇ જશે.

મહિલાને વધુ ગુસ્સો આવતો હતો, તેથી સમાજમાં તેને કડવું બોલવાની આદતને લીધે કોઈ વાત કરતું ન હતું, પછી એક સંતે તેને એક દવા આપી.

પહેલાના સમયમાં એક ગામમાં એક મહિલા રહેતી હતી, જે પોતાના ગુસ્સાને લીધે આખા ગામમાં ચર્ચામાં રહેતી હતી. તેને ઘણો વધુ ગુસ્સો આવતો હતો. જયારે તે ગુસ્સામાં આવતી તો એવું બોલી નાખતી જેથી કોઈને પણ દુ:ખ લાગી જતું, ત્યાં સુધી કે ગુસ્સો વ્યક્ત કરતી વખતે તે એ પણ જોતી ન હતી કે તે કોની સાથે વાત કરી રહી છે.

તેની બોલેલી વાતથી આખું કુટુંબ દુ:ખી રહેતું હતું અને જયારે એનો ગુસ્સો શાંત થઇ જાય તો તેને પછતાવો થવા લાગતો. તે પણ વિચારતી કે ક્યાંકથી તેનો ઈલાજ મળી જાય તો સારું.

મહિલાએ લીધી સંત પાસે દવા :-

એક દિવસ ગામમાં એક સંત આવ્યા. તેમનું નામ ઘણું પ્રસિદ્ધ હતું. ગામના ઘણા લોકો તેના દર્શન કરવા માટે આવ્યા. મહિલા પણ સંત પાસે આવી અને કહ્યું મહારાજ મને ઘણો ગુસ્સો આવે છે અને આ ગુસ્સાને કારણે જ મારું કુટુંબ મારાથી દુર ભાગે છે. સંબંધિઓ મને તેમના ઘરે નથી બોલાવતા, પાડોશી મારાથી દુર ભાગે છે. હું પોતે પણ મારી જાતને સુધારી નથી શકતી. કોઇ એવો ઉપાય જણાવો જેથી મારો ગુસ્સો શાંત થઇ જાય.

સંતે કહ્યું તમારો ઈલાજ ખુબ સરળતાથી થઇ શકે છે. તેમણે પોતાના ખિસ્સા માંથી એક બોટલ કાઢીને મહિલાને આપી. સંતે કહ્યું કે આ ગુસ્સો શાંત કરવાની દવા છે. જયારે તને ગુસ્સો આવે તો તું તેને મોઢામાં લગાવીને પીજે અને ત્યાં સુધી પીવાની જ્યાં સુધી તારો ગુસ્સો શાંત ન થઇ જાય. એક અઠવાડિયામાં તું ઠીક થઇ જઈશ.

એટલા માટે શાંત થઇ ગયો ગુસ્સો :-

મહિલાએ બસ એવું જ કર્યું. તે પોતાના ગુસ્સા ઉપર કાબુ મેળવવા માગતી હતી. એક અઠવાડિયા સુધી તેણે દવા પીધી અને એક અઠવાડિયામાં તેનો ગુસ્સો પણ ઓછો થઇ ગયો. મહિલા સંત પાસે પહોચી અને કહ્યું  – ‘મારા ઘર પરિવારમાં બધું ઠીક થઇ ગયું. મને આ દવાનું નામ બતાવો. આગળ પછી ક્યારે જરૂર પડે તો હું ફરી તેનો ઉપયોગ કરી લઉં.’

સંત હસ્યા અને કહ્યું – દેવી મેં તને કોઈ દવા નથી આપી. આ બોટલમાં માત્ર પાણી હતું એ કોઈ દવા ન હતી. ગુસ્સો આવે ત્યારે તું તારા મોઢામાં પાણી નાખતી હતી તેથી તું કાંઈ બોલી શકતી ન હતી અને ધીમે ધીમે પોતાની વાણી ઉપર કાબુ મેળવી શકી. હવે જયારે પણ તમે ગુસ્સો આવે તો એક ગ્લાસ પાણી પી લે જે. તારો ગુસ્સો શાંત થઇ જશે.

ગુસ્સો આવવો માણસનો સ્વભાવ છે, પરંતુ દરરોજ દરેક વાત ઉપર ગુસ્સે થવાથી વ્યક્તિ ઘર સમાજ અને પરિવારથી દુર થવા લગે છે. તેવામાં જયારે પણ ગુસ્સો આવે તો પોતાને શાંત રાખીને વિચારવું જોઈએ કે જે તમે કરી રહ્યા છો તેનાથી સામે વાળાને કેવી અસર પડે છે? જયારે તમે તેના વિષે વિચારો છો તો તમે તમારા પોતાના જ ગુસ્સા ઉપર કાબુ મેળવી લેશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.