જે આપણે બીજાને આપીએ તે જ આપણી પાસે પાછું આવશે, તે પછી ઈજ્જત, સન્માન કે હોય દગો.

ખેડૂત શહેરમાં માખણ વેચવા માટે જતો, જે દુકાનદાર પાસેથી વસ્તુ લેતો એને જ એ બદલામાં માખણ આપતો, પણ એક દિવસ થયું એવું કે…

ગામમાં એક ખેડૂત રહેતો હતો, જે દૂધ દહીં અને માખણ બનાવીને વેચવાનું કામ કરતો હતો. એક દિવસ પત્નીએ તેને માખણ તૈયાર કરીને આપ્યુ. એ તેને વેચવા માટે ગામડેથી શહેર તરફ જવા નીકળ્યો.

આ માખણ ગોળ પેંડાની જેમ બન્યું હતું. અને દરેક પેંડાનું વજન 1 કિલો જેટલું હતું. શહેરમાં ખેડૂતે આ માખણને રોજની જેમ દુકાનદારને વેચી દીધું. દુકાનદાર પાસેથી ચા પત્તી, ખાંડ, તેલ, સાબુ વગેરે ખરીદીને તે પાછો પોતાના ગામ જવા રવાના થયો.

ખેડૂતના ગયા પછી દુકાનદારે માખણને ફ્રીઝમાં રાખવાની તૈયારી કરી. તેને વિચાર આવ્યો કે તેનું વજન કરવું જોઈએ. વજન કર્યા પછી ખબર પડી કે તે 900 જ ગ્રામ હતું 1 કિલો નહિ.

નિરાશ થઈને તેણે દરેક માખણના પેંડાનું વજન કર્યું, તો દરેક પેંડા 900 ગ્રામ હતા. પછીના અઠવાડિયે ખેડૂત ફરીથી માખણ લઈને દુકાનદારને ત્યાં ગયો દુકાનદારે ખેડૂતને ગુસ્સાથી કહ્યું ‘અહીંથી જતો રહે, કોઈ બેઈમાન અને દગાબાજથી સાથે તારો કારોબાર કરજે પણ મારી જોડે નહીં.’ 900 ગ્રામ માખણને એક કિલોગ્રામ માખણ કહેવા વાળા વ્યક્તિ સાથે મારે કોઈ વ્યવહાર કરવો નથી.

ખેડૂતે વિનમ્રતાથી દુકાનદારને કહ્યું, મારા ભાઈ મારાથી નારાજ ના થઈશ, હું તો ગરીબ અને લાચાર વ્યક્તિ છું.

અમારી માલ તોલવા માટે બાટ ખરીદવાની હેસિયત નથી, તમે જે મને એક કિલો ખાંડ આપો છો, તેને જ હું એક ત્રાજવામાં મુકીને બીજા પલ્લામાં માખણ રાખીને તેને તોલુ છું.

જે આપણે બીજાને આપીએ.

તે જ આપણી પાસે પાછું આવશે

તે પછી ઈજ્જત, સન્માન કે પછી દગો હોય

હરે રામ હરે રામ, રામ રામ હરે હરે

હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે