વ્યક્તિની સિગ્નેચરમાં છુપાયેલ છે ઘણા રાઝ, ફક્ત સહી માત્રથી ઓળખો એમનું વ્યક્તિત્વ કેવું છે

સિગ્નેચર એટલે હસ્તાક્ષર ઘણા મહત્વના હોય છે, એટલા માટે દરેક વ્યક્તિના હસ્તાક્ષર કરતી વખતે પૂરી સાવચેતી રાખવી જોઈએ. બધાના સિગ્નેચર અલગ અલગ હોય છે. જ્યોતિષની માન્યતા છે કે જે વ્યક્તિનો જેવો સ્વભાવ હોય છે, તેની સિગ્નેચર પણ તેવી જ હોય છે. એ કારણે આપણે સિગ્નેચર જોઈને પણ લોકોનો સ્વભાવ અને તેની આદતોના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. અહિયાં જાણો હસ્તાક્ષર જોઈને પોતાની અને બીજાની વિશેષ વાતો કેવી રીતે જાણી શકાય છે.

૧. જે લોકો હસ્તાક્ષરમાં પોતાનું નામ લખે છે, સરનેમ નથી લખતા, તે પોતાના સિદ્ધાંત ઉપર કામ કરવા વાળા હોય છે. સામાન્ય રીતે એવા લોકો કોઈ બીજાની સલાહ નથી માનતા, તે લોકો સાંભળે બધાનું છે, પરંતુ કરે છે પોતાના મન નું જ.

૨. જે લોકો જલ્દી જલ્દી અને અસ્પષ્ટ હસ્તાક્ષર કરે છે, તે જીવનમાં ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરે છે. એવા લોકો સુખી જીવન નથી જીવી શકતા. આમ તો એવા લોકોમાં સફળ થવાની ઈચ્છા ઘણી વધુ હોય છે અને તેના માટે તે મહેનત પણ કરે છે. તે લોકો કોઈને પણ દગો આપી શકે છે. સ્વભાવમાં હોંશિયાર હોય છે, તેને કારણે તેને કોઈ દગો નથી આપી શકતા.

૩. ઘણા લોકો હસ્તાક્ષર તોડી મચડીને કે ટુકડા ટુકડા કે જુદા જુદા ભાગમાં કરે છે, હસ્તાક્ષરના શબ્દ નાના નાના અને અસ્પષ્ટ હોય છે. જે સરળતાથી સમજતા નથી. સામાન્ય રીતે એવા લોકો ઘણા જ ચાલાક હોય છે. તે લોકો પોતાના કામ સાથે જોડાયેલા રહસ્ય કોઈની સામે રજુ કરતા નથી. ક્યારે ક્યારે તે લોકો ખોટા રસ્તા ઉપર પણ જતા રહે છે અને કોઈને નુકશાન પણ પહોચાડી શકે છે.

૪. જે લોકો કલાત્મક અને આકર્ષક હસ્તાક્ષર કરે છે, તે રચનાત્મક સ્વભાવના હોય છે. એને કોઈ પણ કાર્યને રચનાત્મક રીતે કરવાનું ગમે છે. એવા લોકો કોઈને કોઈ કાર્યમાં હુન્નર વાળા હોય છે. તે લોકોની કામ કરવાની પદ્ધતિ બીજા લોકોથી એકદમ અલગ હોય છે. એવી હસ્તાક્ષર વાળા લોકો પેન્ટર કે કલાકાર પણ હોઈ શકે છે.

૫. ઘણા લોકો હસ્તાક્ષરની નીચે બે લાઈન કરે છે. એવી સિગ્નેચર કરવા વાળા લોકોમાં અસુરક્ષાની ભાવના વધુ હોય છે. કોઈ કામમાં સફળતા મળશે કે નહિ? તે વાતનો સંદેહ હંમેશા રહે છે. પૈસા ખર્ચ કરવા પણ તેઓને ઘણું ખરાબ લાગે છે. એટલે કે તે લોકો કંજૂસ પણ હોઈ શકે છે.

૬. જે લોકો હસ્તાક્ષર કરતી વખતે નામનો પહેલો અક્ષર થોડો મોટો અને આખું નામ લખે છે, તે અદ્દભુત પ્રતિમા ધરાવતા હોય છે. એવા લોકો જીવનમાં તમામ સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે. ઈશ્વરમાં આસ્થા રાખવા વાળા અને ધાર્મિક કાર્ય કરવો તેમનો સ્વભાવ હોય છે. એવા લોકોનું લગ્ન જીવન પણ સુખી હોય છે.

૭. જે લોકોની સિગ્નેચર મધ્યમ આકારના અક્ષર વાળી અને એ પ્રકારના લખાણવાળી છે, બસ એવા જ અક્ષર હોય તો તે વ્યક્તિ દરેક કામને ખુબ સારી રીતે કરે છે. તે લોકો દરેક કામમાં સન્તુલન જાળવી રાખે છે. બીજા સામે બનાવટી સ્વભાવ નથી રાખતા. જેવા તે વાસ્તવિક હોય છે, બસ એવા જ પોતાને દેખાડે છે.

૮. જે લોકો પોતાના હસ્તાક્ષરની નીચેથી ઉપરની તરફ લઇ જાય છે. તે આશાવાદી હોય છે. નિરાશાનો ભાવ તેમના સ્વભાવમાં નથી હોતો. એવા લોકો ભગવાનમાં આસ્થા રાખવા વાળા હોય છે. તેમનો ઉદેશ્ય જીવનમાં આગળ વધવાનો હોય છે. આ પ્રકારની હસ્તાક્ષર કરવા વાળા વ્યક્તિ બીજા લોકોનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા ધરાવે છે.

૯. જે લોકોના હસ્તાક્ષર ઉપરથી નીચે તરફ જાય છે, તે નકારાત્મક વિચાર વાળા હોઈ શકે છે. એવા લોકો કોઈ પણ કામમાં નિષ્ફળતાની વાત પહેલા વિચારે છે.

૧૦. જે લોકોના હસ્તાક્ષર એક સરખા લયબદ્ધ નથી દેખાતા, તે માનસિક રીતે અસ્થિર જેવા હોય છે. તેને માનસિક રીતે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. સાથે જ, તેમના વિચારોમાં ફેરફાર થતા રહે છે. તે લોકો કોઈ એક વાત ઉપર ચોક્કસ નથી રહી શકતા.

૧૧. જે લોકોના હસ્તાક્ષર સામાન્ય રીતે કપાયેલી જોવા મળે છે, તે નકારાત્મક વિચારો વાળા હોય છે. તેને કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા પહેલા દેખાય છે. તે કારણે તે નવા કામ કરવામાં તેને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.

૧૨. જો કોઈ વ્યક્તિના હસ્તાક્ષરના અંતમાં લાંબી લાઈન ખેંચે છે. તો તે ઉર્જાવાન હોય છે. એવા લોકો બીજાની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. કોઈ પણ કામને પુરા મનથી કરે છે અને સફળતા પણ પ્રાપ્ત કરે છે.

૧૩. જે લોકો હસ્તાક્ષર કરતી વખતે પોતાનું મિડલ નેમ પહેલા લખે છે, તે પોતાની પસંદ નાપસંદને વધુ મહત્વ આપે છે. ત્યાર પછી કામ પૂરું કરવામાં લાગી જાય છે.

૧૪. જે લોકો હસ્તાક્ષરનો પહેલો અક્ષર મોટો લખે છે, તે અદ્દભુત પ્રતિભા ધરાવતા હોય છે. એવા લોકો કોઈ પણ કાર્યને પોતાની રીતે જ પૂરું કરે છે. પોતાના કામમાં પારંગત હોય છે. પહેલો અક્ષર મોટો બનાવ્યા પછી બીજા અક્ષર નાના નાના અને સુંદર દેખાતા હોય તો વ્યક્તિ ધીમે ધીમે કોઈ વિશેષ સ્થાન ઉપર પહોચી જાય છે. એવા લોકોને જીવનમાં તમામ સુખ સુવિધા પ્રાપ્ત થઇ જાય છે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ   /એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.