જેલરને મળ્યા ત્રણ અજીબ ઉંદર, પેટ પર દેખાય અજીબો ગરીબ નિશાન. પેટ ખોલીને જોયું તો રહી ગયા ચકિત.

“જ્યાં ચાહ ત્યાં રાહ” આ કહેવત તો તમે સાંભળી જ હશે. આ કહેવતનો અર્થ છે કે જો કોઈ કોઈ કામ કરવા માંગે છે, તો તે કરવાની રીત તે શોધી જ લે છે. પરંતુ આજે અમે તમને એક એવા કામ વિશે જણાવીશું જેના વિશે તમે જાણીને દંગ રહી જશો.

આ પહેલા તમે ઉંદરના આતંક વિશે ઘણા સમાચાર સાંભળ્યા હશે. ક્યાંક ઉંદર દારુ પી જાય છે. તો ક્યાંક લાખો રૂપિયા કાતરી નાખે છે, તો ક્યાંક ઉંદર એ માણસના બાળકને જ ખાઈ લીધો. પરંતુ આજે જે ઉંદર એવું કર્યું છે. જે ખરેખર દંગ કરી દેનારું છે. તો આવો તમને આજે તમને જણાવીએ શું છે આખી વાત.

વાસ્તવમાં આ ઘટના છે બ્રિટનની જ્યાં જેલમાં પૂરેલા કેદીઓને ઉંદર દ્વારા અનેક પ્રકારની વસ્તુઓ પહોંચાડવામાં આવી છે, જેણે લઇ જવા ઉપર જેલમાં પ્રતિબંધ હોય છે. પરંતુ ત્યાંના ક્રમિકલ ઓર્ગેનાઇઝેશનએ ઉંદરની મદદથી આ એક તરકીબ શોધી કાઢી જે ઘણા લાંબા સમયથી ચાલી રહી છે.

જેલના અધિકારીઓને એકવાર ત્યાં ત્રણ મરેલા ઉંદરો મળ્યા હતા, જે વાત તેમણે ખૂબ જ સામાન્ય ગણી. મરેલા ઉંદરનું મળવું એક સામાન્ય એવી ઘટના હતી. જે અધિકારીઓએ ધ્યાન બહાર કરી દીધી. પરંતુ જ્યારે તેમણે આ ઉંદરના પેટ ઉપર સર્જરીના નિશાન જોયા તો તેમને થોડી શંકા ગઈ.

અધિકારીઓએ તે ત્રણ ઉંદરોનું પેટ ખોલ્યું, તો તેમના પેટ માંથી કંઇક એવી ગેરકાયદેસર વસ્તુઓ મળી. જે જેલની અંદર લઇ જવી સંપૂર્ણ રીતે મનાઈ હતી. આ મરેલાં ઉંદર જેલની અંદર ફેંકવામાં આવ્યા હતા, જેના દ્વારા કેદીઓને તે વસ્તુઓ આપવામાં આવી હતી, જે તેમને જેલની અંદર મળવી એકદમ મનાઈ હતી.

શું શું મળ્યું ઉંદરની અંદર?

જ્યારે અધિકારીઓએ તે ઉંદરોનું પેટ ખોલાવ્યું તો તેની અંદરથી પાંચ મોબાઇલ ફોન, ચાર્જર, સિમ કાર્ડ અને સિગારેટના પેપર મળ્યાં. પોલીસેએ ગાંજો અને તંબાકુ સહિત મોટા જથ્થામાં સિન્થેટિક ડ્રગ્સ પણ મેળવી લીધાં છે.

આ વાતથી એક વાત સ્પષ્ટ થાય છે કે બ્રિટનના પ્રિઝન મિનિસ્ટર રોરી સ્ટીવર્ટના જણાવ્યા મુજબ આ બાબત ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ગુનેગારો જેલમાં પોતાના સાથીઓને ડ્રગ્સ અને તેમની જરૂરિયાતોની વસ્તુ પહોચાડવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે. જોકે અત્યારે એ વાત સ્પષ્ટ નથી થઇ શકી કે ખરેખર આ ઉંદર જેલની અંદર પહોચ્યા કેવી રીતે?

નશામાં જોવા મળી રહ્યા હતા જેલના કેદી :-

આ પહેલી વખત નથી, જ્યારે આ પ્રકારની કોઈ આવી ઘટના સામે આવી છે, તે પહેલા પણ જેલમાં કેદીઓને વસ્તુઓ પહોંચાડવા માટે ઘણી અલગ અલગ રીતો અજમાવવામાં આવી છે. જેમાં ટેનિસ બૉલની અંદર વસ્તુઓ રાખીને કબુતરની સહાયથી તો ક્યારેક ડ્રોન્સનો ઉપયોગ કરીને જેલના કેદીઓને આવા પ્રકારની વસ્તુ પહોચાડવામાં આવે છે.

ત્યાં એક અહેવાલમાં એ પણ જાણવા મળ્યું છે કે જેલમાં નશા વાળાઓની સંખ્યા દિવસને દિવસે વધતી જઈ રહી છે. ત્યાં લગભગ 20 ટકા કેદીઓના બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં ડ્રગનો રીપોટ પોઝિટિવ આવ્યો હતો.

આ નેગેટીવ ન્યુજ માંથી આપણે પોઝેટીવ વિચાર લેવો જોઈએ કે ડ્રગની તલપ એ માણસને નવા નવા રસ્તા શોધાવે છે તો જે માણસે કામ કરવું છે એ કોઈ પણ રીતે કરે જ છે બહાના નથી બતાવતો. જય હિન્દ…