જેને મરેલો સમજીને રસ્તા પર જ ફેંક્યો હતો, તેને ‘આયુષ્માને’ આપી નવી જિંદગી.

આઠ વર્ષ સુધી દિલ્હીની એક કંપનીમાં બાંધેલા મજુર તરીકે રહ્યા, જ્યાં ગંભીર રીતે બીમાર પડ્યા પછી મજીદ અઢી વર્ષ સુધી કમરમાં મળમૂત્રની થેલી બાંધીને ફરતો હતો.

ત્રણ મહિના પહેલા સુધી મજીદ શાહનું જીવન નરકથી પણ ખરાબ હતું. લગભગ અઢી વર્ષ પહેલા સુધી લોકો તેની પાસે જવાથી દુર ભાગતા હતા. મરેલો સમજીને કંપની વાળાએ તેને રોડ ઉપર ફેંકી દીધો હતો. ગરીબીને લીધે તેનો ઈલાજ પણ સારી રીતે થઇ રહ્યો ન હતો.

પરંતુ જીલ્લા વિવિધ સેવા અધિકારી સચિવ વિનોદ કુમારની મજીદ સાથે મુલાકાત થઇ તો ન માત્ર તેનું જીવન જ બદલાઈ ગયું પરંતુ તેનો સંપૂર્ણ ઈલાજ પણ મફતમાં થઇ. હવે તે સંપૂર્ણ રીતે સારા છે અને સામાન્ય જીવન પસાર કરી રહ્યા છે. મજીદ શાહ ગુમલા જીલ્લાના પતગચ્છા ગામના રહેવાસી છે.

પેટ ચીરીને બહાર કાઢી નાખી ડાયજેસ્ટ સીસ્ટમ :-

ગુમલામાં ગામ છોડીને જતા રહેવાની સમસ્યા છે અને તેનો ફાયદો ઉઠાવગીર ઉપાડે છે. મજીદ જયારે ૧૨ વર્ષનો હતો, ત્યારે તેને સારી નોકરી આપવાની લાલચ આપીને દિલ્હી લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને એક ફેકટરીમાં બાંધેલા મજુર બનાવી દીધા હતા. આઠ વર્ષ કામ કર્યા પછી અચાનક તેની તબિયત ખરાબ રહેવા લાગી. તેનું પેટ ફૂલી ગયું. કંપની વાળાએ તેને રોડ ઉપર ફેંકી દીધો.

કોઈનું ધ્યાન પડ્યું તો તેને હોસ્પિટલ પહોચાડી દીધો. પેટના ચેપની વાત કરી હોસ્પિટલ વાળાએ તેની ડાયજેસ્ટીવ સીસ્ટમ બહાર કાઢી નાખી અને એક પ્લાસ્ટિકની થેલી સાથે બાંધી દીધી. જેમાં મજીદનું મળમૂત્ર એકઠું થતું હતું.

અઢી વર્ષ સુધી બંધાઈ રહી થેલી :-

હોસ્પિટલ માંથી ફોન આવવાથી મજીદના કુટુંબ વાળા તેને દિલ્હીથી ગુમલા લાવ્યા. તે રીમ્સમાં ઈલાજ માટે પહોચ્યો પરંતુ રીમ્સ વાળાએ તેને દાખલ ન કર્યા. તેથી રાંચીની એક ખાનગી હોસ્પીટલમાં પોતાનો ઈલાજ કરાવ્યો. જ્યાં એક વખત ઓપરેશન પછી પણ ઠીક ન થઇ શક્યો. મજીદ લગભગ અઢી વર્ષ સુધી મળમૂત્ર વાળી પ્લાસ્ટીકની થેલી બાંધીને ફરતો રહ્યો.

ડાલસા સચિવ વિનોદ કુમારે કરી મદદ :-

મજીદે જીવવાની આશા છોડી દીધી હતી. માનવ જીવનથી વહેલાસર છુટકારો મેળવવા માંગતો હતો. પરંતુ નસીબને કાંઈક બીજું જ મંજુર હતું. કોર્ટમાં જુબાની નોંધાવતા દરમિયાન તેની મુલાકાત ગુમલાના ડાલસા સચિવ વિનોદ કુમાર સાથે થઇ. તેની દશા જોઇને વિનોદ કુમારે સિવિલ સર્જન સાથે વાત કરી તેનુ આયુષ્યમાન કાર્ડ બનાવરાવ્યુ.

ત્યાર પછી પીએલવીની મદદથી તેને રીમ્સ લાવવામાં આવ્યો. જ્યાં ઈલાજ પછી શાહ એકદમ ઠીક થઇ ગયો છે. તેની ડાયજેસ્ટીવ સીસ્ટમને પેટની અંદર કરી દેવામાં આવી અને થેલી લટકાવવા માંથી છુટકારો મળી ગયો. આયુષ્યમાન કાર્ડને લીધે તેની તમામ સારવાર મફતમાં થઇ.

સાક્ષી દરમિયાન મજીદની સ્થિતિ જોઇને ડાલસા તરફથી સંપૂર્ણ મદદ કરવામાં આવી. કેસ ધ્યાન ઉપર આવ્યા પછી રીમ્સમાં તેની ઉત્તમ સારવાર કરાવવામાં આવી અને હવે મજીદ સંપૂર્ણ રીતે સામાન્ય જીવન પસાર કરી થયા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.