જેને તમે સાચું માનો છો, ક્યાંક તે એક ષડ્યંત્ર તો નથીને? આ પાંચ થીયરી વાંચો.

સ્કુલમાં તમે થીયરી ભણ્યા હશો કે વાચી રહ્યા હશો. થીયરીમાં તર્કો અને તથ્યોના આધારે અનુમાનોને સાબિત કરવામાં આવે છે. પરંતુ થોડા તર્ક અને તથ્ય એવા પણ હોય છે, જે થીયરીના સમર્થનમાં નથી હોતા, પરંતુ રહેલી સ્થિતિથી ભિન્ન સ્થિતિનું વર્ણન કરે છે, તેનું શું થાય છે? તેના દ્વારા નવી થીયરી બને છે. જેનું સમર્થન વધુ નથી હોતું. તેને કોન્સપીરેસી થીયરી કહે છે. દુનિયામાં ઢગલાબંધ કોન્સપીરેસી થીયરીઓ છે. કોન્સપીરેસી થીયરીનો અર્થએ પણ છે કે તે મુખ્યસ્ત્રોત દ્વારા માનવામાં આવી રહેલી થિયરીને એક ષડ્યંત્ર બતાવે છે.

૧. નીલ આર્મ સ્ટ્રોંગ ક્યારેય ચાંદ ઉપર ગયો જ નથી :-

ઘણા લોકોનું માનવું છે કે અમેરિકા અને નાસાએ મળીને લોકોને મુર્ખ બનાવ્યા છે. ૨૧ જુલાઈ, ૧૯૬૯ના રોજ ચાંદ ઉપર કોઈ ગયું જ ન હતું, કેમ કે અમેરિકાને પોતાને રૂસથી મોટું સાબિત કરવું હતું અને રૂસ ૧૯૬૧ માં અંતરીક્ષમાં માણસ મોકલવામાં સફળ થઇ ગયો હતો, એટલા માટે આ બધું ષડ્યંત્ર રહ્યું હતું.

જે પણ ફોટા અને વિડીયો રહેલા છે, તે સ્ટુડિયોમાં શુટ કરવામાં આવ્યા હતા. આ થીયરીને ન માનવા વાળા તેને સાબિત કરવા માટે મળેલા ફોટાને પણ આગળ મુકે છે. તે આ વિડીયો અને ફોટામાં રહેલી ભૂલોને ગણે છે.

૨. પૃથ્વી ગોળ નથી :-

સ્કૂલોમાં ભણાવવામાં આવે છે, સ્પેસ માંથી લેવામાં આવેલા તમામ પ્રકારના ફોટા રહેલા છે. છતાં પણ તેનાથી ઘણા લોકોનું માનવું છે કે પૃથ્વી ગોળ નથી, સપાટ છે. તેવું માનવા વાળાએ કાયદેસર એક ઓનલાઈન સોસાયટી બનાવી દીધી છે. જેમાં તે પોતાના તર્ક રજુ કરે છે. સામાન્ય રીતે આ થીયરીને માનવા વાળા ઉપર આપવામાં આવેલી થીયરીના પણ સમર્થક હોય છે.

૩. ૯/૧૧ ની ઘટના :-

તેને દુનિયાની સૌથી પ્રસિદ્ધ કોન્ત્રોવર્ષીયલ થીયરી કહી શકાય છે. તે માનવા વાળાનું કહેવું છે કે અમેરિકામાં થયેલા આતંકવાદી ઘટનાની પાછળ કોઈ બહારની વ્યક્તિનો હાથ ન હતો.

જે ટ્વીન ટાવર સાથે ઉઠાવી લાવવામાં આવેલા પ્લેનથી અથડાવ્યુ હતું, તે સ્ટેનલેસ સ્ટીલ માંથી બનેલું હતું. પ્લેન ૪૭ માં માળ સાથે જઈને અથડાયુ હતું. પરંતુ ગરમીથી આખી બિલ્ડીંગ પડી ગઈ હતી. જો કે તપાસ રીપોર્ટ જણાવે છે કે માત્ર આગ લાગવાથી આખી બિલ્ડીંગ પડી નથી શકતી.

આ થીયરીના માનવા વાળાનું કહેવું છે કે આખી બિલ્ડીંગને એક પછી એક ક્રમશઃ ધડાકાથી ઉડાડવામાં આવી. પરંતુ એવા કોઈ પુરાવા મળ્યા ન હતા.

૪. તેજો મહાલય :-

તેજો મહાલય એક ષડ્યંત્ર હેઠળ તાજમહાલ ગણાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે આપણા દેશના થોડા હિંદુવાદી સંગઠનોનો, તેમને વિશ્વાસ છે કે તાજમહાલને મુગલ શાસન શહેનશાહ એ નહોતો બનાવરાવ્યો પરંતુ આ હિંદુ રાજાએ બનાવરાવ્યો હતો અને આ કોઈ મકબરો નથી પરનું શિવાલય છે.

આ થીયરીને સ્થાપિત કરવા માટે ઘણા તથ્ય રજુ કરવામાં આવ્યા છે, તેની બનાવટ ઉપર, તેના બંધ ૫૨ રૂમ ઉપર. આ થીયરીનો પાયો ૬૦-૭૦ ના દશકમાં પીએમ ઓફક નામના મરાઠા લેખક એ રાખ્યો હતો.

૫. ઓગસ્ટ, ૧૯૪૫માં વિમાન દુર્ઘટનામાં નેતાજી સુભાષ ચંદ્ર બોસનું મૃત્યુ થયું હતું. એ વાત સ્કુલમાં ભણાવવામાં આવે છે પરંતુ ઘણા બધા લોકો આ વાત સાથે સંમત નથી થતા. તેમનું માનવું છે કે નેતાજીએ જાતે પોતાના મૃત્યુના સમાચાર ઉડાડ્યા હતા. જેથી તે અંગ્રેજોને છેતરીને છાનામાના પોતાનું કામ કરી શકે.

ત્યારના તેમના બોડીગાર્ડએ વર્ષ ૨૦૧૬માં કહ્યું હતું કે મૃત્યુના સમાચાર ફેલાઈ ગયાના એક વર્ષ પછી તેની મુલાકાત સુભાષ ચંદ્ર બોસ સાથે થાઈલેન્ડમાં થઇ હતી. તે પણ કહેવામાં આવે છે કે મહાત્મા ગાંધીની અંતિમ વિદાઈ યાત્રામાં પણ સુભાષ ચંદ્ર બોસ સાધુના વેશમાં હાજર હતા.