જીભના ચટકાને પુરા કરતુ લીલા મરચાનું અથાણું બનાવવાની રીત.

હાલના સમયમાં અથાણાની સીઝન ચાલી રહી છે, આજે આપણે તેમાંથી એક પ્રકારનું અથાણું બનાવતા શીખીશું. કેરી કે લીંબુનું અથાણું તો ઘણું ખાઈએ છીએ. ક્યારેક તીખા લીલા મરચાનું અથાણું પણ બનાવો અને ખાવ. આજે અમે તમારા માટે લીલા મરચાની રેસીપી લાવ્યા છીએ. લીલા મરચાનું અથાણું ખાવામાં ઘણું જ ટેસ્ટી હોય છે. અને તમને જાણીને આનંદ થશે કે લીલા મરચાનું અથાણું ઝડપથી બની જાય છે.

એટલા માટે લોકો અમારી પાસે લીલા મરચાનુ અથાણું કેવી રીતે બનાવવું? લીલા મરચાનું અથાણું બનાવવાની રેસીપી, લીલા મરચાનું અથાણું કેવી રીતે નાખવું તે અંગે પૂછતાં રહે છે. તો લીલા મરચાનું અથાણું બનાવવાની રીત અજમાવીએ. અમને વિશ્વાસ છે કે લીલા મરચાની રેસીપી તમને પસંદ આવશે.

જરૂરી સામગ્રી :

૪૦૦ ગ્રામ તાજા લીલા મરચા

૪ મોટા ચમચા રાઈ દાળ

૩ લીંબુનો રસ

અડધી ચમચી હળદર

અડધી નાની ચમચી હિંગ

મીઠું સ્વાદ મુજબ

રીત :

લીલા મરચાને સારી રીતે ધોઈને સાફ અને સુકા કપડાથી લુંછી લો.

મરચાને વચ્ચેથી ચીરા કરીને બધા બીજ કાઢી લો. (બીજ કાઢતા પહેલા હાથમાં થોડું તેલ લગાવવાથી હાથમાં બળતરા થતી નથી.)

એક વાસણમાં રાઈ દાળ, હળદર પાવડર, હિંગ મીઠું અને લીંબુનો અડધો રસ નાખીને સારી રીતે ભેળવીને મસાલો બનાવી લો.

હવે આ મસાલાને ચીરા કરેલા લીલા મરચામાં ભરી દો.

હવે આ મરચાને એક સ્વચ્છ અને કાચની કે માટીના વાસણમાં નાખો અને વધેલો લીંબુનો રસ નાખીને સારી રીતે હલાવી લો.

૨-૩ દિવસ માટે આ વાસણને તડકામાં રાખો અને દિવસમાં ૪-૫ વખત હલાવી લો.

લીલા મરચાનું અથાણું બનીને તૈયાર છે. તેને તમે ફ્રીજમાં રાખીને ૨ અઠવાડિયા સુધી વાપરી શકો છો.

મરચા શરીર માટે ઘણી રીતે ઉપયોગી છે, તે ઊંઘ લાવવામાં મદદ કરે છે. સાથે સાથે શરીરને ઘણા પોષક તત્વો પુરા કરે છે. અસહ્ય પીડામાં મરચામાં રહેલું તત્વ પીડાને સહન કરવાની શક્તિ આપે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.