જિમ જઈ રહ્યા છો, તો બિલકુલ પણ ન કરો આ કામ, નહીંતર મોટાપો વધી જશે.

દરેક માણસ પોતાનું શરીર ફીટ રાખવાની ઈચ્છા ધરાવે છે. તંદુરસ્ત રહેવા માટે સારી ડાયટ સાથે કસરત પણ કરવી ઘણી જરૂરી છે. પોતાના દોડધામ ભરેલા જીવન માંથી થોડો સમય કાઢીને જીમ પણ જતા રહો. તેનાથી આરોગ્ય તો સારું રહે છે સાથે જ શરીર પણ ફીટ રહેશે. ફીટ રહેવા માટે જીમમાં કસરત કરવાના પણ થોડા નિયમો હોય છે. જો જીમમાં આ નિયમોને ધ્યાન બહાર કરવામાં આવે અને અમુક ભૂલો કરવામાં આવે તો પણ મોટાપો વધી શકે છે. તેના માટે આવો જાણીએ આ ભૂલો વિષે જેને જીમમાં કરવાથી મોટાપો વધી જઈ શકે છે.

ખાવાની વચ્ચે ગેપ :

હંમેશા આપણે નાસ્તો કરવા વચ્ચે ઘણો લાંબો ગેપ રાખી દઈએ છીએ. તેથી લાંબા ગેપને કારણે શરીરમાં પોષક તત્વોની ખામી આવી જાય છે. તેને કારણે શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ ઓછું થવાની શક્યતા વધી જાય છે. લાંબા સમય સુધી પેટ ખાલી રહ્યા પછી બધું ખાવાનું ખાવાથી એસીડીટી, આળસ વગેરેની ફરિયાદ પણ થઇ શકે છે. તે પણ એક રીતે મોટાપો વધારે છે.

તમને જાણીને નવાઈ થશે કે ઓછું ખાવાથી અને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી વજન વધી જાય છે. ખાસ કરીને લાંબા સમય સુધી ન ખાવાથી મેટાબોલીજ્મની ક્ષમતા ઓછી થઇ જાય છે, જે શરીરમાં રહેલી કેલેરીને નાશ નથી કરી શકતો. અને જેને કારણે મોટાપો વધે છે.

ખોટી પદ્ધતિથી કસરત :

ઘણી વખત જીમમાં કલાકો પરસેવો વહાવ્યા પછી પણ આપણું શરીર એટલા માટે નથી બની શકતું કેમ કે આપણે કસરત તો સાચી કરી રહ્યા છીએ પણ તેની પદ્ધતિ ખોટી છે કે પછી આપણે કસરત જ ખોટી કરી રહ્યા છીએ. તેવી સ્થિતિમાં તમારી સંપૂર્ણ મહેનતનું પરિણામ કંઈજ નથી નીકળતું અને કસરત અને મજુરીમાં કોઈ ફરક નથી રહી જતો. એટલા માટે જો તમે તમારા બાઈસેપ્સ બનાવવા માગો છો, તો કોઈ ટ્રેનરની દેખરેખમાં તમામ કસરતને યોગ્ય રીતે જ કરો. ખોટી કસરતથી વજન વધી પણ જાય છે.

વજન ઘટાડવાનો હેતુ :

જો તમે કોઈ હેતુથી જીમ જઈ રહ્યા છો કે તમારે વજન ઓછું કરવું છે, તો તમને એ જણાવી આપીએ કે એવા પ્રકારના વિચારથી તમારું વજન તો ઓછું થશે પરંતુ તમારા આરોગ્ય ઉપર તેની નકારાત્મક અસર પડશે. ખરેખર વજન ઓછું કરવું જ તમારો હેતુ ન હોવો જોઈએ. પુરુષોને જોઈએ કે વજન ઓછું કરવા સાથે સાથે પોતાના મસલ્સ બીલ્ડ અપ તરફ પણ ધ્યાન આપો. જો તમારું સંપૂર્ણ ધ્યાન વજન ઓછું કરવા ઉપર રહેશે, તો તેનાથી તમારામાં નબળાઈ પણ આવી શકે છે, જો કે સ્પષ્ટ છે આરોગ્ય માટે યોગ્ય નથી. તેનાથી વજન પણ વધશે.

ચાવીને ખાવ :

ધ્યાન રાખો મોટાપો ઓછો કરવા માટે જરૂરી છે કે તમે ટાઈમ પ્રમાણે ખાવાનું તો ખાવ પરંતુ ખાવાને ચાવ્યા વગર બિલકુલ ન ખાવ. ચાવ્યા વગર ખાવાથી મોટાપો વધવાની શક્યતા રહે છે. તેનાથી પાચન ક્રિયા પ્રભાવિત થાય છે બીજી અસર મેટાબાલીજ્મ ઉપર પડે છે.

ઊંઘ :

તમારી ઉંઘ શરીરને આકાર આપવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારો ઊંઘવાનો સમય નિયમિત નથી તો તમારો મોટાપો વધી શકે છે. માણસએ ઓછામાં ઓછું ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને મોટાપો વધવા નથી દેતું.

ઓછું પાણી પીવું :

પાણી ઓછું પીવાથી પણ મોટાપો વધે છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે ઓછામાં ઓછું ૬-૭ ગ્લાસ પાણી પીવું જોઈએ, જેથી શરીરમાં અશુદ્ધિઓ બની શકતી નથી અને મોટાપો ઓછો થાય છે.

જીમ જતા પહેલા શું ખાવું જોઈએ :

૧. જીમ જતા પહેલા ફળનું સેવન :

જરૂરી વિટામીન અને મિનરલ્સ મળે એટલા માટે જીમ જવા વાળાએ ફળોનું સેવન જરૂર કરવું જોઈએ. જેનાથી ન ફક્ત શરીરને ઉર્જા મળે છે પરંતુ માંસપેશીઓના નિર્માણ માટે ઘણું જ જરૂરી છે. તમે જીમ જતા પહેલા એક કલાક પહેલા થોડા ફળ જેવા કે સફરજન અને કેળાનું સેવન કરી શકો છો. તેનાથી તમે જીમમાં કસરત કરવાના એક કલાક પહેલા તમારા શરીરને કાર્બોહાઈડ્રેટ આપી શકો છો. કાર્બોહાઈડ્રેટ માટે એક કેળું જરૂર ખાઈ શકો છો.

૨. દૂધનું સેવન :

હાડકાની મજબુતી અને મસલ્સ બનાવવામાં દૂધનું ઘણું જ યોગદાન હોય છે. તે પ્રોટીનનો ઘણો જ સારો સ્ત્રોત છે. જીમ જવા વાળાએ તેનું નિયમિત સેવન કરવું જોઈએ. જીમ કરવાના અડધા કલાક કે એક કલાક પહેલા તમે દૂધનું સેવન કરી શકો છો. એ વાતનું ધ્યાન રાખો કે દૂધનું પ્રમાણ એક કપથી વધુ ન હોય. તેનાથી તમે થાકશો નહિ અને મસલ્સ ઉપર પણ જોર નહિ પડે.

૩. જીમ જતા પહેલા – થોડી બદામ :

પ્રોટીન, વસા, વિટામીન અને મિનરલ્સથી ભરપુર બદામ જીમ જવા વાળા માટે સારું માનવામાં આવે છે. જીમ જતા પહેલા તમે થોડી બદામનું પણ સેવન કરી શકો છો.

૪. પાણી જરૂરી છે :

તે ઉપરાંત સુનિશ્ચિત કરો કે તમે કસરત પહેલા એક ગ્લાસ પાણી પીવો છો, જેથી તમારું શરીર સારી રીતે હાઈડ્રેટેડ થાય. જીમ દરમિયાન કે તેના પહેલા કે પછી પાણી પીવું તમારા આરોગ્ય માટે ઘણું જ સારું રહે છે. એ વાતનું ધ્યાન રાખશો કે તે દરમિયાન પાણીનું સેવન વધુ ન હોય.

૫. જીમ જઈ રહ્યા છો તો કાંઈ ખાઈને જાવ :

જીમ જવા વાળાએ વાતનું ધ્યાન રાખે કે ખાલી પેટ જીમ ક્યારે પણ ન જાવ, તેનાથી તમને હાઈપોગ્લાઇસીમિયા થઇ શકે છે. તે શરીરમાં શુગરનું પ્રમાણ ઓછું થવાને કારણે થાય છે. તેનાથી થાકનો અનુભવ થશે. એટલા માટે જીમ જતા પહેલા કાંઈક ખાઈને જાવ જેથી તમારા શરીરને ઉર્જા મળે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.