જીવનમાં તે જ વ્યક્તિ વધુ સફળ થઇ શકે છે, જે જીવનમાં જોખમ ઉપડવાથી ન બીવે.

જીવનમાં મોટા બનવા માટે જોખમોનો સામનો કરવાથી ન ડરો.

ઉનાળાની રજાઓ પડવાથી એક બાળક હંમેશા પોતાના દાદા અને દાદીના ગામ જતો હતો અને ત્યાં જઈને તે રોજ પોતાના દાદા અને દાદી સાથે ગામમાં ફરતો રહેતો હતો. એક વખત આ બાળકને તેમના દાદીએ એક પ્રશ્ન કર્યો અને તેને પૂછ્યું કે જીવનમાં માણસ કેવી રીતે સફળ અને મોટો બની શકે છે? પોતાના પૌત્રની વાત સાંભળીને દાદી હસવા લાગી અને દાદીએ પોતાના પૌત્રને પૂછ્યું કે ‘તું આ પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો?’

તે બાળકે પોતાની દાદીને કહ્યું કે તમારા જેવો સફળ માણસ બનવા માગું છું અને એટલા માટે મેં આ પ્રશ્ન કર્યો. પોતાના પૌત્રની વાત સાંભળ્યા પછી દાદી એ તેને કહ્યું કે ચાલો આજે અમે ગામ ફરવાની જગ્યા એક પૌધશાળા(છોડવાની નર્સરી) જઈએ છીએ.

પૌધશાળામાં જઈને આ બાળક એ જોયું કે અહિયાં ઘણા બધા છોડ ઉગેલા છે અને તે બાળક ગયાથી બે છોડ પોતાની દાદીને ઘરે લઇ આવ્યો. આ બન્ને છોડ માંથી એક છોડ દાદીના ઘરની અંદર રહેલા કુંડામાં લગાવી દીધો. જયારે બીજો છોડ પોતાના ઘરની પાછળ બનેલા બગીચામાં લગાવી દીધો. આ છોડ આ છોડ લગાવ્યા પછી દાદી એ પોતાના પૌત્રને પૂછ્યું કે તે શું લાગે છે આ બન્ને છોડ માંથી કયો છોડ વધુ સફળ થશે?

પોતાની દાદીની વાત સાંભળ્યા પછી આ બાળકે કહ્યું કે અંદર વાળા કુંડામાં લગાવવામાં આવેલો છોડ સૌથી વધુ સફળ થશે. કેમ કે જે છોડને તમે બહાર લગાવ્યો છે તે તડકા અને વધુ પવન સામે નહિ ટકી શકે. દાદીને પોતાના પૌત્રના એ જવાબ સાંભળ્યા પછી તેને કહ્યું, ઠીક છે જયારે તું ફરી થી અમારે ત્યાં આવીશ ત્યારે જોજે કે કયો છોડ સફળ થાય છે.

તે બાળક બે વર્ષ પછી ફરીથી પોતાની દાદી અને દાદાના ઘરે આવે છે. ઘરે આવ્યા પછી તે બાળકની દાદી તેને સૌથી પહેલા ઘરની અંદર રાખેલા છોડને દેખાડે છે. આ છોડને જોઈને બાળક કહે છે કે આ છોડ તો ઘણો મોટો થઈ ગયો છે. અંદર લગાવેલા છોડને દેખાડ્યા પછી દાદી બાળકને બગીચામાં લગાવેલા છોડને દેખાડવા માટે લઇ જાય છે. બગીચામાં લગાવેલા છોડને જોઈને બાળક દંગ રહી જાય છે, કેમ કે તે છોડ એક મોટું ઝાડમાં ફેરવાઈ ગયો હતો અને તેના મૂળ દુર દુર સુધી ફેલાયા હતા.

બહાર લગાવવામાં આવેલા છોડને જોયા પછી દાદીએ પોતાના પૌત્રને કહે છે કે તે મને પૂછ્યું હતું ને કે જીવનમાં કેવી રીતે સફળ માણસ બની શકાય? તેનો જવાબ તારી સામે છે? તને લાગે છે કે અંદર રાખવામાં આવેલો છોડ સફળ થશે કેમ કે તે આરામ વાળા સ્થળ ઉપર છે અને બગીચામાં લગાવેલો આ છોડ નિષ્ફળ રહેશે. કેમ કે તેને તડકો અને તોફાન નો સામનો કરવો પડશે. તારી એ વિચારસરણી ખોટી હતી કેમ કે તડકો અને તોફાન ને કારણે જ તે આ છોડ આજે ઝાડ બની શક્યો છે.

જો તું તમારા જીવન ના અંદર રાખવામાં આવેલા છોડ ની જેમ સરળ રસ્તો પસંદ હોય તો તને જીવન માં એટલી સફળતા નહિ મળે. જેટલી સફળતા તને જોખમ ઉઠાવવા થી મળશે. તું તારા જીવન માં ક્યારે પણ હાર થી ન ડર અને હાર થી બચવા માટે ક્યારે પણ સરળ રસ્તો ન પસંદ કર. જો તું મોટો માણસ બનવા માંગતો હોય તો કોઈ પણ પ્રકાર ના જોખમ ઉઠાવવા થી ન ડર.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.