જો તમારા ઘરમાં પણ એક પછી એક સમસ્યા આવે છે, તો જાણી લો ગણેશ ભગવાન સાથે શું છે તેનો સંબંધ.

તમારા ઘરમાં તકલીફો આવવાનું એક કારણનો સંબંધ ગણેશજીની મૂર્તિઓ સાથે પણ છે, જાણો કારણ

હિંદુ ધર્મમાં લગભગ ૩૩ કરોડ દેવી દેવતાઓ છે લોકો તેની પૂજા અર્ચના કરે છે. ભારત જ એક એવો દેશ છે. જ્યાં અલગ અલગ સંસ્કૃતિઓ અને ધર્મ એક સાથે રહે છે. વાત કરીએ હિંદુ ધર્મની તો જેમ કે અમે જણાવ્યું કે હિંદુઓના કુલ ૩૩ કરોડ દેવી દેવતાઓ છે. જેની પૂજા થાય છે. પરંતુ સૌથી પહેલા પૂજા ગણેશ ભગવાનની જ થાય છે. હિંદુ વ્યક્તિને ત્યાં કોઈ પણ શુભ કાર્ય પહેલા ગણેશજીની અર્ચનાથી જ શરુ થાય છે.

ત્યાં સુધી કે ઘરમાં કોઈ પણ પૂજા હોય સૌથી પહેલા ગણેશજીની પૂજવામાં આવે છે. ત્યાં સુધી કે લગ્નમાં પણ સૌથી પહેલુ કાર્ડ ભગવાન ગણેશજીને જ સમર્પિત કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે એમ કરવાથી દરેક કાર્ય સફળતા પૂર્વક થઇ જાય છે. જણાવી આપીએ કે દિવાળીના સમય ઉપર ગણેશ-લક્ષ્મી માંની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. તે દિવસે ઘરમાં નવા ગણેશ લક્ષ્મી આવે છે અને વિધિ પૂર્વક તેમની પૂજા અર્ચના થાય છે.

પરંતુ શું તમને ખબર છે કે ઘરમાં ગણેશજીની નવી મૂર્તિની સ્થાપના કર્યા પછી જૂની ગણેશજીની મૂર્તિને દુર કરી દેવી જોઈએ. કેમ કે ઘરના મંદિરમાં એકથી વધુ ગણેશજીની મૂર્તિઓ હોવું અશુભ માનવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું તે અશુભ સંકેતો વિષે. જણાવી આપીએ કે ઘણી વખત એવું બને છે કે લોકો ભેંટ તરીકે લોકોને ગણેશજીની મૂર્તિઓ કે ફોટા ભેંટ તરીકે આપી દે છે.

જેથી તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધી આવે પરંતુ એક જ કબાટમાં એકથી વધુ ગણેશ ભગવાનની મૂર્તિઓ રાખવી અશુભ હોય છે અને તેની ઘર ઉપર અવળી અસર જ પડે છે. ઘરમાં સુખ શાંતિને બદલે તકલીફો આવવી શરુ થઇ જાય છે. ઘરમાં કોઈને કોઈ બીમાર રહે છે. દરરોજ લડાઈ ઝગડા થવા લાગે છે.

જણાવી આપીએ કે તમામ સંકેત ઘરમાં એકથી વધુ ગણેશ ભગવાનની મૂર્તિઓ રાખવાથી થાય છે. જણાવી આપીએ કે જો તમારા ઘરમાં પણ ગણેશ ભગવાનની એકથી વધુ મૂર્તિઓ છે, તો તે તમામને એક સ્થળ ઉપર ન રાખતા સ્થાન બદલી દો. તેની સાથે એક વાત બીજી ધ્યાનમાં લેવાની છે કે ઘરમાં જો તમે ગણેશ ભગવાનની મૂતિ જો મૂકી રહ્યા પણ છો, તો ધ્યાન આપો તમે જે ફોટાને પસંદ કર્યો હોય તેમાં ગણેશજી બેઠા હોય. ગણેશજી બેઠેલી સ્થિતિમાં ફોટાને વધુ શુભ માનવામાં આવે છે.

કેટલીક વાર આપણે આપણા ઘર મંદિરમાં પણ ઘણી બધી મૂર્તિઓ રાખતા હોઈએ છીએ એ ખરેખર ખોટું છે આપણા આરાધ્ય દેવી કે દેવતાની મૂર્તિ અને ગણેશ-હનુમાનજીની મૂર્તિ જ રાખવી જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.