જોક્સ : પતિ સવાર-સવારમાં પોતાના સાસરિયે પહુંચી ગયો, સસરા : આવો જમાઈ , આજે અચાનક સવાર-સવારમાં કેમ આવવાનું થયું?

એક સ્વસ્થ જીવન માટે જરૂરી છે કે માણસ પોતાને ખુશ રાખે અને તે ખુશ ત્યારે જ રહી શકશે જયારે તેનું મન પ્રસન્ન રહેશે. હવે સવાલ એ છે કે, પોતાને ખુશ કઈ રીતે રાખવા. આમ તો પોતાને ખુશ રાખવાની હજારો રીતો છે, પણ આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે સૌથી સરળ રીત લઈને આવ્યા છીએ. જી હા, આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લાવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય અટકશે નથી. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

ટીચર ડંડો લઈને ક્લાસમાં આવ્યા.

ટીચર : પિંકી તું કાલે સ્કૂલ કેમ નહોતી આવી?

પિંકી : મેડમ હું સપનામાં જાપાન પહોંચી ગઈ હતી.

ટીચર : બિલ્લુ તું કાલે ક્યાં હતો?

બિલ્લુ : મેડમ હું પિંકીને એયરપોર્ટ મુકવા ગયો હતો.

જોક્સ 2 :

લવલી દુકાનદારને : એક સફોલા ઓઇલ આપો ને.

દુકાનદારે ઓઇલ આપ્યું અને બિલ પણ આપ્યું.

લવલી : તમે આની સાથેનું ગિફ્ટ નથી આપ્યું.

દુકાનદાર : આની સાથે કોઈ ગિફ્ટ નથી આવતું.

લવલી : મને ઉલ્લુ ના બનાવશો, આના પર લખ્યું જ છે ‘કોલેસ્ટ્રોલ ફ્રી.’

જોક્સ 3 :

દીકરો : પપ્પા હવે હું મોટો થઈ ગયો છું.

પપ્પા : તો શું લગ્ન કરાવી દઈએ?

દીકરો : ના મને એક બાઈક અપાવી દો.

પપ્પા : ભગવાને 2 પગ શું કામ આપ્યા છે?

દીકરો : એક કિક મારવા અને બીજો ગિયર પાડવા માટે.

પછી પપ્પાએ કિક મારી મારીને દીકરાની બરાબરની ધોલાઈ કરી.

જોક્સ 4 :

શિક્ષક : જણાવો કુતુબમીનાર ક્યાં છે?

વિદ્યાર્થી : નથી ખબર સાહેબ.

શિક્ષક : બેંચ પર ઉભો થઈ જા.

વિદ્યાર્થી (ઉભો થઈને) : સાહેબ, હજી પણ કુતુબમીનાર નથી દેખાતો.

જોક્સ 5 :

પ્રેમિકા : હું માનું છું કે લગ્ન એક લોટરી છે.

પ્રેમી : પણ હું એવું નથી માનતો.

પ્રેમિકા : કેમ?

પ્રેમી : કારણ કે લોટરીમાં બીજી વાર નસીબ અજમાવવાનો અવસર મળે છે.

જોક્સ 6 :

પતિ : લગ્ન પહેલા તારા કેટલા બોયફ્રેન્ડ હતા.

પત્ની ચૂપચાપ બેસી રહી.

પતિ (ગુસ્સે થઈને) : આ મૌનને હું શું સમજુ?

પત્ની : અરે યાર, ગણી રહી છું,

શાંતિ રાખોને જરા, આટલી રાયડુ કેમ પાડો છો.

જોક્સ 7 :

મહિલા : કોણ વધારે સંતુષ્ટ છે, જેની પાસે 10 બાળકો છે તે,

કે પછી જેની પાસે 10 લાખ રૂપિયા છે તે?

પુરુષ : જેની પાસે 10 બાળકો છે તે?

મહિલા : તે કઈ રીતે?

પુરુષ : જેની પાસે 10 બાળકો છે તે વધારે થવાની ઈચ્છા નથી રાખતો.

અને જેની પાસે 10 લાખ રૂપિયા છે તે તેને વધારવાનું જ ઈચ્છે છે.

જોક્સ 8 :

પ્રેમિકા : જયારે આપણા લગ્ન થઇ જશે તો હું તારી દરેક ચિંતા અને કષ્ટ વહેંચી લઈશ.

પ્રેમી : મને તમારી પાસે આ જ આશા હતી.

પણ મારા જીવનમાં કોઈ ચિંતા કે કષ્ટ નથી.

પ્રેમિકા : હું લગ્ન પછીની વાત કરી રહી છું.

જોક્સ 9 :

જે રીતે પાપનો ઘડો ભરાતા માણસનું મૃત્યુ થઈ જાય છે,

બસ એવી જ રીતે ખુશીઓનો ઘડો ભરાતા માણસના લગ્ન થઈ જાય છે.

જોક્સ 10 :

પતિ-પત્ની સિનેમા હોલમાં બેઠા હતા.

ફિલ્મનું એક દૃશ્ય જોઈને પત્નીએ પતિને કહ્યું,

પત્ની : તમે પણ મને આટલો પ્રેમ કરો તો કેટલું સારું લાગે.

પતિ : તું પણ ગાંડી છે, તું જાણે તો છે કે આ લોકોને પ્રેમ કરવાના પૈસા મળે છે.

પછી લોકોએ ફિલ્મ છોડીને પતિની લાઈવ ધોલાઈ જોઈ.

જોક્સ 11 :

બોયફ્રેન્ડ : જો મને કરોડ રૂપિયાની ખોટ જાય તો શું તું મારી સાથે લગ્ન કરીશ.

ગર્લફ્રેન્ડ : શું સાચે તને કરોડ રૂપિયાની ખોટ ગઈ છે?

બોયફ્રેન્ડ : નહિ હું ફક્ત એમ જ પૂછી રહ્યો છું.

ગર્લફ્રેન્ડ : તો ઠીક છે, તો હું લગ્ન કરીશ.

જોક્સ 12 :

છોકરી : મારું જન્મદિવસનું ગિફ્ટ ક્યાં છે?

છોકરો : તને પેલી લાલ રંગની નવી ગાડી દેખાય રહી છે ને.

છોકરી (ખુશ થઈને) : અરે વાહ, એ મારું ગિફ્ટ છે?

છોકરો : બસ એ રંગની નેલપૉલિશ તારા માટે લાવ્યો છું.

જોક્સ 13 :

પત્ની : તમને મારી સુંદરતા સારી લાગે છે કે મારા સંસ્કાર.

પતિ : હા હા હા…. મને તો તારી મજાક કરવાની આ આદત સારી લાગે છે.

જોક્સ 14 :

પતિ અને પત્નીનો ઝગડો થઈ ગયો અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ.

જજ : તમે તમારા પતિ સાથે છૂટાછેડા શા માટે લેવા માંગો છો?

પત્ની : મારે તેમની સાથે નથી રહેવું.

જજ : પણ તમારા પતિ તો કબ્બડી ચેમ્પિયન છે.

પત્ની : એજ તો સમસ્યા છે, હંમેશા મને અડીને દૂર ભાગી જાય છે.

જોક્સ 15 :

પતિ સવાર-સવારમાં પોતાના સાસરે પહોંચી ગયો.

સસરા : આવો જમાઈ, આજે અચાનક સવાર-સવારમાં કેમ આવવાનું થયું?

જમાઈ : કાલે રાત્રે તમારી દીકરી સાથે ઝગડો થઈ ગયો હતો,

તેણે કહ્યું જાવ નરકમાં જાવ, તો હું અહીં આવી ગયો.

મિત્રો, આશા રાખીએ કે તમને આ મજેદાર જોક્સ પસંદ આવ્યા હશે. પસંદ આવ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.