વાંચો આ મજેદાર જોક્સ – મહિલાએ પોલીસને જણાવી પતિની એવી નિશાની, કે સાંભળીને બધા ચોંકી ગયા

આ જોક્સ વાંચીને તમારું હાસ્ય અટકશે નહિ, તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ હસવા હસાવવાનો સિલસિલો.

જોક્સ 1 :

ટીચરે સાયન્સ લેબમાં પોતાના ખિસ્સામાંથી સિક્કો કાઢ્યો અને એસિડમાં નાખ્યો,

પછી ટીચરે પૂછ્યું : જણાવો બાળકો આ સિક્કો ઓગળી જશે કે નહિ?

એક વિદ્યાર્થી : સર નહિ ઓગળે.

ટીચર : શાબાશ, પણ તને કેવી રીતે ખબર પડી?

વિદ્યાર્થી : સર, જો એસિડમાં નાખવાથી સિક્કો ઓગળી જવાનો હોત,

તો તમે સિક્કો અમારી પાસેથી માંગ્યો હોત, ન કે પોતાના ખિસ્સામાંથી કાઢ્યો હોત.

જોક્સ 2 :

ભોળી પત્નીઓનો સૌથી સુંદર ડાયલોગ,

તે દારૂ નથી પીતા, હકીકતમાં તેમના મિત્રો જ નાલાયક છે.

પણ તે બિચારીઓને શું ખબર કે,

તેમનો ગંગાધર જ શક્તિમાન છે.

જોક્સ 3 :

પત્નીને ઉદાસ જોઈને પતિએ પૂછ્યું : તું આટલી ઉદાસ કેમ લાગી રહી છે,

ગુમસુમ બેઠી છે, શું વિચારી રહી છે?

પત્ની બોલી : ના, એવું કાંઈ નથી,

બસ થોડા દિવસોથી મને એ ચિંતા પરેશાન કરી રહી છે કે,

છેવટે શું કસર રહી ગઈ મારા પ્રયત્નોમાં કે,

લગ્નના આટલા વર્ષો પછી પણ તમે હસતા રહો છો.

જોક્સ 4 :

પપ્પુ પહેલી વાર રેસ્ટોરેન્ટમાં ગયો.

ત્યાં લખ્યું હતું, પ્લેટમાં હાથ ના ધોવા.

પપ્પુએ ઘણી મુશ્કેલીથી ગ્લાસમાં ઘુસાડીને હાથ ધોયા.

જોક્સ 5 :

એક દારૂડિયો દારૂ પીને એક અર્થી સાથે અથડાઈ ગયો.

તેના ધક્કાથી શબ નીચે પડી ગયું, એટલે લોકો તે દારૂડિયાને મારવા લાગ્યા.

પછી દારૂડિયો બોલ્યો : અરે જે પડી ગયો તે કાંઈ બોલી નથી રહ્યો,

તો તમે શા માટે નેતા બની રહ્યા છો.

જોક્સ 6 :

પત્ની શાકભાજી લેતા સમયે એટલો ભાવતાલ કરી રહી કે પતિ ઉભો ઉભો કંટાળી ગયો.

પતિ : મહેરબાની કરીને જલ્દી ખરીદી લે,

મને ઓફિસ જવાનું મોડું થાય છે.

પત્ની : તમે વચ્ચે બોલતા નહીં,

જલ્દી-જલ્દીમાં તમારા જેવો પતિ મળ્યો છે મને,

હવે શાકભાજીની બાબતમાં ઉતાવળ નહીં કરું.

જોક્સ 7 :

દાદીને ગીતા વાંચતા જોઈ પૌત્રએ પોતાની મમ્મીને પૂછ્યું,

દાદી કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે?

મમ્મી : દીકરા તે ફાઇનલ યરની તૈયારી કરી રહ્યા છે.

જોક્સ 8 :

અમુક છોકરીઓ તો એટલી લિપસ્ટિક લગાવે છે કે,

તેમનું મોં ઘરની દીવાલ પર ઘસવામાં આવે,

તો નેરોલેક જેવી કંપનીઓ બંધ થઈ જાય.

જોક્સ 9 :

છોકરો પોતાના ક્લાસની છોકરીને પટાવવા માટે કહે છે,

છોકરો : આજે મારા થનાર દીકરા-દીકરી મારા સપનામાં આવ્યા હતા,

તે કહી રહ્યા હતા કે, પપ્પા પ્રયત્ન કરતા રહો,

મમ્મી તમારા ગ્રુપમાં છે, તે તમને જરૂર મળશે.

જોક્સ 10 :

દીવાલ પર લખ્યું હતું,

‘અહીં કુતરા પેશાબ કરે છે.’

છગને ત્યાં પેશાબ કર્યો અને પછી હસીને બોલ્યો,

આને કહેવાય મગજ,

પેશાબ મેં કર્યો અને નામ કૂતરાનું આવશે.

જોક્સ 11 :

મહિલા : મારા પતિ એક અઠવાડિયાથી ગાયબ છે.

પોલીસ : તેમની કોઈ નિશાની છે?

મહિલા : હા, આ ચુન્નુ છ વર્ષનો છે અને આ મુન્નુ ચાર વર્ષનો છે.

આ સાંભળી પોલીસ બેભાન થઈ ગઈ બોલો.

જોક્સ 12 :

એક યાત્રી ટ્રેનમાંથી ઉતર્યો અને છગનને પૂછ્યું,

આ કયું સ્ટેશન છે?

છગન હસ્યો, જોર જોરથી હસ્યો, હસી હસીને લોટપોટ થઈ ગયો,

અને ઘણી મુશ્કેલીથી પોતાને સંભાળીને બોલ્યો,

અરે ગાંડા, આ રેલવે સ્ટેશન છે.

જોક્સ 13 :

વર્માજી એક કડક ઓફિસર છે.

સ્ટાફ મોડો આવે તે તેમનાથી બિલકુલ સહન નથી થતું.

નિયમ એ હતો કે, જે પણ મોડું આવશે તે રજીસ્ટરમાં મોડા આવવાનું કારણ પણ લખશે.

એક દિવસ ઓફિસે આવીને વર્માજીએ રજીસ્ટર જોયું તો તેમનું મગજ ખરાબ થઈ ગયું.

તેમણે મોડા આવનારા 10 સ્ટાફ મેંબરોને કેબીનમાં બોલાવ્યા.

દસે દસ મેંબર કેબિનમાં માથું નીચે રાખીને લાઈનમાં ઉભા હતા.

વર્માજી ગુસ્સાથી લાલ પીળા થઈ રહ્યા હતા,

એટલામાં પટાવાળો મીઠાઈનો ડબ્બો લઈને આવ્યો અને વર્માજીને આપ્યો.

વર્માજી ઉભા થયા, ગુસ્સાવાળી આંખો સાથે દરેકને મીઠાઈ આપી અને કહ્યું, ખાવ.

કોઈને કાંઈ સમજાયું નહિ, પણ ડરને કારણે બધા મીઠાઈ ખાય ગયા.

પછી વર્માજીએ બૂમ પાડીને કહ્યું અભિનંદન,

મને ઘણી ખુશી છે કે, આજે ઓફિસમાં એક સાથે 10 સ્ટાફ મેંબરની પત્નીઓ પ્રેગ્નેન્ટ છે.

અને તેમાં પણ ઘણા આશ્ચર્યની વાત એ છે કે, બધાની સોનોગ્રાફી પણ આજે જ થઈ છે.

મુર્ખાઓ, રજીસ્ટરમાં લખતા સમયે એ તો જુઓ કે ઉપર વાળાએ શુંલખ્યું છે?

જોયા વગર જ ‘Same As Above’ લખી દો છો.

અને બીજું સૌથી મોટું આશ્ચર્ય એ છે કે, 10 લોકોમાં 2 મહિલાઓ પણ છે, જેમની પત્ની પ્રેગ્નેન્ટ છે.