જોક્સ : એક સ્ત્રીના વ્રતથી પ્રસન્ન થઇને ભગવાને વરદાન માગવાનું કહ્યું. પછી શું ક્લિક કરી વાંચો.

મનુષ્ય આખો દિવસ ઑફિસ અથવા ઘરના કામમાં લાગેલો રહે છે. દિવસભર વ્યસ્ત શેડ્યૂલ પછી જ્યારે જ્યારે થોડો સમય મળે ત્યારે તે તેને તેના પરિવાર સાથે આનંદ પૂર્વક પસાર કરવા માંગે છે. પણ પરિવાર સાથે પણ તે ખુશ ત્યારે રહી શકે છે, જ્યારે તે મનથી ખુશ હોય છે.

તેથી આજે આ પોસ્ટમાં અમે તમારા માટે કંઈક એવા મજાના રમુજ લઇને આવ્યા છે. જે તમારા દિવસભરના તનાવને ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાંચીને તમારું મન ખુશ થઇ જશે અને તમે તમારા પરિવારને પણ ખુશ રાખશો. તો પછી રાહ કોની છે? ચાલો શરૂ કરીએ.

જોક્સ : 1

પત્ની – ડાર્લિંગ જુઓ મેં આ છેલ્લા 8 વર્ષથી પહેર્યા નથી છતાં પણ તેનું ફિટિંગ એવું ને એવું છે.

પતિ – થોડો તો ભગવાનનો ડર રાખ.

આ શાલ છે !!

જોક્સ : 2

કોઈએ એક પરણિત વ્યક્તિને પૂછ્યું, તમે લગ્ન પહેલા શું કરતા હતા?

તેની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, જે મને ઈચ્છા થતી હતી.

જોક્સ : 3

છોકરોએ ફેસબુક પર એક છોકરીને પટાવી.

છોકરી – તમે કામ શું કરો છો?

છોકરી – ડાર્લિંગ હું તો સુપર હીરો છું.

છોકરી – સરસ, સ્પાઇડર મેન છો કે આયરન મેન?

છોકરો – ના, હું તો વોચમેન છું.

જોક્સ : 4

રાજુ ઓફીસમાં મોડો પહોચ્યો,

બોસ : ક્યાં હતા અત્યાર સુધી?

રાજુ : સાહેબ, ગર્લફ્રેન્ડને કોલેજ છોડવા ગયો હતો.

બોસ : ચુપ, કાલથી ઓફીસમાં સમયસર આવ્યા નથી તો ખેર નથી.

પપ્પુ : સારું તમારી દીકરીને તમે જ કોલેજ મૂકી આવજો,

બોસ બેભાન..

જોક્સ : 5

પત્ની – અરે સાંભળો છો, આજ કાલ ચોરીઓ ખુબ થઇ રહી છે. આજે આપણા ધોબી એ બેડશીટ ચોરી લીધી,

પતિ : કઈ બેડશીટ ?

પત્ની – અરે તે જે આપણે શિમલાની હોટેલમાંથી ઉઠાવી લાવ્યા હતા,

જોક્સ : 6

આજકાલના પ્રેમ પણ કમાલના છે,

મળી જાય તો બલ્લે બલ્લે, ન મળે તો આગળના મોહલ્લામાં,

જોક્સ : 7

એક દિવસ પપ્પુ ઘણી બધી ચોકલેટ ખાઈ રહ્યો હતો.

એક માણસને જોયું તો તેનેથી રહેવાયું નહી અને તે પપ્પુ સલાહ આપવા લાગ્યો.

વ્યક્તિ – દીકરા આટલી વધારે ચૉકલેટ નથી ખાતા, આરોગ્ય માટે ઠીક નથી.

પપ્પુ – એક વાત કહું મારા દાદાજી 105 વર્ષના છે.

વ્યક્તિ – સરસ! શું તે પણ આટલી બધી ચોકલેટ ખાય છે?

પપ્પુ – નહીં

વ્યક્તિ તો પછી?

પપ્પુ : નાલાયક … તે પોતાના કામથી કામ રાખે છે,

તારી જેમ સળીયા સાંઠા નથી કરતા.

જોક્સ : 8

સાસુ : જમાઈ રાજા આવતા જન્મમાં શું બનશો?

જમાઈ : ગરોળી બનીશ.

સાસુ : કેમ?

જમાઈ : કેમ કે તમારી દીકરી માત્ર ગરોળીથી જ ડરે છે.

જોક્સ : 9

ઘણા વર્ષો પછી સાળી પોતાના બનેવીના ઘરે રહેવા ગઈ.

એક દિવસ બન્ને ફરવા નીકળ્યા.

સાલી (બનેવીને ખીજવવા માટે) – બનેવીજી જુવો મને જોઇને તે છોકરાની આંખોમાં કેવી ચમક આવી ગઈ છે,

બનેવી (ખીજાઈને) – આવે જ ને, કેમ નહિ, તે ભંગાર વાળો છે,

ભંગારને જોઈને તેની આંખો પણ ચમકવા લાગે છે.

જોક્સ : 10

શિક્ષક – બાળકો બતાવો સૌથી વધુ ઊંઘ ક્યારે આવે છે?

બાળક – સર પરીક્ષાની રાતે આવી ઊંઘ આવે છે.

જેવી ઊંઘની ગોળી ખાવાથી પણ નથી આવતી !!

શિક્ષક બેભાન ..

જોક્સ : 11

શિક્ષક : એક તરફ પૈસા, બીજી તરફ અક્કલ, શું પસંદ કરશો?

વિદ્યાર્થી : પૈસા.

શિક્ષક : હું હોત તો અક્કલ પસંદ કરત.

વિદ્યાર્થી : તમે સાચું કહી રહ્યા છો મેડમ,

જેની પાસે જે વસ્તુની ખામી હોય છે. તે તેને પસંદ કરે છે.

જોક્સ : 12

સવારે પત્ની ઊંઘ માંથી ઉઠીને બોલી…

પત્ની – અરે સાંભળો છો?

પતિ – બોલો! શું થયું?

પત્ની – મને સ્વપ્ન આવ્યું કે તમે મારા માટે હીરોનો હાર લઈને આવ્યા હોય.

પતિ – ઠીક છે, તો પાછી સુઈ જા અને પહેરી લે.

જોક્સ : 13

પપ્પુ : યાર, મારો ભાઈ બે દિવસ સુધી બેંક ન જઈ શક્યો,

બંટી : એવું કેમ?

પપ્પુ : કેમ કે તેને સપનામાં એક છોકરીને ચપ્પલ માર્યું હતું,

બંટી : તેમાં બેંક ન જવાને શું લેવા દેવા?

પપ્પુ : અરે બેંકમાં લખ્યું હતું,

અમે તમારા સપનાને હકીકતમાં બદલી એ છીએ.

જોક્સ : 14

સાસુ – કેટલી વાર કહ્યું કે બહાર જાય તો ચાંદલો લગાવીને જાવ.

મોડર્ન વહુ – પણ જીન્સ પર ચાંદલો કોણ લગાવે છે?

સાસુ – તો મેં ક્યારે કહ્યું કે જીન્સ ઉપર લગાવવાનો છે.

માથા ઉપર લગાવ ચૂડેલ માથા ઉપર !!!

જોક્સ : 15

એક મહિલાના વ્રતથી પ્રસન્ન થઇને ભગવાન પ્રગટ થયા અને તેને વરદાન માગવાનું કહ્યું,

મહિલા : મારો પતિ મારા વગર ક્યાય ન જાય.

ભગવાન : બીજું કાઈ ?

મહિલા : મારા પતિના જીવનમાં મારાથી વધુ મહત્વનું કાંઈ ન હોય.

ભગવાન : બીજું કાંઈ ?

મહિલા : તેને ઊંઘ ત્યારે આવે જયારે હું તેની બાજુમાં હોઉં.

ભગવાન : બીજું કાંઈ?

મહિલા : જયારે સવારે તેની આંખ ખુલે તો સૌથી પહેલા મને જુવે.

ભગવાન : બીજું કાંઈ

મહિલા : જો મને એક નાની એવી પણ ઈજા થઇ જાય તો મારો પતિ દુ:ખથી કંપી ઉઠે.

ભગવાન : બીજું કાંઈ?

મહિલા : બસ ભગવાન. એટલું જ

ભગવાન : તથાસ્તુ!!!

અને તે મહિલા એક સ્માર્ટફોનમાં ફેરવાઈ ગઈ. (એકવાર ફરી વાંચી લો)