લાઈમલાઈટથી દૂર રહે છે જુહીની સુંદર દીકરી જ્હાન્વી, છુપાવીને રાખી આ વાતો

મિત્રો જુહી ચાવલા વિષે તો તમે બધા જાણો જ છો. પોતાના મનમોહક હાસ્યથી અને અદાઓથી લોકોને ઘાયલ કરી દેવા વાળી જુહી ચાવલાએ ઘણા લાંબા સમય સુધી પોતાની એક્ટિંગ વડે લોકોના દિલ ઉપર રાજ કર્યુ છે. તેમનું નટખટપણું, તેમનું ભોળપણ, તેમનો અંદાજ અને તેમની સાદગી દર્શકો ઉપર જાદુ જ કરી દેતા હતા. આજે ભલે જુહી ચાવલા મોટા પડદાથી દુર રહે છે, પણ તેમની એક ઝલક જોવા માટે લોકો આજે પણ એમના દીવાના થઇ જાય છે. ‘કયામત સે કયામત તક’ પોતાની સુંદરતાનો જાદુ પાથરવા વળી જુહીની જેમ તેની દીકરી પણ ઘણી સુંદર છે, પરંતુ એમની દીકરી મીડિયાની નજરોથી ઘણી દુર રહે છે.

જુહીની દીકરીનું નામ છે જાહનવી :

ફિલ્મો દ્વારા પોતાના અભિનય અને સુંદરતાનો જાદુ પાથરવા વાળી જુહી ચાવલાએ ૧૯૯૫ માં જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જય મહેતા એક બિઝનેસમેન છે.જુહી અને જયના બે બાળકો છે. અને એમના બાળકોના નામ જાહનવી અને અર્જુન છે.

એમની ખાસ વાત એ છે લે જે તરફ બધા સ્ટાર કિડ્સ બાળપણથી જ મીડિયામાં અને સમાચારોમાં આવવા લાગે છે. ત્યાં જુહીની દીકરી જાહનવી મીડિયા તેમજ સોશિયલ મીડિયા બન્નેથી દુર રહી છે. આમ તો એની માતા જુહી પોતે પણ પોતાના અંગત જીવન વિષે વધારે વાત કરવાનું પસંદ નથી કરતી, અને એમની દીકરીને પણ સાદગી પૂર્વકનું જીવન ગમે છે.

એ વાત તો તમે સારી રીતે જાણો છો કે જુહી ચાવલા એક સમયે પડદા ઉપર રાજ કરતી હતી. પરંતુ જયારે તેમના લગ્ન થયા તો તેમણે તે વાતને ઘણી અંગત રાખી હતી. અને એટલું જ નહિ જુહીએ પોતાના બાળકોને પણ હંમેશા લાઈમલાઈટથી દુર રાખ્યા છે. જુહીએ પોતાના બન્ને બાળકોને ધીરુભાઈ ઈંટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરાવ્યો છે, અને આગળનો અભ્યાસ તે લંડનમાં કરે છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જાહનવીનો એક ફોટો જુહી ચાવલાએ શેર કર્યો હતો જયારે તેણે સ્કુલમાં ટોપ 10 વિદ્યાર્થીમાં સ્થાન પ[પ્રાપ્ત કર્યુ હતું.

જાહનવીના ફેવરીટ સ્ટાર :

જાહનવી આમ તો લાઈમલાઈટથી ઘણી દુર રહે છે, પણ એવું બની શકે છે કે તે જુહીના પ્રોડક્શન હાઉસ દ્વારા જ ફિલ્મોમાં એન્ટ્રી કરે. ફિલ્મોથી દુર રહેવા પછી પણ જાહનવીને દીપિકા પાદુકોણ અને વરુણ ધવન ઘણા પસંદ છે. જુહી પોતાના પતી જય સાથે ઘણી બધી ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે, પરંતુ તેમના બાળકો ક્યારે પણ એમની સાથે જોવા નથી મળ્યા. એવી આશા રાખવામાં આવી શકે છે કે જાહનવી અચાનક જ સામે આવીને સૌને દંગ કરી દેશે.

આમ તો જુહી ચાવલા પડદાથી દુર છે, પણ તેમનો બિઝનેસવુમન વાળો રોલ હજુ પણ હીટ છે. ખાસ કરીને જુહી પોતાના પતી જયને એમના બિઝનેસમાં મદદરૂપ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે જુહી ચાવલા મુંબઈના કેમ્પસ કોર્નરમાં પિઝ્ઝા મેટ્રો નામનું એક રેસ્ટોરન્ટ ચલાવી રહી છે.

જુહીની અત્યાર સુધીની ફિલ્મી સફર :

સુંદર અભિનેત્રી જુહી ચાવલા આજે ઘણી પ્રસિદ્ધ કલાકાર છે, અને તેમના કરિયરની શરૂઆત પણ ઘણી સરસ હતી. જુહીએ મિસ ઇન્ડિયાનો એવોર્ડ વર્ષ ૧૯૮૪ માં મેળવ્યો હતો અને મિસ યુનિવર્સ માટે પણ પોતાના પગલા આગળ વધાર્યા હતા. એમાં તેમને સફળતા તો નથી મળી, તેમ છતા પણ તેમના નામે બેસ્ટ કોસ્ટયુમનો એવોર્ડ મળ્યો.

જુહીએ સૌથી પહેલા ફિલ્મ ‘સલ્તનત’ માં કામ કર્યુ હતું. પરંતુ તેમને એ પ્રસંશા ન મળી જેની તે હક્કદાર હતી. ત્યાર બાદ ૧૯૮૮ માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ રીલીઝ થઇ. જુહીને આ ફિલ્મે રાતો રાત સુપરસ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મ સાથે જ તેમની જોડી આમીર ખાન સાથે ચમકી ગઈ. આ જોડી એ ‘લવ લવ લવ’, ‘તુમ મેરે હો’, ‘દોલત કી જંગ’, ‘આતંક હી આતંક’, ‘હમ હે રાહી પ્યાર કે’ માં સાથે કામ કર્યુ.

જુહીની જોડી આમીર ખાન ઉપરાંત શાહરૂખ ખાન સાથે પણ પસંદ કરવામાં આવી હતી. શાહરૂખ અને જુહીએ ‘રાજુ બન ગયા જૈટલમેન’, ‘ડુપ્લીકેટ’, ‘યસ બોસ’, અને ‘ડર’ જેવી સરસ ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.

એક વાર ફરી ચાલશે જુહીનો જાદુ :

વાત એમ છે કે જુહી ચાવલા ઇચ્છવા છતાં પણ પોતાને પડદાથી વધુ દિવસ સુધી દુર રાખી શકતી નથી. તેવામાં એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે જુહી પોતાના જુના કોસ્ટાર ઋષિ કપૂર સાથે ફિલ્મોમાં કામ કરવાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક ફેમીલી ડ્રામા હશે. આ ફિલ્મનું ડાયરેકશન હિતેશ ભાટિયા કરવા જઈ રહ્યા છે. તેનું શુટિંગ પણ શરુ થઇ ગયું છે, પરંતુ ફિલ્મનું નામ હજુ સુધી નક્કી નથી થયું.

આ ફિલ્મ પહેલા જુહી અને ઋષિ કપૂરની જોડીએ ‘સાજન કા ઘર’, ‘ઇના મીના ડીકા’ અને ‘બોલ રાધા બોલ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. આ બન્ને કલાકારની જોડીને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ઋષિ થોડા સમય પહેલા ફિલ્મ ‘મુલ્ક’ માં જોવા મળી ચુક્યા છે અને જુહીની છેલ્લી ફિલ્મ ‘ચોક એંડ ડસ્ટર’ હતી.