પહેલાનાં સમય માં કોઈ જાત નાં મેકઅપ કે કેમિકલ વાળી બ્યુટી પ્રોડક્ટ નહોતી છતાં હતા સુંદર

સુંદરતા દરેકને ગમે છે. ખાસ કરીને મહિલાઓ ની બાબતમાં તો આ વાત પુરુષો થી વધુ ખરી. આજના સમયમાં બજારમાં ઘણી એવી બ્યુટી ક્રીમ મળે ઉપલબ્ધ છે. પણ જુના જમાનામાં જ્યારે રાણીઓ પાસે આવા પ્રકારની કોઈ બ્યુટી ક્રીમ પણ ન હતી તો જાણો તે શું કરતી હતી પોતાને સુંદર, આકર્ષક અને ફીટ જાળવી રાખવા માટે. કેમ કે તે સમયે તે આયુર્વેદિક ઉપાય આજના સમયમાં પણ એટલું જ કામ આવે છે. અને તેની કોઈ આડ અસર પણ નથી હોતી.

રાણીઓ ના સ્નાન માટે ખાસ પાણી તૈયાર કરવામાં આવતું હતું, રાણીઓ સ્નાન કરતી વખતે પાણીમાં ચંદન, દૂધ, કેસર અને ગુલાબ જળનું મિશ્રણ બનાવીને ભેળવતી હતી. આ પાણીથી સ્નાન કરીને તેમની ત્વચામાં નિખાર અને કડકપણું આવ્રું હતું. તે સમયે રાણીઓ ઘણા ઘરેણા પહેરતી હતી, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતા. તે ઉપરાંત તે પોતાના કપડા ઉપર ફૂલોનાં રસમાંથી બનેલ અત્તરનો ઉપયોગ કરતી હતી.

કેસરનો ઉપયોગ

જુના સમયમાં રાણીઓ પોતાના શરીરની સુંદરતા વધારવા માટે કેસરને બ્યુટી પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરતી હતી. કેસરને નારીયેલના તેલમાં ભેળવીને શરીર ઉપર તેનો લેપ કરતી હતી. આજે પણ ઘણી એવી મહિલાઓ તેનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત કેસર ને દુધમાં પલાળીને ન્હાતા પહેલા ચહેરા ઉપર લગાડી શકાય છે.

ફુદીનાના પાંદડાનો ઉપયોગ

રાણીઓ પોતાની સુંદરતા વધારવા માટે ફુદીના ના પાંદડાને વાટીને હાથથી ચહેરા ઉપર લગાવતી હતી. આ ઉત્તમ સ્કીન ક્લીનીંગ નું કામ કરતું હતું. આજે પણ આ સરળતાથી મળી જાય છે. તમે સંકોચ વગર તેનો ઉપયોગ કરી શકો છો. તે ચહેરાના કાળા ડાઘ-ધબ્બા અને પીપલ્સ ને દુર કરીને તમને આકર્ષક લુક આપશે.

મધ

જુના સમયમાં રાણીઓ મધ નો ઉપયોગ પણ કરતી હતી. મધ એક કુદરતી મોઈસરેજર નું કામ કરે છે. તે તમારા ચહેરા ની રંગત ને નિખારે છે. આજે પણ ઘણા એવા લોકો તેને ચહેરા ઉપર ઉપયોગ કરે છે. પણ મધ ભેળસેળ વાળું ન હોવું જોઈએ.

ભોજન અને ફીટ રહેવું

જુના સમયમાં રાણીઓ ફળ, શાકભાજી, ફળનો રસ, અખરોટ, જેતુનનું તેલ નું સેવન કરતી હતી. તેની એવી ડાઈટ તેને આરોગ્યપ્રદ જાળવી રાખવા સાથે સાથે સુંદર રાખવામાં પણ મદદ કરતી હતી. જુના સમયમાં પોતાને ફીટ રાખવા માટે રાણીઓ તલવાર ચલાવવી, તીર ચલાવવું, ઘોડે સવારી કરવી, શિકાર ખેલવો અને કસરત કરવી વગેરે ક્રિયાઓ કરતી હતી. આવી રીતે તે પોતાને ફીટ અને સુંદર બનાવી રાખતી હતી.