જ્યારે અમિતાભથી નારાજ થઇ ગઈ હતી એયર હોસ્ટેસ? કેબીસીમાં સંભળાવ્યો મજાનો કિસ્સો

હાલમાં સમયમાં ટીવી ઉપર ઘણી સીરીયલો ધૂમ મચાવે છે, આ બધા વચ્ચે એક શો એવો પણ છે, જેની લોકો આતુરતા પૂર્વક રાહ જુવે છે, અને આ શો માં લોકો પોતે પણ ભાગ લઈને ઘણું બધું ક્માઇ શકે છે. તે શો છે કોન બનેગા કરોડપતિ જેમાં આ શોને હોસ્ટ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન, હાલમાં જ આ શો ના એક એપિસોડ વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

‘કોન બનેગા કરોડપતિ’માં સોમવારના એપિસોડમાં પટનાની શર્મિષ્ઠા ડે હોટ સીટ ઉપર પહોચી. શર્મિષ્ઠા કેબીસી માંથી ૬ લાખ ૪૦ હજાર રૂપિયા જીતીને ગઈ. શર્મિષ્ઠાએ અમિતાભ બચ્ચનને પોતાના સંઘર્ષની કહાની જણાવી

‘કોન બનેગા કરોડપતિ’માં સોમવારના એપિસોડમાં પટનાની શર્મિષ્ઠા ડે હોટ સીટ ઉપર પહોચી. શર્મિષ્ઠા કેબીસી માંથી ૬ લાખ ૪૦ હજાર રૂપિયા જીતીને ગઈ. શર્મિષ્ઠાએ અમિતાભ બચ્ચનને પોતાના સંઘર્ષની કહાની જણાવી. શર્મિષ્ઠાએ જણાવ્યું કે તેનું બાળપણ આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થયું છે.

શર્મિષ્ઠાએ બીગ બી ને જણાવ્યું કે તેમણે એક વખત પોતાના પિતા પાસે પેન માટે ૧૦ રૂપિયા માગ્યા હતા. તો તેમના પિતા પાસે ૧૦ રૂપિયા પણ ન હતા. તેનાથી તેના પિતા ઘણા દુઃખી થઇ ગયા હતા. શો માં શર્મિષ્ઠાના પિતા પણ હાજર હતા. તે વાત સાંભળી આખા શો નું વાતાવરણ બદલાઈ ગયું. ત્યાર પછી અમિતાભ બચ્ચને શર્મિષ્ઠાના પિતા સાથે તે અંગે વાતચીત કરી.

અમિતાભથી નારાજ થઇ ગઈ હતી એયર હોસ્ટેસ?

શર્મિષ્ઠાને અમિતાભે પ્રશ્ન પૂછ્યો – તેમાંથી કોને હિન્દીમાં વિમાન પરિચારિકા કહે છે? તેનો સાચો જવાબ હતો – એયર હોસ્ટેસ. શર્મિષ્ઠાએ સાચો જવાબ આપ્યો અને અમિતાભ બચ્ચને જણાવ્યું કે એયર હોસ્ટેસ ઘણી વખત પ્રવાસીઓ ઉપર નારાજ પણ થાય છે. બીગ બી એ જણાવ્યું કે ઘણી વખત એયર હોસ્ટેસ મારી સાથે પણ નારાજ થઇ ગઈ છે. ત્યાર પછી અમિતાભે એક કિસ્સો શેર કર્યો.

અમિતાભે જણાવ્યું કે એક વખત તે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેની બાજુની સીટ ઉપર બેઠેલા પ્રવાસી મોટે મોટેથી ખર્રાટા લઇ રહ્યા હતા. તેનાથી વિમાનના બીજા પ્રવાસીઓ કંટાળી ગયા અને તેમણે અમિતાભ બચ્ચનને પૂછ્યું કે આ તમારી સાથે છે? અમિતાભ થોડા ડરી ગયા કે ક્યાંક તેને સાંભળવું ન પડે. પછી અમિતાભે જવાબમાં ના કહ્યું અને તે બચી ગયા. શર્મિષ્ઠા પટનામાં પબ્લિક સેક્ટર બેંકમાં કામ કરે છે. શર્મિષ્ઠા મૂળ બંગાળની રહેવાસી છે. હાલમાં તે પટનામાં રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.