જયારે પોતાનો જીવ બચવા ગુફામાં સંતાઈ ગયા હતા ભોલેનાથ, કરી હતી આ ભૂલો.

ભગવાન ભોળેનાથ ખુબ જલ્દી પ્રસન્ન થઇ જાય છે, તેવામાં એક વખત તેમને વરદાન આપવું જ ભારે પડી ગયું.

ભગવાન શિવને ભોળેનાથ એટલા માટે કહેવામાં આવે છે, કેમ કે તે ખુબ જ સરળતાથી પ્રસન્ન થઇ જાય છે અને તેમની પાસે આપણી વાત મનાવવી ઘણી જ સરળ છે. દેવતા હોય કે પછી રાક્ષસ કે પછી કોઈ સામાન્ય માણસ જો ભગવાન શિવને પ્રસન્ન કરી લીધા, તો પછી કાંઈ પણ મુશ્કેલ નથી. તે પણ પોતાના ભક્તો સાથે કોઈ ભેદભાવ નથી કરતા.

તે તેમના ભક્તોના જીવનું રક્ષણ પણ કરે છે, પરંતુ તેમના જીવનમાં એક સમય એવો આવી ગયો હતો, જયારે તેમને પોતાના જ જીવનું રક્ષણ કરવું પડ્યું હતું. તમે આ વાર્તા વિષે નથી જાણતા તો જણાવીએ છીએ કે ક્યા કારણે ભગવાન શિવને એવું કરવું પડ્યું હતું.

ભસ્માંસુરે શિવજીને કરી લીધા પ્રસન્ન :-

પુરાણની એક કથા મુજબ એક ખુબ જ ભયંકર રાક્ષસ હતો ભસ્માસુર. તે રાક્ષસ દુનિયાનો સૌથી શક્તિશાળી રાક્ષસ બનવા માંગતો હતો અને તેની ઈચ્છા હતી કે તે દેવતાઓ સાથે સાથે માણસ ઉપર પણ શાસન કરી શકે. પોતાની એ ઈચ્છાને પૂરી કરવા માટે તેણે શિવજીની આકરી તપસ્યા કરી. તેની તપસ્યામાં થોડો સમય તો થયો, પરંતુ તેની ધગશ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થઇ ગયા અને તેની સામે પ્રગટ થઇ ગયા.

પોતાની સામે મહાદેવને જોઈને ભસ્માસુર તેમની સામે નતમસ્તક થઇ ગયા. તેમણે મહાદેવને પ્રણામ કર્યા અને ત્યારે મહાદેવે પૂછ્યું કે ક્યા કારણથી તે મને યાદ કર્યો છે અને તારે શું જોઈએ? ભસ્માસુરે સૌથી પહેલા મહાદેવ પાસે અમરત્વનું વરદાન માગી લીધું. ભગવાન શિવે અમરત્વનું વરદાન આપવાની ના કહી દીધી.

તેમણે કહ્યું કે જે પણ આ સંસારમાં આવે છે, તેને એક દિવસ જવાનું છે એટલા માટે અમરત્વનું વરદાન તો તને નથી આપી શકાતું. ત્યારે ભસ્માસુરે પોતાની માંગણી બદલીને એક બીજું વરદાન માગ્યું. તે જેની પણ ઉપર હાથ રાખે તે બળીને ભસ્મ થઇ જાય.

આવી રીતે કર્યો વિષ્ણુજીએ ભસ્માસુરનો વધ :-

ભગવાન શિવે વરદાન આપી દીધું. આ વરદાન મેળવતા જ ભસ્માસુર સૌથી પહેલા શિવજી ઉપર જ તેનો પ્રયોગ કરવા માટે આતુર થઇ ગયો. મહાદેવ પોતાનું વરદાન પાછું લઇ શકતા નોહતા. તેવામાં પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભટકવા લાગ્યા. કોઈપણ પ્રકારે ભગવાન શિવજીએ પોતાનો જીવ બચાવ્યો અને વિષ્ણુજીને સંપૂર્ણ વાત જણાવી દીધી.

ભગવાન વિષ્ણુએ સંપૂર્ણ વાત સાંભળી અને ભસ્માસુરનો અંત કરવા માટે તેમણે મોહિની રૂપ ધારણ કરી લીધું. ભસ્માસુરની દ્રષ્ટિ મોહિનીના રૂપ ઉપર પડી તો તેને જોઈને મંત્રમુગ્ધ થઇ ગયો. ભસ્માસુરને કોઈ વાતનું ધ્યાન ન રહ્યું. તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર મોહિની ઉપર આવીને અટક્યું હતું. ભસ્માસુરે સુંદર સ્ત્રીને પૂછ્યું કે તારું નામ શું છે? ત્યારે મોહિનીએ જણાવ્યું કે તે મોહિની છે. મોહિનીને જોઈને ભસ્માસુર તેની સુંદરતામાં ખોવાઈ ગયો. મોહિનીએ કહ્યું કે તે નર્તકી છે અને લગ્ન તેની સાથે કરશે, જેને નૃત્ય કરતા આવડતું હોય.

ભસ્માસુરે તેને કહ્યું કે તેને નૃત્ય કરતા તો નથી આવડતું પણ જો તે શીખડાવી દે તો શીખી લેશે. મોહિનીએ કહ્યું ઠીક છે હું તને નૃત્ય કરતા શીખવીશ. તેમ કહી તે તેને નૃત્ય કરવાનું શીખવાડવા લાગી. પ્રેમ આકર્ષણના ડૂબી ગયો ભસ્માસુર ભૂલી ગયો કે તેને શું વરદાન મળ્યું છે. નૃત્ય કરતા મોહીની એ જેવો પોતાના માથા ઉપર હાથ મુક્યો ભસ્માસુરે પણ પોતાના માથા ઉપર હાથ મૂકી લીધો અને તરત જ ભસ્માસુર બળીને રાખ થઇ ગયો. આવી રીતે ભસ્માસુરનો અંત થયો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.