કાનમાંથી મેલ કાઢવાની સાચી રીત પણ જાણી લો, ભૂલથી પણ સેફટી પીન ન નાખશો !!

આપણે રોજ નાહીએ છીએ, મહિનામાં એક વખત વાળ પણ કપાવીએ છીએ, અઠવાડિયામાં એક વખત નખ પણ કાપીએ છીએ પણ હમેશા આપણે કાનને સાફ કરવાનું ભૂલી જઈએ છીએ, કે પછી એમ કહો કે તમને કાન સાફ કરવાની સાચી રીત નથી જાણતા, આજે અમે તમને તે જણાવવાના છીએ. તમારા કાન તમારા શરીર નું ખુબ જરૂરી અંગ છે. તમારા કાનની સમયસર સફાઈ ખુબ જ જરૂરી છે. આવું ન કરવાથી કાનમાં ખંજવાળ બળતરા કે ઇન્ફેકશન થવાનો ભય રહેતો હોય છે. કાનનો મેલ સાફ ન કરવાથી બહેરાશ નો ડર પણ રહેતો હોય છે.

ઘણા લોકો કાનને સાફ કરવા માટે સેફટી પીન નાખતા હોય છે જે ખુબ જ ઘાતક બની શકે છે જેનાથી કાનના પડદા તૂટી જઈ શકે છે. તમે ભૂલથી પણ કાનમાં સેફટી પીન ન નાખશો. આજની પોસ્ટમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે સરળતાથી તમારા કાનનો મેલ સાફ કરી શકો છે.

કાનનો કચરો :

* કાન આપણા શરીરનું એક ખુબ જ સંવેદનશીલ અંગ છે. તેની સાથે એવું ન કરશો કે તમારે લેવા નાં દેવા થઇ જાય. કાનમાં મેલ જામી જવાનું કે ખંજવાળ આવવી એક સામાન્ય વાત છે. તેને ઈયર વૈકસ ના નામથી પણ ઓળખવામાં આવે છે. તે સાચું છે કે ઘણા ઘરેલું ઉપાયોથી સાવધાની રાખીને ફોતરીને સાફ કરી શકાય છે પણ તે કામ કાળજીપૂર્વક કરવું જરૂરી છે.

* જો ફોતરી ખુબ કડક થઈને જામી ગઈ હોય તો બહેતર છે કે તેને કઢાવવા તમે ડોક્ટર પાસે જ જાવ. કાનને લઈને કોઈપણ જાતનું જોખમ લેવું ભારે પડી શકે છે. કાનની ફોતરીને cerumen ના નામથી પણ ઓળખવામાં આવે છે. તે જેલ જેવો લુબ્રીકેટ હોય છે. તે ઉપરાંત તેમાં ફૈટ અને ઝીણા વાળ પણ જોડાયેલા હોય છે.

આમ તો ઈયર વૈકસ કાનની સુરક્ષા માટે હોય છે પણ જયારે તે ખુબ વધુ જામી જાય છે કે તેનાથી સાંભળવાનું ઓછું થઇ જાય છે. ઘણી વખત તેના કારણે કાનના રોગ અને સંક્રમણ નો પણ ભય ઉભો થાય છે. તે ઈયરડ્રમ ને પણ બ્લોક કરી દે છે.

* ઈયરફોન જેવા સાધનોનો ઉપયોગ કરવો અને વારંવાર ઈયરબડ નો ઉપયોગ કરવાથી કાનની ફોતરી અંદરની તરફ વધુ જમા થઇ જાય છે. તેના લીધે ઘણી જાતની સમસ્યાઓ થઇ શકે છે.
કાનમાં જામેલા મેલને સાફ કરવા માટે 4 ઘરેલું ઉપચાર :

(1) ગરમ પાણી : પાણીને હળવું હુંફાળું થાય ત્યાં સુધી ગરમ કરો. ત્યાર પછી ઈયરબડની મદદથી પોતાના કાનમાં થોડું થોડું ગરમ પાણી નાખો. ગરમ પાણી તમારા કાનના મેલને સાફ કરે છે. ત્યાર પછી કાનને નમાવીને ગરમ પાણી કાનમાંથી કાઢી લો. તે કાનનો મેલ સાફ કરવા માટે ખુબ સરળ રીત છે.

(2) મીઠું અને ગરમ પાણી : ગરમ પાણીમાં થોડું મીઠું ભેળવીને એક મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને કોઈ ઈયરબડ ઉપર લગાવી કાનમાં ફેરવો. તેનાથી તમારો કાન સંપૂર્ણ સાફ થઇ જાય છે.

આદુ અને લીંબુનો રસ : આદુના રસમાં લીંબુનો રસ ભેળવી લો. હવે આ મિશ્રણને ઈયરબડ ઉપર લગાવીને કાનમાં ફેરવો. આવું કરવાથી તમારા કાનનું (PH,) લેવલ જળવાય રહે છે. તે તમારા કાનને સંપૂર્ણ સાફ કરવાની ખુબ સરળ રીત છે.

(4) બદામ અને સરસીયાનું તેલ : બદામના તેલની જેમ સરસીયાના તેલને ઉપયોગમાં લઇ શકાય છે. પણ સરસીયાના તેલની ગુણવત્તા ઉત્તમ પ્રકારની હોવી જોઈએ. તેલના ઉપયોગથી ફોતરી નરમ પડી જાય છે અને સરતાથી બહાર નીકળી જાય છે.

મહેરબાની કરી ધ્યાનમાં રાખશો :

ઘણા લોકો એવા હોય છે કે કાનમાં કંઈપણ નાખી દેતા હોય છે જેમ કે હેયરપીન, માચીસની સળી, સેફટી પીન આમ કરવું કાન માટે ખતરનાક બની શકે છે.