કબજિયાત, મસ્સા, ભગંદર, નાસૂર અને હરસને મૂળથી મટાડવાનો ઘરેલુ ઉપાય, આ ઉપાયથી જીવનમાં ક્યારેય ઝૂઝવું નહિ પડે આવી બીમારીથી

ભગંદર રોગ ઉપચાર. (FISTULA-IN-ANO) !!

મહેરબાની કરીને આ પોસ્ટ જેટલી બની શકે એટલી શેર કરવાની છે, આ રોગના દર્દીઓને ન દિવસે ચેન પડે છે ન રાત્રે આરામ.

પરિચય :

હરસ વધુ જુનો થાય એટલે ભગંદર થઇ જાય છે. જેને અંગ્રેજીમાં ફીસ્ટુલા કહે છે. તેથી હરસને ધ્યાન બહાર ન કરશો. ભગંદરનો ઈલાજ જો વધુ સમય સુધી ન કરાવવામાં આવે તો કેન્સરનું સ્વરૂપ પણ લઇ શકે છે. જેને રીક્ટમ કેન્સર કહે છે. જે જીવલેણ સાબિત થાય છે. આવું થવાની શક્યતા ઘણી ઓછી હોય છે.

આ એક પ્રકારનો નાડીમાં થતો રોગ છે, જે ગુદા અને મળાશયની પાસેના ભાગમાં થાય છે. આ રોગ આપણા આજકાલના ખરાબ જીવનધોરણની ભેટ છે, જે આપણે બદલવા નથી માંગતા. આપણા ખાવા પીવા ઉપર પુરતું ધ્યાન આપો. બહારનું ભોજન ન ખાવું, કોલ્ડ ડ્રીંક તો ક્યારે પણ ન પીવું.

ભગંદરમાં પીડાદાયક દાણા ગુદા આજુ બાજુ નીકળીને ફૂટી જાય છે. આ રોગમાં ગુદા અને વસ્તીની ચારે બાજુ યોનીની જેમ ચામડી ફેલાઈ જાય છે. જેને ભગંદર કહે છે. ‘ભગ’ શબ્દ એ અવયવ સમજવામાં આવે છે, જે ગુદા અને વસ્તી વચ્ચે હોય છે. આ ઘા (વ્રણ) નું એક મોઢું મળાશયની અંદર અને બીજું બહારની તરફ હોય છે.

ભગંદર રોગ વધુ જુનો થવાથી હાડકાને પોલા કરી નાખે છે. જેથી હાડકામાંથી પરું નીકળતું રહે છે અને ક્યારે ક્યારે લોહી પણ આવે છે. થોડા દિવસ પછી આ રસ્તેથી મળ પણ આવવા લાગે છે.

ભગંદર રોગ વધુ પીડાદાયક હોય છે. આ રોગ જલ્દી મટતો નથી. આ રોગ થવાથી રોગી ચીડિયાપણું થઇ જાય છે. આ રોગને ફીસ્યુલા અથવા ફીસ્યુલા ઈન એનો પણ કહે છે.

ભગંદર રોગના ઉપચારમાં રોગીને પૂર્ણ તપસ્યા કરવી પડે છે, પોતાના ખાવા પીવાની બાબતમાં.

રોગના પ્રકાર :

ભગંદર આઠ પ્રકારના હોય છે.

૧. વાતદોષથી શતપોનક.

૨. પિત્તદોષથી ઉશટ્ર-ગીવ.

૩. કફદોષથી થતા.

૪. વાત-કફથી ઋજુ.

૫. વાત-પિત્તથી પરીક્ષેપી .

૬. કફ પિત્તથી અર્શાજ.

૭. શતાદીથી ઉન્માર્ગી, અને

૮. ત્રણે દોષોથી શંબુકાર્ત નામના ભગંદરની ઉત્પતી થાય છે.

૧. શતપોનક નામનું ભગંદર :

શતપોનક નામનો ભગંદર રોગ કડક અને સુકી વસ્તુઓ વધુ ખાવાથી થાય છે. જેનાથી પેટમાં વાયુ (ગેસ) બને છે જે ઘા ઉત્પન કરે છે. સારવાર ન કરાવવાથી તે પાકી જાય છે. જેથી વધુ દુ:ખાવો થાય છે. આ વ્રણના પાકીને ફૂટી જવાથી તેમાંથી લાલ રંગનું ફીણ વહે છે, જેથી વધુ ઘા નીકળી જાય છે. આ પ્રકારના ઘા થવાથી તેમાંથી મળ મૂત્ર વગેરે નીકળવા લાગે છે.

૨. પિત્તજન્ય ઉશ્ટ્રગ્રીવ ભગંદર :

આ રોગમાં લાલ રંગના દાણા ઉત્પન્ન થઈને પાકી જાય છે, જેમાંથી દુર્ગંધથી ભરેલું પરું નીકળવા લાગે છે. દાણા વાળા ભાગની આજુ બાજુ ખંજવાળ આવવા સાથે હળવા દુ:ખાવા સાથે ઘાટું પરું નીકળતું રહે છે.

૩. કફદોષથી થતા ભગંદર :

કફદોષથી થતા ભગંદર માંથી દુર્ગંધ વાળું પરું નીકળે છે.

૪. વાત-કફથી ઋજુ :

વાત-કફથી ઋજુ નામના ભગંદર થાય છે જેમાં દાનમાંથી પરું ધીમે ધીમે નીકળતું રહે છે.

૫. પરીક્ષેપી નામનો ભગંદર :

આ રોગમાં વાત પિત્તના મિક્ષ લક્ષણ હોય છે.

૬. ઓર્શેજ ભગંદર :

તેમાં હરસનું મૂળ જગ્યાએથી વાત-પિત્ત નીકળે છે જેથી સોજો બળતરા, ખંજવાળ વગેરે ઉત્પન્ન થાય છે.

૭. ઉન્માંર્ગી ભગંદર :

ઉન્માંર્ગી ભગંદર ગુદા પાસે કિલ કાંટા કે નખ લાગી જવાથી થાય છે, જેથી ગુદામાં નાના નાના કૃમિ ઉત્પન્ન થઈને ઘણા છિદ્રો બનાવી દે છે. આ રોગનો કોઈપણ દોષ કે ઉપસર્ગમાં શંકા હોય તો તરત ઈલાજ કરાવવો જોઈએ, નહી તો આ રોગ ધીમે ધીમે વધુ પીડાદાયક બની જાય છે.

8. શમ્બુકાવર્ત નામનો ભગંદર :

આવા પ્રકારના ભગંદરથી ભગંદર વાળી જગ્યા ઉપર ગાયના છાણ જેવી ફોડકી નીકળી આવે છે. તે પીળા રંગની સાથે ઘણા રંગોની હોય છે અને તેમાં ત્રણ દોષોના મિક્ષ લક્ષણ જોવા મળે છે.

લક્ષણ :

ભગંદર રોગ ઉત્પન્ન થતા પહેલા ગુદાની આજુબાજુ ખંજવાળ, હાડકામાં સોઈ જેવું ખટકવું, દુ:ખાવો, બળતરા અને સોજા વગેરે લક્ષણ ઉત્પન્ન થાય છે. ભગંદર સંપૂર્ણ નીકળે ત્યારે વધુ દર્દ, નાડીઓમાંથી લાલ રંગનું ફીણ અને પરું નીકળવા મુખ્ય લક્ષણ છે.

ભોજન અને પરેજી :

આહાર વિહારની અનિયમિતતાથી જ રોગની ઉત્પતી થાય છે. આ પ્રકારના રોગમાં ખાવા પીવાનો સંયમ ન રાખવાથી તે વધી જાય છે. એટલે કે આ રોગ ખાસ કરીને ખાવા પીવા ઉપર સાવચેતી રાખવી જોઈએ. આ પ્રકારના રોગમાં સૌ પહેલા રોગની ઉત્પતિના કારણો દુર કરવા જોઈએ કેમ કે તેના કારણો દુર કર્યા સિવાય તેની સારવારમાં સફળતા નહી મળે. આ રોગમાં રોગી અને ડોક્ટર બન્નેએ સાવચેતી રાખવી જોઈએ.

ભગંદરની સારવાર :

ચોપચીની અને સાકર :

ભગંદર માટે ચોપચીની અને સાકર વાટીને તેના જેટલું દેશી ઘી ભેળવો. ૨૦-૨૦ ગ્રામના લાડુ બનાવીને સવાર સાંજ ખાવ. પરેજી મીઠું, તેલ, ખટાશ, ચા, મસાલા વગેરે છે. એટલે કે ફીકી રોટલી ઘી સાકર સાથે ખાઈ શકો છો. દલીયા મીઠા વગરનો હલવો વગેરે ખાઈ શકો છો. તેનાથી ૨૧ દિવસમાં ભગંદર માં સારું થઇ જાય છે.

તેની સાથે સવારે સાંજે ૧-૧ ચમચી ત્રિફળા ચૂર્ણ હુફાળા પાણી સાથે લો. તેની સાથે રાત્રે સુતી વખતે કોક્લનું ચૂર્ણ તમને બજારમાંથી મળી જશે તે એક ચમચી હુફાળા પાણી સાથે લો. ૨૧ દિવસમાં ભગન્દરમાં સારું થઇ જશે. આ ઘણા લોકો દ્વારા અજમાવવામાં આવેલ નુસખો છે.

પુનર્વવા :

પુનર્વવા, હળદર, સુંઠ, હરડે, દારુહળદર, ગીલોય, ચિત્રક મૂળ, દેવદાર અને ભારંગીના મિશ્રણની રાબ બનાવીને પીવાથી સોજાયુક્ત ભગંદરમાં ઘણો ફાયદો થાય છે. પુનર્વવા શોધ-શમન કારી ગુણથી ભરેલ હોય છે. પુનર્વવાના મૂળને વરુણ (વરનદ્ધ) ની છાલ સાથે રાબ બનાવીને પીવાથી વધારાનો સોજો દુર થાય છે. તેનાથી ભગંદરના નાડી-વ્રણને બહાર-અંદરથી ભરવામાં મદદ મળે છે.

લીમડો :

લીમડાના પાંદડા, ઘી અને તલ ૫-૫ ગ્રામના પ્રમાણમાં લઈને વાટીને તેમાં ૨૦ ગ્રામ જૌ નો લોટ ભેળવીને પાણીથી લેપ બનાવો. આ લેપને કપડાના ટુકડા ઉપર ફેલાવીને ભગંદર ઉપર બાંધવાથી લાભ થાય છે. લીમડાના પાંદડા વાટીને ભગંદર ઉપર લેપ કરવાથી ભગંદરની વિકૃતિ નાશ થાય છે.

ગોળ :

જુનો ગોળ, નીલા થોથા, ગંદા બીરોજા અને સિરસ આ બધાને સરખા ભાગે લઈને થોડા પાણીમાં વાટીને મલમ બનાવી લો અને તેને કપડા ઉપર લગાવીને ભગંદરના ઘા ઉપર મુકવાથી થોડા દિવસોમાં આ રોગ સારો થઇ જાય છે. જો ગોળ જુનો ન હોય તો તમે નવો ગોળ થોડી વાર તડકામાં મૂકી દો, તેમાં જુના ગોળ જેવા ગુણ આવી જશે.

મધ :

મધ અને સિંધવ મીઠું ભેળવીને વાટ બનાવો. વાતને નાસૂરમાં રાખવાથી ભગંદર રોગમાં આરામ મળે છે.

કેળા અને કપૂર :

એક પાકા કેળાની વચ્ચેમાં ચીરો મારીને તેમાં ચણાના દાણા જેટલું કપૂર મૂકી દો અને તે ખાવ. અને ભોજનના એક કલાક પહેલા અને એક કલાક પછી કાંઈ પણ ખાવું પીવું નહી.

જો ભગંદર ઘણું જુનું હોય તો આ પ્રયોગથી પણ સારું ન થાય તો કૃપા કરીને યોગ્ય શલ્ય ક્રમ કરાવો.

આ માહીતી બને એટલી શેર કરો અને લાઇક પણ કરજો.