કાંચ નીકળવા (ગુદાભ્રંશ ROLAPUS ANI) કારણ, ઘરગથ્થું ઉપચાર અને પરેજી

કારણ : ગુદાભ્રંશ નું મૂળ કારણ કબજિયાત કે મળ ત્યાગ વખતે જોર લગાવવું કે પેચીશ, આંવ વખતે જોર લગાવવું છે. કબજીયાતની સ્થિતિમાં મળ વધુ સુકું અને કડક થઇ જાય છે પરિણામે મળત્યાગ વખતે વધુ જોર લગાવવું પડે છે. જેનાથી ગુદાની ચામડી પણ મળની સાથે મળદ્વારથી બહાર નીકળી આવે છે. તેને ગુદાભ્રંશ (કંચ નીકળવો) કહે છે. બાળકોમાં મળદ્વાર ની ચામડી વધુ કોમળ હોય છે જેથી તે વયસ્કો ની ગણતરીએ વહેલા આ રોગ ના પીડિત થઇ જાય છે.

ઉપચાર

બાવળ :

૧૦ ગ્રામ બાવળની છાલ ને અડધો લીટર પાણીમાં ઉકાળીને રાબ બનાવી લો. આ રાબથી ગુદાદ્વાર ને ધોવાથી ગુદાભ્રંશ દુર થાય છે.

જામફળ :

૫૦ ગ્રામ જામફળ ના ઝાડની છાલ + ૫૦ ગ્રામ જમરૂખ નાં મૂળ + ૫૦ ગ્રામ જમરૂખના પાંદડા બધું ભેળવીને અને વાટીને ૪૦૦ મી.લી. પાણીમાં ભેળવીને ઉકાળી લો. જયારે પાણી અડધું રહે ત્યારે તેને ગાળીને હુંફાળું ગરમ રહે એટલે ગુદા ધોવો. તેનાથી ગુદાભ્રંશ ઠીક થાય છે. માત્ર જમરૂખ ના પાંદડાને વાટીને આ પેસ્ટને ગુદાની અંદરના ભાગમાં ગુદાદ્વાર ઉપર બાંધવાથી ગુદાભ્રંશ ઠીક થઇ જાય છે.

કાળા મરી :

૫ ગ્રામ કાળા મરી અને ૧૦ ગ્રામ શેકેલું જીરું બન્ને ને ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ અડધી ચમચીના પ્રમાણમાં છાશ સાથે રોજ સવારે લેવાથી ગુદાભ્રંશ હોવાનું બંધ થઇ જાય છે.

દાડમ :

૧૦૦ ગ્રામ દાડમ ના પાંદડાને ૧ લીટર પાણીમાં ઉકાળો. હુંફાળું રહે એટલે આ પાણીને ગાળીને રોજ ૩ થી ૪ વખત ગુદા દોવાથી ગુદાભ્રંશ માં ફાયદો થાય છે.

કમળ :

નાના બાળકો અને આંવ કે પેચીશ હોય અને કાંચ નીકળી રહી હોય તો કમળના પાંદડા+સાકરને સરખા ભાગે લઈને ચૂર્ણ બનાવી લો. ૧-૧ ચમચી ચૂર્ણ દિવસમાં ૩ વખત સેવન કરાવવાથી લાભ થાય છે.

ફટકડી :

૧ ગ્રામ ફટકડી ને ૩૦ મી.લી. પાણીમાં ઘોળી લો શૌચ પછી મળદ્વાર ને સાફ કરીને ફટકડી વાળા આ પાણીને રૂ થી ગુદા ઉપર લગાવો. તેનાથી ગુદાભ્રંશ ઠીક થશે.

પપૈયું :

પપૈયા ના પાંદડાને પાણી સાથે વાટીને આ પેસ્ટને ગુદાભ્રંશ ઉપર લગાવવાથી ગુદાભ્રંશ ઠીક થાય છે.

ભાંગના પાંદડાનો રસ :

ભાંગના પાંદડાનો રસ ગુદાભ્રંશ ઉપર ખુબ લાભ થાય છે.

એરંડિયાનું તેલ :

એરંડિયાના તેલને લીલા રંગની કાંચની બોટલમાં ભરીને ૧ અઠવાડિયા સુધી કોઈ લાકડાની પાટ ઉપર તડકામાં રાખો. આ સુર્ય થી તપેલા તેલને ગુદાભ્રંશ ઉપર રૂ થી લગાવો. તેનાથી ગુદાભ્રંશ માં ફાયદો થશે.

ડુંગળી :

બાળકોને ગુદાભ્રંશ થઇ રહેલ છે તો ૨ થી ૪ મી.લી. ડુંગળીનો રસ કાઢીને સવારે સાંજે પીવરાવવાથી ગુદાભ્રંશ હોવાનું બંધ થઇ જાય છે.

કુટકી :

૨૫૦ મી.ગ્રા. કુટકી, ૧ ચમચી મધ સાથે ભેળવીને રોજ સવાર સાંજ ચાટવાથી આંતરડા ની શીથીલતા દુર થાય છે અને ગુદાભ્રંશ ધીમે ધીમે પોતાના સ્થાન ઉપર આવી જાય છે.

પરેજી :

ગુદાભ્રંશ રોગમાં મરચું, મસાલા અને ગરમ વસ્તુનું સેવન ન કરવું જોઈએ.