જાણો કઈ રીતે મોસાદે ઇરાકનું MIG-21 જેટ ચોરી કર્યું? ઘણી ચતુરાઈથી મોસાદના જેમ્સ બોન્ડે કર્યું હતું આ કામ

મિત્રો, જાસૂસી સ્ટોરીની કોલમમાં આજે અમે તમને એક ખતરનાક મિશન વિષે જણાવીશું. આજે અમે તમને જણાવીશું કે, કઈ રીતે મોસાદે ઇરાકનું MIG-21 જેટ ચોરી કર્યું? આ કામ મોસાદના જેમ્સ બોન્ડને આપવામાં આવ્યું હતું અને તેમણે આને પૂરું કરીને દેખાડ્યું. તેમણે ઇરાક પાસેથી એક આખું ફાઈટર જેટ ચોરી કરી લીધું. આવો તેમણે આ કામ કઈ રીતે કર્યું? એના વિષે વિસ્તારથી જાણીએ.

આ ઘટના માઈકલ બાર ઝોહર અને નીસીમ મીસાલના પુસ્તક ‘ધ ગ્રેટેસ્ટ મિશન્સ ઓફ ધ ઇઝરાયલ સિક્રેટ સર્વિસ – મોસાદ’ માંથી લેવામાં આવી છે. આ સ્ટોરી શરુ થાય છે ચેપટર નંબર 10 અને પેજ નંબર 147 પરથી. આ વાત છે 1965 ના સમયની. તે સમયે મોસાદના ચીફ હતા મીર અમિત, અને ઇઝરાયલ એયર ફોર્સના ચીફ હતા એઝર વિઝમેન. તેઓ બંને ઘણા સારા મિત્ર ગણાતા હતા. અઠવાડિયામાં 2-3 વાર તેઓ સાથે નાસ્તો કરતા હતા.

અને એવામાં જ એક દિવસ નાસ્તો કરતા દરમિયાન વાતો વાતોમાં અમિતે વિઝમેનને પૂછ્યું કે, મોસાદ તરફથી હું તમારા માટે શું કરી શકું છું? આખી દુનિયા મારી પાસેથી કાંઈને કાંઈ માંગતી રહે છે, પણ તમે મારી પાસેથી કાંઈ માંગ્યું નથી. તો પ્લીઝ મને જણાવો કે હું તમારા માટે શું કરી શકું છું? એના પર વિઝમેને કહ્યું કે, હું તમારી પાસે એટલા માટે કાંઈ માંગતો નથી કારણ કે, મને જે જોઈએ છે તે તમે મને નહિ આપી શકો.

આ વાત મીર અમિતને થોડી ખરાબ લાગી અને તેમણે કહ્યું કે, એકવાર માંગીને તો જુઓ, શું ખબર તે લાવીને તમને આપી દઉં. થોડીવાર વિચાર્યા પછી વિઝમેને કહ્યું, ‘I want a MIG-21.’ મને એક MIG-21 પ્લેન લાવીને આપો. તે સમયે મીર અમિત કોફી પી રહ્યા હતા અને આ સાંભળી તમને ઝટકો લાગ્યો, અને તેમના મોં માંથી કોફી ટેબલ પર પડી ગઈ.

મીર અમિતે કહ્યું, તમે પાગલ થઈ ગયા છો. MIG-21 વેસ્ટર્ન બ્લોકના કોઈ પણ દેશ પાસે નથી, તો હું તમને ક્યાંથી લાવી આપું. આ એક અશક્ય કામ છે. એના પર વિઝમેને કહ્યું કે, એટલે જ તો હું તમને કહેતો ન હતો કે, મને શું જોઈએ છે? આમ તો એ વાત ત્યાં જ પુરી થઈ ગઈ હતી. પણ એ વાતને મોસાદના ચીફ મીર અમિત ક્યારેય ભૂલ્યા નહિ.

જણાવી દઈએ કે, સોવિયતે બનાવેલું MIG-21 એ સમયે હાઈલી સોફેસ્ટિકેટેડ ફાઈટર જેટ હતું, જે પોતાના ચોક્કસ નિશાના અને એડવાન્સ ટેક્નોલોજી માટે પ્રખ્યાત હતું. એની સાથે સાથે આ પ્લેન આખા વેસ્ટર્ન બ્લોક માટે, અમેરિકા માટે અને ઇઝરાયલ માટે એક રહસ્ય હતું. તેમણે આ પ્લેનને જોયું ન હતું અને તેને ઇન્સ્પેકટ કર્યું ન હતું. રશિયાએ આ MIG-21 ઘણા બધા અરબ દેશોને વેચી રાખ્યું હતું, જે ઇઝરાયલના જાની દુશ્મન માનવામાં આવતા હતા.

એટલે ઇઝરાયલ એયરફોર્સના ચીફને એ વાત સારી રીતે ખબર હતી કે, જો આગળ જતા અરબ દેશો સાથે યુદ્ધની સ્થિતિ બની અથવા યુદ્ધ થયું, તો MIG-21 ઇઝરાયલ ઉપર ભારે પડી શકે છે. એટલા માટે તે ઇચ્છતા હતા કે કોઈ રીતે તેમની પાસે MIG-21 આવી જાય, જેથી તેઓ તેને સ્ટડી કરી શકે અને તેની સામે લડવાની તૈયાર કરી શકે.

મીર અમિતે વિઝમેનની આ માંગને ચેલેન્જ તરીકે લીઘી, અને આ કામની જવાબદારી સોંપી મોસાદના જેમ્સ બોન્ડ કહેવાતા ઓફિસર રેહાવિયા વર્ધીને. વર્ધીએ દુનિયાભરમાં ફેલાયેલા મોસાદના એજન્ટ્સ, ઇઝરાયલના ડિપ્લોમેટ્સ અને એમ્બેસેડર્સને સંદેશ મોકલવાના શરૂ કરી દીધા કે, MIG-21 ની જરૂર છે. પોતાના આંખ, નાક, કાન ખુલ્લા રાખો.

થોડા દિવસ પછી વર્ધીને ખુશખબર મળી જયારે ઈરાનમાં પોસ્ટેડ ઇઝરાયલના કલચરલ અટેસે યાકોફ નીમરોધીએ વર્ધીને જણાવ્યું કે, તે એક ઈરાકી યહૂદી પાયલટને જાણે છે, જેમનું નામ છે યોસેફ શમેશ. શમેશ તેમને MIG-21 ડિલિવર કરી શકે છે. અસલમાં શમેશની બગદાદમાં ક્રિશ્ચિયન ગર્લફ્રેન્ડ હતી, જેની બહેનના પતિનું નામ હતું મુનીર રેડફા. રેડફા પણ ઈરાકી એયરફોર્સમાં પાયલટ હતા અને MIG-21 ઉડાવતા હતા.

તે ઈરાકી એયરફોર્સમાં પોતાની સાથે થઈ રહેલા ભેદભાવ અને દુર્વ્યવહારથી ઘણા પરેશાન હતા. ધીરે ધીરે તેમનું મન ઈરાક પરથી ઉઠતું જઈ રહ્યું હતું. રેડફાએ શમેશને જણાવ્યું કે, તેને ખુર્દોના એક એવા ગામ પર બોમ્બ ફેંકવાનું મિશન આપવામાં આવ્યું જેમાં પુરુષો ન હતા, મોટાભાગે મહિલાઓ અને બાળકો જ હતા. અને ન ઇચ્છતા હોવા છતાં પણ તેમણે પોતાના સિનિયરના દબાણને કારણે ત્યાં બોમ્બ ફેંકવા પડ્યા અને મહિલાઓ અને બાળકોનું લોહી વહાવવું પડ્યું. અને આ મિશન પછી તે ઈરાકમાં એક સેકન્ડ પણ રહેવા માંગતા ન હતા.

શમેશને એક વર્ષ લાગ્યું પણ તેમણે છેવટે રેડફાને આ ઓપરેશનમાં કામ કરવા માટે તૈયાર કરી લીધા. હવે વાત આવી મોસાદના ઓફિસરને મળવાની અને તેના માટે પસંદ કરવામાં આવ્યું એથન્સ શહેરને. પોતાની પત્નીની બીમારીનું બહાનું બનાવીને રેડફાએ એથેન્સ જવાની પરવાનગી લઈ લીધી, અને પોતાની પત્ની સાથે એથેન્સ નીકળી ગયા.

એથેન્સ પહોંચ્યા પછી રેડફા ઇઝરાયલી ઓફિસર્સને મળ્યા, જ્યાં તેને કોડનેમ આપવામાં આવ્યું ‘યાહોલમ’ જેનો ઇંગ્લીશમાં અર્થ થાય છે ‘ડાયમંડ’. એટલે તે ઓપરેશનને ડાયમંડ પણ કહેવામાં આવે છે. મોસાદે રેડફાને વાયદો આપ્યો કે, જો તે મોસાદને MIG-21 લાવી આપે તો તેઓ તેમને પૈસા પણ આપશે, અને તેનો આખો પરિવાર એટલે કે તેના પરિવારના જેટલા પણ લોકો ઈરાકમાં રહે છે તેમને સુરક્ષિત રીતે બહાર પણ કાઢી આપશે.

એક દિવસ વિચાર કર્યા પછી રેડફાએ હા કરી દીધી, અને પછી તેને ગ્રીસથી રોમ લઇ જવામાં આવ્યા અને રોમથી ઇઝરાયલના ટેલ-અવીવમાં. ટેલ-અવીવમાં રેડફાએ 24 કલાક પસાર કર્યા, જ્યાં તેને ઓપરેશનની બધી ડિટેલ્સ અને સિક્રેટ કોડ સમજાવવામાં આવ્યા. 24 કલાક પસાર કર્યા પછી રેડફા ટેલ-અવીવથી એથન્સ નીકળી ગયા, અને એથન્સથી બગદાદ તે આ ઓપરેશનના અંતિમ સ્ટેજની તૈયારી કરવા માટે પહોંચ્યા.

રેડફા ઓપરેશનને પૂરું કરવા માટે બગદાદ પાછા પહોંચી ગયા હતા. બધું બરાબર જઈ રહ્યું હતું, ત્યારે રેડફાએ એક એવી ભૂલ કરી જે આખા મિશનને મુશ્કેલીમાં નાખી શકતી હતી. થોડા પૈસાની લાલચમાં રેડફાએ પોતાના ઘરના બધા ફર્નિચરને એકસાથે વેચવાનું શરૂ કરી દીધું. એ કારણે મોસાદ ટેંશનમાં આવી ગયું. મોસાદને લાગ્યું કે, એક ઈરાકી પાયલટના અચાનક પોતાના ઘરના બધા ફર્નિચરને વેચવાની ઘટના ઈરાકની ઇન્ટેલિજન્સ એજન્સી મુખાબરાતથી છુપાઈ નહિ શકે. અને તે રેડફાની ધરપકડ કકરીને તેને જેલમાં નાખી દેશે.

પણ નસીબ ઇઝરાયલ અને રેડફા સાથે હતું. કોઈને શંકા નહિ થઈ અને રેડફાનું બધું ફર્નિચર વેચાઈ ગયું. એ પછી એક રાત્રે મુનીર રેડફાના પરિવારના 43 સભ્યોને દૂર પર્વતોમાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને ટર્કીશ હેલીકૉપટરમાં એયરલિફ્ટ કરીને ઓછી ઊંચાઈ પર ઉડી રેડારથી બચીને બોર્ડર ક્રોસ કરીને ટર્કીમાં લેન્ડ કરાવી દેવામાં આવ્યા.

ટર્કીમાં લેન્ડ થયા પછી મોસાદે રેડફાને મેસેજ આપ્યો તમારી બહેને એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. તે સિગ્નલ હતું કે, તમારો પરિવાર સુરક્ષિત રીતે ઈરાકની બહાર નીકળી ચુક્યો છે, હવે તમે પણ પોતાનું કામ પૂરું કરો. 19 જુલાઈ 1966 ના રોજ રેડફાએ પોતાના MIG-21 માં બેસી ટેકઓફ કર્યું અને ઇઝરાયલ તરફ ઉડવાનું શરૂ કરી દીધું.

ઇઝરાયલી એયરફોર્સ કમાન્ડર મોર્ડેચાઈ હોડે પોતાના બધા સ્ટેશનને ક્લિયર ઓર્ડર આપી રાખ્યા હતા કે, આજે તમે ઇઝરાયલના એયર સ્પેસમાં કોઈ પણ શત્રુના વિમાનને જુઓ છો, ફાઈટર જેટને જુઓ છો, તો તમે કાંઈ પણ નહિ કરશો અને હાથ પર હાથ રાખીને બેસી રહેશો. તેમણે ઇઝરાયલના ત્રણ પાયલટને મોકલ્યા હતા રેડફાના MIG-21 ને એસ્કોર્ટ કરવા માટે.

જેવો જ રેડફાએ ઇઝરાયલી એયર સ્પેસમાં પ્રવેશ કર્યો કે ત્રણેય ઇઝરાયેલી પ્લેન તેની પાછળ આવી ગયા અને તેને એસ્કોર્ટ કરવા લાગ્યા. પ્રવેશ કરતા જ તેણે પોતાના પ્લેનની પાંખને જમણી તરફ નમાવવાનું શરૂ કરી દીધું, જે સિગ્નલ હતું કે હું રેડફા જ છું, પ્લીઝ ગોળી ન ચલાવતા. સવારે 8 વાગ્યે બગદાદથી ટેકઓફ કર્યા પછી લગભગ 65 મિનિટ પછી રેડફાનું MIG-21 ઇઝરાયલના એયરબેઝ પર લેન્ડ કરી ચૂક્યું હતું. ઇઝરાયલને પોતાનું MIG-21 મળી ચૂક્યું હતું.

કેમ કે આ મિશનને એકદમ જેમ્સ બોન્ડ સ્ટાઈલમાં પૂરું કરવામાં આવ્યું હતું, એટલા માટે ઇઝરાયલે આ MIG-21 ને નામ આપ્યું 007. પછી આ પ્લેનને ઇઝરાયલી પાયલટોએ ખુબ સારી રીતે સ્ટડી કર્યું, અને તેની સાથે ઘણી બધી એક્સરસાઇઝ પણ કરી. અને આ બધું ત્યારે કામ આવ્યું જયારે 1 વર્ષ પછી ઇઝરાયલે અરબના 4 દેશો ઇજિપ્ત, સીરિયા, ઇરાક અને જોર્ડન સાથે એકલા યુદ્ધ લડ્યું અને એમને 6 દિવસમાં ધૂળ પણ ચટાડી દીધી. જો ઇઝરાયલને આ MIG-21 1966 માં ન મળ્યું હોત, તો 1967 ના એ યુદ્ધને સિક્સ ડે વૉર ની જગ્યાએ સિક્સ્ટી ડે વૉર કહેવામાં આવતે.

મિત્રો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઈક અને શેયર જરૂર કરજો.