કાળ ભૈરવના આ પ્રસિદ્ધ મંદિરમાં દર્શન કરવાતા ભક્તોની બધી બાધાઓ અને ગ્રહ દોષ થાય છે દુર.

વ્યક્તિ હંમેશા દરરોજ ભગવાનની પૂજા કરીને પોતાના જીવનની તમામ સંકટો માંથી મુક્તિ મેળવવાની પ્રાર્થના કરે છે, તે ઉપરાંત એવા ઘણા બધા લોકો છે. જે પોતાના જીવનની તમામ અડચણો માંથી છુટકારો મેળવવા માટે ઘણા મંદિરોના દર્શન કરવા માટે જાય છે, લોકોની એવી ધારણા છે કે જો ભારતના પ્રસિદ્ધ મંદિરોમાં ભગવાનના દર્શન કરવામાં આવે તો તેનાથી જીવનની તમામ તકલીફો દુર થાય છે.

આમ જોઈએ તો આપણા ભારતમાં એવા ઘણા મંદિરો રહેલા છે. જેના પ્રત્યે લોકોનો વિશ્વાસ જોવા મળે છે અને આ મંદિરોની અંદર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે, આ મંદિરો માંથી એક ઉત્તર પ્રદેશના કાશીમાં બાબા ભૈરવ નાથનું મંદિર.

જે દુનિયા ભરમાં ઘણું જ પ્રસિદ્ધ મંદિરો માંથી એક છે, એમ કે મોટાભાગના લોકો જાણે છે કે બાબા વિશ્વનાથની પાવન નગરી કાશી ભગવાન ભોળેનાથની નગરી છે, પરંતુ અહિયાં બાબા ભૈરવનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે, આ મંદિરની અંદર ભક્તોની ભારે ભીડ લાગી રહે છે.

આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે ૧૭૧૫ માં બાજીરાવ પેશ્વાએ આ મંદિરનું નિર્માણ ફરી વખત કરાવ્યું હતું, જો આપણે વાસ્રું શાસ્ત્ર મુજબ જોઈએ તો આ મંદિર આજ સુધી એવુંને એવું જ છે અને તેની બનાવટમાં કોઈ ફેરફાર નથી આવ્યો, આ મંદિર તંત્ર શૈલીના આધારે બનેલું છે, આ મંદિરને ઇશાન ખૂણા ઉપર તંત્ર સાધના કરવાને મહત્વનું સ્થાન છે.

કાશી ભગવાન શિવજીની નગરી કહેવામાં આવે છે અને અહિયાં બાબા ભૈરવનાથ કોટવાલના રૂપમાં છે, ભૈરવનાથજીને કાશીના કોટવાલ કહેવામા આવે છે. જો આપણે જૂની કહાનીઓ મુજબ જોઈએ તો કાળ ભૈરવે બ્રહ્મ હત્યાના પાપ માંથી છુટકારો મેળવવા માટે કાશીમાં રહીને તપસ્યા કરી હતી,

ત્યારે ભગવાન શિવજીએ કાળ ભૈરવને આશીર્વાદ આપ્યા હતા કે તું આ નગરીમાં કોટવાલના નામથી ઓળખાઈશ, તે સમયથી કાળ ભૈરવ આ નગરીની રખેવાળીમાં લાગેલા છે, આજે તે સ્થાન ઉપર ભૈરવનું આ મંદિર રહેલું છે. દુનિયાનું એક માત્ર દક્ષિણ મુખી શિવ લિંગ છે. તાંત્રિક વિધિ માટે આ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે અહિયાં યમરાજને પણ કાળ ભૈરવની પરવાનગી લેવી પડે છે, કાળ ભૈરવની પરવાનગી વગર કાશીની અંદર યમરાજ પણ કાંઈ નથી કરી શકતા, જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ ખરાબ ચાલી રહી છે કે પછી તેના અથાગ પ્રયાસ કરવા છતાં પણ સફળતા મળવામાં તકલીફો ઉભી થઇ રહી છે. તો એવું કહેવામાં આવે છે કે કાળ ભૈરવના દર્શન માત્રથી જ વ્યક્તિની તમામ અડચણો દુર થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.