કળયુગની દીકરીએ પોતાના ઘરડામાં બાપને ઘરમાંથી કાઢી મુક્યા, મજબુરીમાં માં બાપે ભર્યું આ પગલું

માં બાપને આ દુનિયામાં બીજા ભગવાનનું સ્થાન આપવામાં આવે છે. એક બાળકના જન્મ થવાથી લઇને તેના પાલનપોષણમાં સૌથી પહેલો હાથ તેના માં બાપનો જ હોય છે. દરેક માં બાપ પોતાના બાળકોને હોંશથી ઉછેરીને મોટા કરે છે, જેથી તે બાળક તેના ગઢપણનો સહારો બની શકે.

પરંતુ જો તે બાળક તેને દુ:ખ પહોચાડવાનું નક્કી કરી લે, તો ઘરડા માં બાપ જીવતા જીવત મરી જાય છે. કાંઈક એવો જ શરમદાયક કિસ્સો હાલમાં જ અમારી સામે આવ્યો છે. જ્યાં એક કળયુગની દીકરીએ પોતાના ૯૦ વર્ષના પિતા અને ૮૦ વર્ષની ઘરડી માં ને ઘરમાંથી બહાર કાઢી મુક્યા.

ખાસ કરીને આ કિસ્સો કર્ણાટકનો છે. પોતાની દીકરી દ્વારા તરછોડાયા પછી આ ઘરડા દંપતીએ ઠંડીમાં બસ સ્ટેંડ અને ફૂટપાથનો આશરો લેવો પડ્યો. બે દિવસ રોડ ઉપર પસાર કર્યા પછી જયારે પોલીસને આ ઘટના વિષે જાણવા મળ્યું, તો તેમણે ઘરડા કપલને નજીકના વૃદ્ધાશ્રમમાં પહોંચાડી દીધા.

તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે, આ બનાવ લક્ષ્મેશ્વરના રહેવાસી ૯૦ વર્ષીય સૂર્યકાંત અને તેમની ૮૦ વર્ષીય પત્ની કમલમાનો છે. એક રીપોર્ટ મુજબ આ બન્ને વૃદ્ધ થોડા દિવસો પહેલા જ હુબલીના એક મંદિરે પહોંચ્યા હતા, ત્યાં તેમણે પોતાની સેવા પૂરી પાડી. તે બન્ને જણા મંદિરમાં જેટલા દિવસ રહ્યા, એટલા દિવસ પોતાની ભક્તિ અને શ્રદ્ધાથી સૌને રંગી દીધા. ત્યાર પછી બન્ને પોતાની દીકરીના ઘરે રહેવા માટે કર્નાટક તરફ રવાના થઇ ગયા.

ઘરડા દંપતીએ જણાવ્યું કે, શરુઆતના થોડા દિવસોમાં બધું બરોબર ચાલતું રહ્યું હતું. પરંતુ થોડા દિવસો પસાર થયા પછી તેની દીકરીએ તેમને ઘરમાંથી બહાર નીકળી જવા કહી દીધું. ઘર માંથી નીકળ્યા પછી બન્ને પાસે રહેવાનું કોઈ ઠેકાણું ન હતું. ત્યાર પછી બન્ને હુબલીના બસ સ્ટેંડમાં રોકાઈ ગયા. ત્યાં તેઓ બે દિવસ સુધી રહ્યા.

જયારે આજુબાજુના લોકોએ તેમને ત્યાં રહેવાનું કારણ પૂછ્યું, તો તેમણે પોતાની સાથે થયેલી આખી ઘટના જણાવી દીધી. ત્યાર પછી પ્રવાસીઓને પોતાની વ્યથા સંભળાવતા જોઈ પરિવહન નિગમના અધિકારીઓ અને ઓટો ડ્રાઈવરોએ પણ સૂર્યકાંત સાથે વાત કરી.

બસ સ્ટેંડ ઉપર રહેલા એક અધિકારીએ જણાવ્યું કે, સવારે જયારે તે બસ સ્ટેંડ પહોંચ્યા તો તેની મુલાકાત એક ઘરડા કપલ સાથે થઇ. અધિકારીના જણાવ્યા મુજબ સવારે ગાઢ ધુમ્મસ અને ઝાકળને કારણે બન્ને બેહાલ હતા, અને ધ્રુજી રહ્યા હતા. ત્યારબાદ પૂછપરછ પછી તેમણે આ કપલને પોતાની સાથે બનેલી સંપૂર્ણ આપવીતી તે અધિકારીને જણાવી દીધી.

ઘટનાની જાણકારી મળતા જ ઓટો ડ્રાઈવરની મદદથી અધિકારીએ બન્નેને વૃદ્ધાશ્રમ પહોચાડી દીધા. પરંતુ પોતાના આઈડી પ્રૂફ ન હોવાને કારણે તેમને ત્યાંથી પણ કાઢી મુકવામાં આવ્યા. તેવામાં તે બન્ને ફરી બસ સ્ટેશન પહોચી ગયા.

બસ સ્ટેંડ પાછા આવતા જ અધિકારી અને ઓટો ડ્રાઈવરે તે ઘરડા દંપતીની મદદ માટે પોલીસને જાણ કરવું યોગ્ય સમજ્યું. ત્યાર પછી પોલીસે સ્થળ ઉપર પહોંચીને બન્નેને વૃદ્ધાશ્રમ પહોંચાડી દીધા. જ્યાં પોતાના પેટે આ કપલનો સાથ છોડી દીધો, ત્યાં પારકાઓએ તેમનો હાથ પકડીને તેમને વૃદ્ધાશ્રમ સુધી પહોચાડી દીધા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.